Gandhinagarમાં RTOનું સર્વર ડાઉન હોવાની લર્નિંગ લાઇસન્સને લઈને અરજદારોને ધક્કા પડયા

ગાંધીનગર RTOમાં સર્વર ડાઉન હોવાની અરજદારોને પડી રહ્યાં છે ધક્કા ITIમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અનેક મુશ્કેલીઓ RTOમાં પંખા કે પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ ગાંધીનગરનાં સેકટર 15 આઈટીઆઈમાં છેલ્લા કેટલાક દિવસથી RTOનું સર્વર ડાઉન થવાની સમસ્યાના કારણે લર્નિંગ લાયસન્સ સંબંધી કામગીરી ઠપ થઇ જવા પામી છે. સર્વરમાં ધાંધીયાનાં કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વખત આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.તો આ સર્વરની સમસ્યા એક વખતની નહી પણ અનેક વખતની છે,સરકારે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ પાણીની પણ કોઈ વ્યવસ્થા નહી ગાંધીનગર આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર છાશવારે ડાઉન થઈ જવાની બૂમરાણ વચ્ચે સેકટર - 15 આઈટીઆઈ ખાતે કાર્યરત લર્નિંગ લાયસન્સ કામગીરી પણ ડામાડોળ થઈ ગઈ છે.નાગરિકોની સુવિધા માટે લર્નિંગ લાયસન્સની કામગીરી આઈટીઆઈને સોપવામાં આવ્યા પછી લાયસન્સ કઢાવવા માટે જનારા અરજદારોની મુશ્કેલી ઘટવાની જગ્યાએ વધી ગઈ છે. અહીં દરરોજ હજારો લોકો લાયસન્સની કામગીરી અર્થે આવતા હોવા છતાં પાણી કે બેસવાની જરૂરી સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ નથી. આવુ ઘણી વાર થાય છે તેવુ અરજદારોનું કહેવું છે આરટીઓમાં સર્વર ખોરવાઉ એ કોઈ દિવસની નહી પણ મહિનામાં બે થી ત્રણ વાર આવી ઘટના બને છે.અમદાવાદ આરટીઓમાં તો અઠવાડિયામાં એક-બે દિવસ સર્વર ડાઉન હોવાની સમસ્યા સર્જાય છે,અરજદારોએ ઓનલાઈન તારીખ અને સમય લીધો હોય છે પરંતુ ઘણીવાર સર્વર ડાઉન હોવાથી અરજદારોને ધરમનો ધક્કો પડે છે,સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ કેમકે આ સમસ્યા ગુજરાતના આરટીઓમાં બનતી જ રહેતી હોય છે.

Gandhinagarમાં RTOનું સર્વર ડાઉન હોવાની લર્નિંગ લાઇસન્સને લઈને અરજદારોને ધક્કા પડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર RTOમાં સર્વર ડાઉન હોવાની અરજદારોને પડી રહ્યાં છે ધક્કા
  • ITIમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અનેક મુશ્કેલીઓ
  • RTOમાં પંખા કે પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ

ગાંધીનગરનાં સેકટર 15 આઈટીઆઈમાં છેલ્લા કેટલાક દિવસથી RTOનું સર્વર ડાઉન થવાની સમસ્યાના કારણે લર્નિંગ લાયસન્સ સંબંધી કામગીરી ઠપ થઇ જવા પામી છે. સર્વરમાં ધાંધીયાનાં કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વખત આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.તો આ સર્વરની સમસ્યા એક વખતની નહી પણ અનેક વખતની છે,સરકારે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ

પાણીની પણ કોઈ વ્યવસ્થા નહી

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર છાશવારે ડાઉન થઈ જવાની બૂમરાણ વચ્ચે સેકટર - 15 આઈટીઆઈ ખાતે કાર્યરત લર્નિંગ લાયસન્સ કામગીરી પણ ડામાડોળ થઈ ગઈ છે.નાગરિકોની સુવિધા માટે લર્નિંગ લાયસન્સની કામગીરી આઈટીઆઈને સોપવામાં આવ્યા પછી લાયસન્સ કઢાવવા માટે જનારા અરજદારોની મુશ્કેલી ઘટવાની જગ્યાએ વધી ગઈ છે. અહીં દરરોજ હજારો લોકો લાયસન્સની કામગીરી અર્થે આવતા હોવા છતાં પાણી કે બેસવાની જરૂરી સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ નથી.


આવુ ઘણી વાર થાય છે તેવુ અરજદારોનું કહેવું છે 

આરટીઓમાં સર્વર ખોરવાઉ એ કોઈ દિવસની નહી પણ મહિનામાં બે થી ત્રણ વાર આવી ઘટના બને છે.અમદાવાદ આરટીઓમાં તો અઠવાડિયામાં એક-બે દિવસ સર્વર ડાઉન હોવાની સમસ્યા સર્જાય છે,અરજદારોએ ઓનલાઈન તારીખ અને સમય લીધો હોય છે પરંતુ ઘણીવાર સર્વર ડાઉન હોવાથી અરજદારોને ધરમનો ધક્કો પડે છે,સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ કેમકે આ સમસ્યા ગુજરાતના આરટીઓમાં બનતી જ રહેતી હોય છે.