Rain News: કચ્છ,અમરેલીથી લઈ ગોંડલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

કચ્છ અને અમરેલી ભારે પવન સાથે વરસાદી માહોલ ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધરરાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે વચ્ચે વિવિધ ભાગોમાં શનિવારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કચ્છના ભચાઉથી લઈ સૌરાષ્ટ્રના અમરેલીના ધારી અને ગોંડલમાં ભારે પવના સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. જેના સાથે જ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 11 એપ્રિલથી 13 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલામાં ઉકળાટ અને બફારા વચ્ચે છાંટા ખરતા જોવા મળ્યા છે.અમરેલી અને કચ્છમાં પવન સાથે વરસાદ આ તરફ અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતો મુંઝવણમાં મુકાઇ ગયા છે.ગોંડલના હવામાનમાં પલટો આ તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ શહેર અને પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ તરફ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનના કારણે જીવ ટાળવે ચોંટ્યો છે.ક્યા પાકને નુકસાનને શક્યતા વરસાદના કારણે ઉનાળું પાકમાં તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચથી લઈ કેરીના પાકને સૌથી વધુ નુકસાનની શક્યતા વર્તાઇ રહી છે. જેમાં પણ કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યો છે. 

Rain News: કચ્છ,અમરેલીથી લઈ ગોંડલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છ અને અમરેલી ભારે પવન સાથે વરસાદી માહોલ
  • ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા
  • કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે વચ્ચે વિવિધ ભાગોમાં શનિવારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કચ્છના ભચાઉથી લઈ સૌરાષ્ટ્રના અમરેલીના ધારી અને ગોંડલમાં ભારે પવના સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. જેના સાથે જ હવામાનમાં પલટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા 11 એપ્રિલથી 13 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલામાં ઉકળાટ અને બફારા વચ્ચે છાંટા ખરતા જોવા મળ્યા છે.

અમરેલી અને કચ્છમાં પવન સાથે વરસાદ
આ તરફ અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતો મુંઝવણમાં મુકાઇ ગયા છે.

ગોંડલના હવામાનમાં પલટો
આ તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ શહેર અને પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ તરફ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનના કારણે જીવ ટાળવે ચોંટ્યો છે.

ક્યા પાકને નુકસાનને શક્યતા
વરસાદના કારણે ઉનાળું પાકમાં તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચથી લઈ કેરીના પાકને સૌથી વધુ નુકસાનની શક્યતા વર્તાઇ રહી છે. જેમાં પણ કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યો છે.