Bharuch: જૂના ભરૂચનાં વિસ્તારોમાં વિકાસ અંગે ભેદભાવ કરાયો

કેટલાક વિસ્તારોમાં બિસમાર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાંતંત્ર દ્વારા માર્ગ પર માત્ર પેચવર્ક કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી છે બિસમાર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો જૂના ભરૂચના કેટલાક વિસ્તારોમાં માર્ગ પર પેવર બ્લોક તો કેટલાક વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જુના ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચના વિસ્તારોમાં વિકાસ અંગે ભેદભાવ ભરેલ રિતિનિતિ અપનાવાઈ રહી છે. જુના ભરૂચના કેટલાક વિસ્તારોમાં માર્ગ પર પેવર બ્લોક તો કેટલાક વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જુના ભરૂચમાં આવેલ કોઠી રોડથી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જુના ભરૂચના એક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યો છે. ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગ પર માત્ર પેચવર્ક કરવામાં આવ્યુ છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. જુના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે આજદીન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. સોનેરી મહેલથી ભોઈવાડ, ચકલા, કંસારવાડ આ માર્ગો પર પેવર બ્લોક નાખી રસ્તા બનાવ્યો છે પરંતુ સોનેરી મહેલથી કતોપોર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોઈ છતાં એ રસ્તો બનાવાતો નથી.તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે. આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થાનકો પણ આવેલા છે તેથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જૂના ભરૂચનો વિસ્તાર એટલે ઐતિહાસિક વિસ્તાર ભરૂચ નગરના સેવાશ્રામ રોડ અને ઝાડેશ્વર અને આજુબાજુઓની સોસાયટીઓનો વિકાસ હાલના વરસોમાં થયો છે જયારે જુના ભરૂચનું અસ્તિત્વ શૈકાઓ જુનુ છે. આ વિસ્તારમાં ઐતિહાસિક સ્મારકો અને જુના ધાર્મિક સ્થાનકો આવેલા છે. આ કારણોસર જુના ભરૂચના વિકાસ માટે રસ્તાઓનું સમારકામ વહેલી તકે થવું જોઈએ. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રસ્તાનું સમારકામ જરૂરી રીક્ષા અને અન્ય વાહનો માટે કસકથી ધોળીકુઈ, દાંડીયાબજાર, હાજીખાના, ચકલા, લાલબજાર થઈ ચાર રસ્તા સુધીના રસ્તાનો વિકાસ કરવામાં આવે તેથી રીક્ષા અને અન્ય નાના વાહનો આ રસ્તા પરથી પસાર થાય તો સ્ટેશનથી પાંચબત્તી અને મહંમદપુરા સુધીના રસ્તા પરનું ટ્રાફીકનું ભારણ ઓછુ થાય જેથી ટ્રાફીકની સમસ્યા પણ ઓછી થાય.

Bharuch: જૂના ભરૂચનાં વિસ્તારોમાં વિકાસ અંગે ભેદભાવ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેટલાક વિસ્તારોમાં બિસમાર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં
  • તંત્ર દ્વારા માર્ગ પર માત્ર પેચવર્ક કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી છે
  • બિસમાર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો
  • જૂના ભરૂચના કેટલાક વિસ્તારોમાં માર્ગ પર પેવર બ્લોક તો કેટલાક વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

જુના ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચના વિસ્તારોમાં વિકાસ અંગે ભેદભાવ ભરેલ રિતિનિતિ અપનાવાઈ રહી છે. જુના ભરૂચના કેટલાક વિસ્તારોમાં માર્ગ પર પેવર બ્લોક તો કેટલાક વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રસ્તા હોવાના કારણે લોકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

જુના ભરૂચમાં આવેલ કોઠી રોડથી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જુના ભરૂચના એક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યો છે. ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગ પર માત્ર પેચવર્ક કરવામાં આવ્યુ છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે.

જુના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે આજદીન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. સોનેરી મહેલથી ભોઈવાડ, ચકલા, કંસારવાડ આ માર્ગો પર પેવર બ્લોક નાખી રસ્તા બનાવ્યો છે પરંતુ સોનેરી મહેલથી કતોપોર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોઈ છતાં એ રસ્તો બનાવાતો નથી.તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે. આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થાનકો પણ આવેલા છે તેથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

જૂના ભરૂચનો વિસ્તાર એટલે ઐતિહાસિક વિસ્તાર

ભરૂચ નગરના સેવાશ્રામ રોડ અને ઝાડેશ્વર અને આજુબાજુઓની સોસાયટીઓનો વિકાસ હાલના વરસોમાં થયો છે જયારે જુના ભરૂચનું અસ્તિત્વ શૈકાઓ જુનુ છે. આ વિસ્તારમાં ઐતિહાસિક સ્મારકો અને જુના ધાર્મિક સ્થાનકો આવેલા છે. આ કારણોસર જુના ભરૂચના વિકાસ માટે રસ્તાઓનું સમારકામ વહેલી તકે થવું જોઈએ.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રસ્તાનું સમારકામ જરૂરી

રીક્ષા અને અન્ય વાહનો માટે કસકથી ધોળીકુઈ, દાંડીયાબજાર, હાજીખાના, ચકલા, લાલબજાર થઈ ચાર રસ્તા સુધીના રસ્તાનો વિકાસ કરવામાં આવે તેથી રીક્ષા અને અન્ય નાના વાહનો આ રસ્તા પરથી પસાર થાય તો સ્ટેશનથી પાંચબત્તી અને મહંમદપુરા સુધીના રસ્તા પરનું ટ્રાફીકનું ભારણ ઓછુ થાય જેથી ટ્રાફીકની સમસ્યા પણ ઓછી થાય.