મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર આગામી લોકસભાની ચુંટણીમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચુંટણી વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતી કાર્યક્રમ હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે સ્વીપ અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જીલ્લાની વિવિધ કોલેજોમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત વઢવાણ વિધાનસભા ખાતે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવા મતદારોમાં મતદાનની નૈતિક ફરજનો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય મતદારોને જાગૃત કરવા સોશિયલ કેમ્પઈન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં હું અવશ્ય મતદાન કરીશ એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા. આ ઉપરાંત આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સૌપ્રથમ વાર મતદાન કરનાર યુવતીઓ માટે ખાસ સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની તમામ યુવતીઓએ અવશ્ય મતદાન કરવા મતદાર પ્રતિજ્ઞાા ગ્રહણ કરી બોર્ડ ઉપર હર્ષભેર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ એમ. ઓઝા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ સી. પરમાર, વઢવાણ તાલુકા સ્વીપ નોડલ અધિકારી રેખાબેન પરમાર સહીત મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના શિક્ષકો અન્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર આગામી લોકસભાની ચુંટણીમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચુંટણી વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતી કાર્યક્રમ હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે સ્વીપ અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જીલ્લાની વિવિધ કોલેજોમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત વઢવાણ વિધાનસભા ખાતે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવા મતદારોમાં મતદાનની નૈતિક ફરજનો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય મતદારોને જાગૃત કરવા સોશિયલ કેમ્પઈન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં હું અવશ્ય મતદાન કરીશ એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા. 

આ ઉપરાંત આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સૌપ્રથમ વાર મતદાન કરનાર યુવતીઓ માટે ખાસ સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની તમામ યુવતીઓએ અવશ્ય મતદાન કરવા મતદાર પ્રતિજ્ઞાા ગ્રહણ કરી બોર્ડ ઉપર હર્ષભેર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ એમ. ઓઝા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ સી. પરમાર, વઢવાણ તાલુકા સ્વીપ નોડલ અધિકારી રેખાબેન પરમાર સહીત મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના શિક્ષકો અન્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.