ગુંદાલામાં ખેડૂતોને 6 દાયકા પહેલા ફાળવાયેલી જમીનોની માપણી કરાઈ નથી

વખતોવખત રજૂઆત કરવા છતાં તંત્ર ઢીલી નીતિ વાપરી રહ્યું છેઃ આવેદનપત્ર પાઠવાયું૨૧ દિવસમાં આ પ્રશ્રનો નિરાકરણ નહીં આવે તો મુંદરા પ્રાંત કચેરી સામે ધરણા અને ભુખ હડતાલની દલિત અધિકાર મંચની રજુઆતભુજ: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ગુંદાલાના ખેડૂતો દ્વારા મુન્દ્રા પ્રાંત અધિકારીને વ્યક્તિગત ખેડૂતોની અરજી આપવામાં આવી સાથે જમીનોની માપણી કરીને જમીન સ્થળ પર નિર્ધારિત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વર્ષ ૧૯૬૦ ના આસપાસના વર્ષમાં ગુંદાલાના ખેડૂતોને જમીનો ફાળવવામાં આવેલી હતી, તે બાદ છ દાયકા જેટલો સમય વીતી જવા છતાં પણ આજ દિવસ સુધી એ ખેડૂતોને જમીનની માપણી કરી દેવામાં આવી નથી. જમીનોની માપણી નથી થયેલ માટે જમીનો સ્થળ ઉપર ચોક્કસ નિર્ધારિત થતી નથી. એના પગલે વખતોવખત રજૂઆત કરવા છતાં તંત્ર ઢીલી નીતિ વાપરી રહ્યું છે તેવું જણાઈ આવે છે,મુખ્ય પ્રશ્ર યારે ઉદભવે છે જ્યારે ૨૦૦૫ માં અદાણી કંપનીને આ જ જમીનો ફાળવવામાં આવે છે, અદાણી કંપની દ્વારા આ જમીનો ઉપર જઈ અને કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ૬૦ વર્ષથી આ જમીનનો એ ખેડૂતો પાસે કબજામાં છે સાથે ખેતી કરી રહ્યા છે એ છતાંય અદાણી કંપની દ્વારા એ જમીનો ઉપરથી આ ખેડૂતોને હટાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, માટે આજરોજ આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે મળી અને ગુંદાલાના ખેડૂતોની દરેક ખેડૂતની વ્યક્તિગત કેજીપી દુરસ્તી માટે અરજી કરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારીને જણાવવામાં આવ્યું છે કે આ અંગે આ ત્વરિત યોગ્યસર કરી અને ડીઆઈએલઆર દ્વારા માપણી કરાવી અને સ્થળ ઉપર ચાર ખૂટ ખોડી અને સ્થળ ઉપર જ જમીનના કબ્જા સોંપરત કરવામાં આવે જેથી એ ખેડૂતોને આગામી સમયમાં કોઈ પ્રશ્ર ઉદભવે નહીં, આ રજૂઆત સાથે અદાણી કંપનીના અધિકારીઓને પણ જણાવાયું હતું કે, જ્યાં સુધી આ પ્રશ્રનો નિરાકરણ ના આવે ત્યાં સુધી કંપની પણ આ જમીનોમાં પગપેસરો ના કરે જયારે આ પ્રશ્ન હલ થઈ જાય ત્યારબાદ તંત્ર દ્વારા જે સચોટ નિર્ણય  આપવામાં આવેલ હશે તે માન્ય ગણી અને આગળ પ્રક્રિયા કરવામાં આવશે એના પહેલા સ્થળ ઉપર જઈ અને ખોટી રીતે ખેડૂતોને હેરાન ના કરવામાં આવે અન્યથા ઘર્ષણ ઊભું થશે જેની જવાબદારી તંત્રની રહેશે. એવી  રજૂઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી, એ સાથે એ પણ ચીમકી આપવામાં આવેલી છે કે આજરોજ જે અરજીઓ કરવામાં આવી છે એમની  ૨૧દિવસ  દરમિયાન પૂર્ણ કરવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત નાગરિકો સાથે ગુંદાલાના પીડિત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી મુંદરાની કચેરી બહાર ધરણા અથવા ભુખહડતાલ જેવા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

ગુંદાલામાં ખેડૂતોને 6 દાયકા પહેલા ફાળવાયેલી જમીનોની માપણી કરાઈ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વખતોવખત રજૂઆત કરવા છતાં તંત્ર ઢીલી નીતિ વાપરી રહ્યું છેઃ આવેદનપત્ર પાઠવાયું

૨૧ દિવસમાં આ પ્રશ્રનો નિરાકરણ નહીં આવે તો મુંદરા પ્રાંત કચેરી સામે ધરણા અને ભુખ હડતાલની દલિત અધિકાર મંચની રજુઆત

ભુજ: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ગુંદાલાના ખેડૂતો દ્વારા મુન્દ્રા પ્રાંત અધિકારીને વ્યક્તિગત ખેડૂતોની અરજી આપવામાં આવી સાથે જમીનોની માપણી કરીને જમીન સ્થળ પર નિર્ધારિત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વર્ષ ૧૯૬૦ ના આસપાસના વર્ષમાં ગુંદાલાના ખેડૂતોને જમીનો ફાળવવામાં આવેલી હતી, તે બાદ છ દાયકા જેટલો સમય વીતી જવા છતાં પણ આજ દિવસ સુધી એ ખેડૂતોને જમીનની માપણી કરી દેવામાં આવી નથી. જમીનોની માપણી નથી થયેલ માટે જમીનો સ્થળ ઉપર ચોક્કસ નિર્ધારિત થતી નથી. એના પગલે વખતોવખત રજૂઆત કરવા છતાં તંત્ર ઢીલી નીતિ વાપરી રહ્યું છે તેવું જણાઈ આવે છે,

મુખ્ય પ્રશ્ર યારે ઉદભવે છે જ્યારે ૨૦૦૫ માં અદાણી કંપનીને આ જ જમીનો ફાળવવામાં આવે છે, અદાણી કંપની દ્વારા આ જમીનો ઉપર જઈ અને કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ૬૦ વર્ષથી આ જમીનનો એ ખેડૂતો પાસે કબજામાં છે સાથે ખેતી કરી રહ્યા છે એ છતાંય અદાણી કંપની દ્વારા એ જમીનો ઉપરથી આ ખેડૂતોને હટાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, માટે આજરોજ આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે મળી અને ગુંદાલાના ખેડૂતોની દરેક ખેડૂતની વ્યક્તિગત કેજીપી દુરસ્તી માટે અરજી કરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારીને જણાવવામાં આવ્યું છે કે આ અંગે આ ત્વરિત યોગ્યસર કરી અને ડીઆઈએલઆર દ્વારા માપણી કરાવી અને સ્થળ ઉપર ચાર ખૂટ ખોડી અને સ્થળ ઉપર જ જમીનના કબ્જા સોંપરત કરવામાં આવે જેથી એ ખેડૂતોને આગામી સમયમાં કોઈ પ્રશ્ર ઉદભવે નહીં, 

આ રજૂઆત સાથે અદાણી કંપનીના અધિકારીઓને પણ જણાવાયું હતું કે, જ્યાં સુધી આ પ્રશ્રનો નિરાકરણ ના આવે ત્યાં સુધી કંપની પણ આ જમીનોમાં પગપેસરો ના કરે જયારે આ પ્રશ્ન હલ થઈ જાય ત્યારબાદ તંત્ર દ્વારા જે સચોટ નિર્ણય  આપવામાં આવેલ હશે તે માન્ય ગણી અને આગળ પ્રક્રિયા કરવામાં આવશે એના પહેલા સ્થળ ઉપર જઈ અને ખોટી રીતે ખેડૂતોને હેરાન ના કરવામાં આવે અન્યથા ઘર્ષણ ઊભું થશે જેની જવાબદારી તંત્રની રહેશે. એવી  રજૂઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી, એ સાથે એ પણ ચીમકી આપવામાં આવેલી છે કે આજરોજ જે અરજીઓ કરવામાં આવી છે એમની  ૨૧દિવસ  દરમિયાન પૂર્ણ કરવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત નાગરિકો સાથે ગુંદાલાના પીડિત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી મુંદરાની કચેરી બહાર ધરણા અથવા ભુખહડતાલ જેવા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.