Mahisagar: સંતરામપુરના પરથમપુરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 856થી વધુ મતદારોએ કર્યું મતદાન

પરથમપુરમાં ફરી મતદાન કરાતા 856 લોકો દ્વારા મતદાન કરાયું7 મે ના દિવસે 852 લોકોએ કર્યુ હતુ મતદાનમતદાન પ્રક્રિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યાદાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો. વિજય ભાભોર નામક યુવાન દ્વારા સોસિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કર્યું હતું. જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો,જેને લઈ ચૂંટણીપંચના આદેશ અનુસાર આજે ફરી સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન પ્રકિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યામહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન બુથ કેપ્ચરિંગ મામલે આજ રોજ મતદાન કરવામાં આવ્યું હતું. પહેલા કરતા પરથમપુરમાં મતદાન આંકમાં વધારો નોંધાયો છે. સંતરામપુરના પરથમપુરમાં 7 મે ના દિવસે 852 લોકોએ મતદાન કર્યુ હતુ. જોકે  ફરી મતદાન કરાતા 856 લોકો દ્વારા મતદાન કરાતા મતદાન આંકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ મતદાન પ્રકિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યાપોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણઆ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.પોલિંગ બુથના કર્મચારીઓને મળી હતી નોટીસ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે મહીસાગર ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતુ અને બાલાસિનોરના મામલતદારે 6 કર્મચારીઓને નોટીસ પાઠવી હતી. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી બદલ બાલાસિનોરના મામલતદારે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલિંગ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ તેમજ GRD મળીને કુલ છ કર્મચારીઓને આપી નોટિસને ખુલાસો માંગ્યો હતો. 

Mahisagar: સંતરામપુરના પરથમપુરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 856થી વધુ મતદારોએ કર્યું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરથમપુરમાં ફરી મતદાન કરાતા 856 લોકો દ્વારા મતદાન કરાયું
  • 7 મે ના દિવસે 852 લોકોએ કર્યુ હતુ મતદાન
  • મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યા

દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો. વિજય ભાભોર નામક યુવાન દ્વારા સોસિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કર્યું હતું. જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો,જેને લઈ ચૂંટણીપંચના આદેશ અનુસાર આજે ફરી સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. 

મતદાન પ્રકિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યા

મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન બુથ કેપ્ચરિંગ મામલે આજ રોજ મતદાન કરવામાં આવ્યું હતું. પહેલા કરતા પરથમપુરમાં મતદાન આંકમાં વધારો નોંધાયો છે. સંતરામપુરના પરથમપુરમાં 7 મે ના દિવસે 852 લોકોએ મતદાન કર્યુ હતુ. જોકે  ફરી મતદાન કરાતા 856 લોકો દ્વારા મતદાન કરાતા મતદાન આંકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ મતદાન પ્રકિયા પૂર્ણ થતા EVM સીલ કરવામાં આવ્યા

પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ

આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

પોલિંગ બુથના કર્મચારીઓને મળી હતી નોટીસ

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે મહીસાગર ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતુ અને બાલાસિનોરના મામલતદારે 6 કર્મચારીઓને નોટીસ પાઠવી હતી. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી બદલ બાલાસિનોરના મામલતદારે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલિંગ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ તેમજ GRD મળીને કુલ છ કર્મચારીઓને આપી નોટિસને ખુલાસો માંગ્યો હતો.