લોન પર મોબાઇલ ફોન લઇને બારોબાર વેચાણનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,શુક્રવારઆર્થિક જરૂરિયાત ધરાવતા લોકોને ઓછા વ્યાજે લોન અપાવવાનું કહીને તેમના ડોક્યુમેન્ટ પરથી મોબાઇલ ફોન ખરીદીને બારોબાર વેચાણ કરીને ૨૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના કૌભાંડનો બોપલ પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. જે સંદર્ભમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.ચાર દિવસ પહેલા બોપલ પોલીસ મથકે ભાવિક વાઘેલા નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી કે  તેમની પત્નીના નામે ઇન્સ્ટા લોન અપાવવાનું કહીને ડોક્યુમેન્ટ લીધા બાદ લોન નહી આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ એ પી ચૌધરીઅ ેદીક્ષીત સોની (રહે.સ્વામીનારાયણ પાર્ક-૧, વાસણા) અને  મોઇન છીપા (રહે.રાયખડ)ને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં તેમણે જરૂરિયાત ધરાવતા લોકોને ઓછા વ્યાજે લોન અપાવવા માટે થલતેજમાં એક ઓફિસ શરૂ કરી હતી. જેમાં તે સોશિયલ મિડીયા દ્વારા જરૂરિયાત વાળા લોકોને શોધીને તેમના ડોક્યુમેન્ટ લઇને બોપલમાં આવેલી ફોનવાલે નામની શોપ લાવીને તેમને લોન પાસ થયાનો મેસેજ મોકલીને મોબાઇલ ફોનની લોન લેતા હતા. બાદમાં તે વેચાણ કરી હતી. આ મોડ્સ ઓપરેન્ડી દ્વારા અત્યાર સુધીમાં ૨૨ લાખ રૂપિયાના ફોન વેચાણ કરીને છેતરપિંડી આચરી હતી.  આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

લોન પર મોબાઇલ ફોન લઇને બારોબાર વેચાણનું કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

આર્થિક જરૂરિયાત ધરાવતા લોકોને ઓછા વ્યાજે લોન અપાવવાનું કહીને તેમના ડોક્યુમેન્ટ પરથી મોબાઇલ ફોન ખરીદીને બારોબાર વેચાણ કરીને ૨૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના કૌભાંડનો બોપલ પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. જે સંદર્ભમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.ચાર દિવસ પહેલા બોપલ પોલીસ મથકે ભાવિક વાઘેલા નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી કે  તેમની પત્નીના નામે ઇન્સ્ટા લોન અપાવવાનું કહીને ડોક્યુમેન્ટ લીધા બાદ લોન નહી આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ એ પી ચૌધરીઅ ેદીક્ષીત સોની (રહે.સ્વામીનારાયણ પાર્ક-૧, વાસણા) અને  મોઇન છીપા (રહે.રાયખડ)ને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં તેમણે જરૂરિયાત ધરાવતા લોકોને ઓછા વ્યાજે લોન અપાવવા માટે થલતેજમાં એક ઓફિસ શરૂ કરી હતી. જેમાં તે સોશિયલ મિડીયા દ્વારા જરૂરિયાત વાળા લોકોને શોધીને તેમના ડોક્યુમેન્ટ લઇને બોપલમાં આવેલી ફોનવાલે નામની શોપ લાવીને તેમને લોન પાસ થયાનો મેસેજ મોકલીને મોબાઇલ ફોનની લોન લેતા હતા. બાદમાં તે વેચાણ કરી હતી. આ મોડ્સ ઓપરેન્ડી દ્વારા અત્યાર સુધીમાં ૨૨ લાખ રૂપિયાના ફોન વેચાણ કરીને છેતરપિંડી આચરી હતી.  આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.