Rajkot News: હાઉસિંગ બોર્ડ સહિતની આવાસ યોજનાના 1 હજારથી વધુ આવાસ જર્જરિત

જર્જરિત મકાનોમાં લોકો રહેવા મજબૂર ભારે પવન અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના થવાની શક્યતા જર્જરિત આવાસમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાની સ્થિતિરાજકોટ હાઉસિંગ બોર્ડ 1 હજારથી વધુ આવાસ જર્જરિત હાલતમાં છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારી નિયમોની આંટીઘૂંટીને પગલે દર વર્ષે ચોમાસામાં હજારો લોકો ઉપર જોખમ.ગત વર્ષે પણ જર્જરિત આવાસ RMCએ ખાલી કરાવેલા.. નવા આવાસ નિયમોને કારણે બની શકતા નથી.જર્જરિત મકાનોમાં લોકો રહેવા મજબૂર, ભારે પવન અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના થવાની શક્યતા.જર્જરિત આવાસમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાની સ્થિતિ.હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો છે જેમાં લોકો રહેવા મજબૂર ચોમાસાએ જ્યારે દસ્તક દઈ દીધી છે ભારે વરસાદ આવે ત્યારે આવા મકાનો એકદમ જોખમી બની જતા હોય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જાણે કોઈ દુર્ઘટના થાય પછી જ એક્શન મોડમાં આવે તો શું કામનું? તેવું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે. રાજકોટમાં અનેક વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો છે જેમાં લોકો રહેવા મજબૂર છે, કારણ કે સરકાર કે તંત્ર તરફથી આવાસને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. મજબૂરીના કારણે પરિવારો અહીં રહેવા મજબૂર રાજકોટ હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિલાઓએ જણાવ્યું કે, જર્જરિત આવાસના કારણે અમને રોજ ભયનો સામનો કરવો પડે છે. આવાસના અંદરના પોપડા ખરવાથી અનેક વખત અનેક લોકોને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી છે, પણ અહીં રહેનારા પરિવારો મજબૂરીના કારણે રહે છે. તેમાં પણ સરકાર કે તંત્ર કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જર્જરિત આવાસો ખાલી કરવાની સૂચનાઓ આપે છે જે યોગ્ય નથી.

Rajkot News: હાઉસિંગ બોર્ડ સહિતની આવાસ યોજનાના 1 હજારથી વધુ આવાસ જર્જરિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જર્જરિત મકાનોમાં લોકો રહેવા મજબૂર
  • ભારે પવન અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના થવાની શક્યતા
  • જર્જરિત આવાસમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાની સ્થિતિ

રાજકોટ હાઉસિંગ બોર્ડ 1 હજારથી વધુ આવાસ જર્જરિત હાલતમાં છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારી નિયમોની આંટીઘૂંટીને પગલે દર વર્ષે ચોમાસામાં હજારો લોકો ઉપર જોખમ.ગત વર્ષે પણ જર્જરિત આવાસ RMCએ ખાલી કરાવેલા.. નવા આવાસ નિયમોને કારણે બની શકતા નથી.જર્જરિત મકાનોમાં લોકો રહેવા મજબૂર, ભારે પવન અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના થવાની શક્યતા.જર્જરિત આવાસમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાની સ્થિતિ.

હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો છે જેમાં લોકો રહેવા મજબૂર 

ચોમાસાએ જ્યારે દસ્તક દઈ દીધી છે ભારે વરસાદ આવે ત્યારે આવા મકાનો એકદમ જોખમી બની જતા હોય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જાણે કોઈ દુર્ઘટના થાય પછી જ એક્શન મોડમાં આવે તો શું કામનું? તેવું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે. રાજકોટમાં અનેક વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો છે જેમાં લોકો રહેવા મજબૂર છે, કારણ કે સરકાર કે તંત્ર તરફથી આવાસને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

મજબૂરીના કારણે પરિવારો અહીં રહેવા મજબૂર

રાજકોટ હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિલાઓએ જણાવ્યું કે, જર્જરિત આવાસના કારણે અમને રોજ ભયનો સામનો કરવો પડે છે. આવાસના અંદરના પોપડા ખરવાથી અનેક વખત અનેક લોકોને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી છે, પણ અહીં રહેનારા પરિવારો મજબૂરીના કારણે રહે છે. તેમાં પણ સરકાર કે તંત્ર કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જર્જરિત આવાસો ખાલી કરવાની સૂચનાઓ આપે છે જે યોગ્ય નથી.