Junagadh News: સ્વામી વિજય પ્રકાશદાસ પર હુમલો કરનાર 5 ઝડપાયા

સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પર થયો હતો હુમલો5 આરોપીને જુનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડયા સ્વામી વિજય પ્રકાશદાસે નોંધાવી હતી પોલીસ ફરીયાદ થોડા દિવસ પહેલા જુનાગઢ શ્રીધામ ઝાલણસર સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હવે પોલીસે કાર્યવાહી કારીબને હુમલો કરનાર 5 આરોપીઓને ઝડપી પાડયા છે. જમીન મામલે આરોપીઓ દ્વારા વિજય પ્રકાશદાસ સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા શ્રીધામ સંસ્થાના વિજય પ્રકાશદાસ સ્વામી પર 6 શખ્સો દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર 5 આરોપીને જુનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. વિજય પ્રકાશદાસ સ્વામી પર સંસ્થામાં ધસી આવી ઓફિસમાં 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ, ઝાલણસર શ્રીધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશદાસે 6 શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્વામી પર થયેલ હુમલાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાલુકા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા દહેગામ નજીકની જમીન મામલે 6 શખ્સોએ સ્વામી વિજય પ્રકાશદાસને ભૂંડી ગાળો કાઢી તેની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર જય મોલીયા, જસ્મીન માઢક, પ્રકાશ વાઘ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરને તાલુકા પોલીસે ઝડપી પાડયા આવ્યા છે. તમામ આરોપીની હાલ તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સ્વામી વિજય પ્રકાશને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આ વિડીયોના આધારે સ્વામી વિજય પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જમીનનો સોદો કેન્સલ થતાં રૂપિયા સ્વામીને પરત ન આપવા પડે તે માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું અને સ્વામીને માર મારવામાં આવ્યો હતો.

Junagadh News: સ્વામી વિજય પ્રકાશદાસ પર હુમલો કરનાર 5 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પર થયો હતો હુમલો
  • 5 આરોપીને જુનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડયા
  • સ્વામી વિજય પ્રકાશદાસે નોંધાવી હતી પોલીસ ફરીયાદ

થોડા દિવસ પહેલા જુનાગઢ શ્રીધામ ઝાલણસર સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હવે પોલીસે કાર્યવાહી કારીબને હુમલો કરનાર 5 આરોપીઓને ઝડપી પાડયા છે. જમીન મામલે આરોપીઓ દ્વારા વિજય પ્રકાશદાસ સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો.


થોડા દિવસો પહેલા શ્રીધામ સંસ્થાના વિજય પ્રકાશદાસ સ્વામી પર 6 શખ્સો દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર 5 આરોપીને જુનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. વિજય પ્રકાશદાસ સ્વામી પર સંસ્થામાં ધસી આવી ઓફિસમાં 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ, ઝાલણસર શ્રીધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશદાસે 6 શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


સ્વામી પર થયેલ હુમલાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાલુકા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા દહેગામ નજીકની જમીન મામલે 6 શખ્સોએ સ્વામી વિજય પ્રકાશદાસને ભૂંડી ગાળો કાઢી તેની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર જય મોલીયા, જસ્મીન માઢક, પ્રકાશ વાઘ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરને તાલુકા પોલીસે ઝડપી પાડયા આવ્યા છે. તમામ આરોપીની હાલ તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


સ્વામી વિજય પ્રકાશને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આ વિડીયોના આધારે સ્વામી વિજય પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જમીનનો સોદો કેન્સલ થતાં રૂપિયા સ્વામીને પરત ન આપવા પડે તે માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું અને સ્વામીને માર મારવામાં આવ્યો હતો.