રૂસ્તમપુરાના યુવાને ઓનલાઇન મોબાઇલ ખરીદવા જતા રૂ. 62 હજાર ગુમાવ્યા

- ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શનમાં સેમસંગ એસ23 મોબાઇલ ખરીદવા મેસેજ કર્યોઃ હોમ ડિલીવરીના નામે મોબાઇલ મોકલાવી પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું પરંતુ પેમેન્ટ થયું નથી એમ કહી મોબાઇલ પરત લઇ લીધોસુરતશહેરના રૂસ્તમપુરા-ઇચ્છા ડોશીની વાડીમાં રહેતા યુવાને ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શન થકી મોબાઇલ ખરીદવા જતા રૂ. 62 હજાર ગુમાવતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઝાંપાબજાર સ્થિત દેવળી મુબારક વિસ્તારમાં ટ્રસ્ટની ઓફિસમાં નોકરી કરતા હુસેન અલીઅસગર અમદાવાદવાલા (ઉ.વ. 40 રહે. પાકીજા મંઝિલ, ઇચ્છા ડોશીની વાડી, રૂસ્તમપુરા, સુરત) ગત 17 માર્ચે ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શનમાં સર્ચ દરમિયાન સેમસંગ એસ23 મોબાઇલ ખરીદવા મેસેન્જર એપ મારફતે મેસેજ કર્યો હતો. જેમાં જયુભા ઝાલા નામની ફેસબુક આઇડી ઉપરથી મેસેન્જરમાં એક મોબાઇલ નંબર આવ્યો હતો અને તેના ઉપર વાતચીત કરી હતી. જેમાં રીંગરોડ સ્થિત 14 અંજટા શોપીંગ સેન્ટરનું સરનામું મોકલાવ્યું હતું અને મોબાઇલ ફોનની હોમ ડિલીવરી કરશે એવું કહ્યું હતું. દરમિયાનમાં બીજા દિવસે રીતેશ નામનો યુવક મોબાઇલ ફોન લઇ ડિલીવરી આપવા આવ્યો હતો અને તે અરસામાં જે નંબર ઉપર વાતચીત થઇ હતી તે નંબર ઉપરથી ક્યુઆર કોડ મોકલાવી પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી હુસેને તુરંત જ રૂ. 62 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને બોક્સ ખોલી મોબાઇલ ચેક કરી રહ્યો હતો. પરંતુ ડિલીવરી આપવા આવનાર રીતેશ નામના યુવકે પેમેન્ટ ટ્રાન્સફર થયું નથી એમ કહી મોબાઇલ લઇ પરત ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ હુસેને અનેક વખત કોલ કર્યા હતા પરંતુ કોઇ રિપ્લાય આપ્યો ન હતો.

રૂસ્તમપુરાના યુવાને ઓનલાઇન મોબાઇલ ખરીદવા જતા રૂ. 62 હજાર ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



- ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શનમાં સેમસંગ એસ23 મોબાઇલ ખરીદવા મેસેજ કર્યોઃ હોમ ડિલીવરીના નામે મોબાઇલ મોકલાવી પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું પરંતુ પેમેન્ટ થયું નથી એમ કહી મોબાઇલ પરત લઇ લીધો


સુરત

શહેરના રૂસ્તમપુરા-ઇચ્છા ડોશીની વાડીમાં રહેતા યુવાને ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શન થકી મોબાઇલ ખરીદવા જતા રૂ. 62 હજાર ગુમાવતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.


ઝાંપાબજાર સ્થિત દેવળી મુબારક વિસ્તારમાં ટ્રસ્ટની ઓફિસમાં નોકરી કરતા હુસેન અલીઅસગર અમદાવાદવાલા (ઉ.વ. 40 રહે. પાકીજા મંઝિલ, ઇચ્છા ડોશીની વાડી, રૂસ્તમપુરા, સુરત) ગત 17 માર્ચે ફેસબુક ઉપર માર્કેટ પ્લસ ઓપ્શનમાં સર્ચ દરમિયાન સેમસંગ એસ23 મોબાઇલ ખરીદવા મેસેન્જર એપ મારફતે મેસેજ કર્યો હતો. જેમાં જયુભા ઝાલા નામની ફેસબુક આઇડી ઉપરથી મેસેન્જરમાં એક મોબાઇલ નંબર આવ્યો હતો અને તેના ઉપર વાતચીત કરી હતી. જેમાં રીંગરોડ સ્થિત 14 અંજટા શોપીંગ સેન્ટરનું સરનામું મોકલાવ્યું હતું અને મોબાઇલ ફોનની હોમ ડિલીવરી કરશે એવું કહ્યું હતું. દરમિયાનમાં બીજા દિવસે રીતેશ નામનો યુવક મોબાઇલ ફોન લઇ ડિલીવરી આપવા આવ્યો હતો અને તે અરસામાં જે નંબર ઉપર વાતચીત થઇ હતી તે નંબર ઉપરથી ક્યુઆર કોડ મોકલાવી પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી હુસેને તુરંત જ રૂ. 62 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને બોક્સ ખોલી મોબાઇલ ચેક કરી રહ્યો હતો. પરંતુ ડિલીવરી આપવા આવનાર રીતેશ નામના યુવકે પેમેન્ટ ટ્રાન્સફર થયું નથી એમ કહી મોબાઇલ લઇ પરત ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ હુસેને અનેક વખત કોલ કર્યા હતા પરંતુ કોઇ રિપ્લાય આપ્યો ન હતો.