Ahmedabadના પાલડીમાં આવેલી દાસ ખમણની ચટણીમાં જીવાત નિકળતા ગ્રાહકે કર્યો હોબાળો

અમદાવાદમાં ફરી ફુડમાંથી નિકળી જીવાત દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી નિકળી જીવાત ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા એએમસીની ટીમે તપાસ કરી અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે. દાસ ખમણની અલગ-અલગ છે બ્રાન્ચ દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. પાલડીના શિવાલિક કોમ્પ્લેક્સમાં પણ દાસ ખમણની દુકાન છે. જ્યાં રાજ શાહ નામના ગ્રાહક આજે સવારે 11 વાગ્યાની આસપાસ દુકાને નાસ્તો લેવા ગયો હતો. તેઓએ ખમણ, સેવ ખમણી સહિત વિવિધ વસ્તુઓ લીધી હતી. જેની સાથે ચટણી પણ આપવામાં આવી હતી. તેઓ ઘરે ગયા બાદ નાસ્તો કરવા માટે ચટણી કાઢી અને ખાધી હતી, જ્યારે છેલ્લે થોડી ચટણી બચી ત્યારે તેમણે જોયું તો ચટણીમાં કોઈ જીવાત હતી. ફૂડ વિભાગે હાથધરી તપાસ દુકાનમાં આ રીતે જીવાત આવી ગઈ હશે અને ભૂલથી થયું હશે તેવું સ્વીકારી માફી માંગી હતી. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફુડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં હવે તપાસ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલના સુપમાંથી પણ નિકળી હતી જીવાત SVP હોસ્પિટલમાં જે એજન્સીને કેન્ટીનમાં કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા રૂ. 70માં વેજિટેબલ સૂપ આપવામાં આવે છે. જ્યારે એક વૃદ્ધ દર્દી માટે તેમના પુત્ર દ્વારા વેજિટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે એ સૂપમાં જીવાત નીકળી હતી. ત્યાર બાદ તેમના દ્વારા કેન્ટીનમાં ફરિયાદ કરવામાં આવી હતી.11 એપ્રિલ 2024ના રોજ ગ્રાહકને નોનવેજ બર્ગર પિરસાયું ગુલબાઇ ટેકરા પાસે મોકા કાફેમાં યુવતી પરિવાર સાથે જમવા ગઈ હતી. જ્યાં યુવતી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર આવતા જ યુવતીએ જમવાનું શરૂ કર્યું હતું, પરંતુ શંકાસ્પદ લાગત તેને ચેક કરતા નોનવેજ બર્ગર નિકળ્યો હતો. આ અંગે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. 

Ahmedabadના પાલડીમાં આવેલી દાસ ખમણની ચટણીમાં જીવાત નિકળતા ગ્રાહકે કર્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ફરી ફુડમાંથી નિકળી જીવાત
  • દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી નિકળી જીવાત
  • ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા એએમસીની ટીમે તપાસ કરી

અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.

દાસ ખમણની અલગ-અલગ છે બ્રાન્ચ

દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. પાલડીના શિવાલિક કોમ્પ્લેક્સમાં પણ દાસ ખમણની દુકાન છે. જ્યાં રાજ શાહ નામના ગ્રાહક આજે સવારે 11 વાગ્યાની આસપાસ દુકાને નાસ્તો લેવા ગયો હતો. તેઓએ ખમણ, સેવ ખમણી સહિત વિવિધ વસ્તુઓ લીધી હતી. જેની સાથે ચટણી પણ આપવામાં આવી હતી. તેઓ ઘરે ગયા બાદ નાસ્તો કરવા માટે ચટણી કાઢી અને ખાધી હતી, જ્યારે છેલ્લે થોડી ચટણી બચી ત્યારે તેમણે જોયું તો ચટણીમાં કોઈ જીવાત હતી.

ફૂડ વિભાગે હાથધરી તપાસ

દુકાનમાં આ રીતે જીવાત આવી ગઈ હશે અને ભૂલથી થયું હશે તેવું સ્વીકારી માફી માંગી હતી. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફુડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં હવે તપાસ કરવામાં આવી રહી છે.

એસવીપી હોસ્પિટલના સુપમાંથી પણ નિકળી હતી જીવાત

SVP હોસ્પિટલમાં જે એજન્સીને કેન્ટીનમાં કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા રૂ. 70માં વેજિટેબલ સૂપ આપવામાં આવે છે. જ્યારે એક વૃદ્ધ દર્દી માટે તેમના પુત્ર દ્વારા વેજિટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે એ સૂપમાં જીવાત નીકળી હતી. ત્યાર બાદ તેમના દ્વારા કેન્ટીનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

11 એપ્રિલ 2024ના રોજ ગ્રાહકને નોનવેજ બર્ગર પિરસાયું

ગુલબાઇ ટેકરા પાસે મોકા કાફેમાં યુવતી પરિવાર સાથે જમવા ગઈ હતી. જ્યાં યુવતી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર આવતા જ યુવતીએ જમવાનું શરૂ કર્યું હતું, પરંતુ શંકાસ્પદ લાગત તેને ચેક કરતા નોનવેજ બર્ગર નિકળ્યો હતો. આ અંગે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.