બૂટલેગરે પ્રેમિકા સાથે ફોન પર કરેલી વાતચીતનું રેકોર્ડિંગ પ્રેમિકાના પતિ પાસે પહોંચી ગયું

વડોદરા,શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક બૂટલેગરનું પ્રેમ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બૂટલેગરની પત્નીએ પતિનો ફોન ચેક કરતા ભાંડો ફૂટયો હતો. કોલ રેકોર્ડિંગની ક્લીપ પત્નીએ પતિની પ્રેમિકાના પતિને મોકલી આપી હતી. જેના કારણે પતિની પ્રેમિકાના  પરિવારમાં ભૂકંપ આવી ગયો હતા. પત્નીની પ્રેમ કહાની જાણી  પતિએ કોર્ટમાં જઇને પત્ની સાથે તાબડતોબ છૂટાછેડાનું લખાણ પણ કરી લીધુું હતું.ત્યારબાદ પણ પતિનો રોષ શાંત નહીં પડતા તેણે  પત્નીને મારવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન  પહોંચ્યો હતો.શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર આ કિસ્સાની વિગત એવી છે કે, દારૃના ધંધા સાથે સંકળાયેલા એક શખ્સની પત્ની  એક  બૂટલેગરના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે અવાર - નવાર વાતચીત થતી હતી. આ વાતચીત બૂટલેગરના ફોનમાં રેકોર્ડ થતી હતી. આ પ્રેમ પ્રકરણ અંગે બૂટલેગરની  પત્નીને શંકા ગઇ હતી. તેણે વોચ  રાખવાની શરૃ કરી હતી. એક દિવસ પતિનો મોબાઇલ હાથમાં આવી જતા તેણે પતિની અન્ય મહિલા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી લીધું હતું. જેના કારણે પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.  પતિની પ્રેમિકાના પતિનો  કોન્ટેક્ટ નંબર શોધી કાઢ્યો હતો. પત્નીએ બંનેના રેકોર્ડિંગની વાતચીત પતિની  પ્રેમિકાના  પતિ ને મોકલી આપી હતી.પત્નીની પ્રેમ પ્રકરણની વાતચીત સાંભળીને પતિ  ઉશ્કેરાયો હતો. તેણે પત્નીને પિયરમાં કાઢી મૂકી હતી. તેમજ તાબડતોબ છૂટાછેડા માટેનું લખાણ તૈયાર કરાવ્યું હતું. પતિ - પત્ની સહી કરવા માટે કોર્ટમાં ભેગા થયા હતા. ત્યાં પણ બંને વચ્ચે ભારે તકરાર થઇ હતી. વાત એટલી હદે વણસી કે  સાસુએ પોલીસને જાણ કરવી પડી. પોલીસે છૂટાછેડા માટે આવેલા પતિ  સામે કાર્યવાહી પણ કરી હતી. જોકે, ત્યારબાદ સમાજના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડયો હતો. સંતાનોના ભવિષ્યની સામે જોવાનું કહી સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ, હજી છૂટાછેડાનું લખાણ રદ્દ થયું નથી. 

બૂટલેગરે પ્રેમિકા સાથે ફોન પર કરેલી વાતચીતનું રેકોર્ડિંગ પ્રેમિકાના પતિ પાસે પહોંચી ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક બૂટલેગરનું પ્રેમ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બૂટલેગરની પત્નીએ પતિનો ફોન ચેક કરતા ભાંડો ફૂટયો હતો. કોલ રેકોર્ડિંગની ક્લીપ પત્નીએ પતિની પ્રેમિકાના પતિને મોકલી આપી હતી. જેના કારણે પતિની પ્રેમિકાના  પરિવારમાં ભૂકંપ આવી ગયો હતા. પત્નીની પ્રેમ કહાની જાણી  પતિએ કોર્ટમાં જઇને પત્ની સાથે તાબડતોબ છૂટાછેડાનું લખાણ પણ કરી લીધુું હતું.ત્યારબાદ પણ પતિનો રોષ શાંત નહીં પડતા તેણે  પત્નીને મારવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન  પહોંચ્યો હતો.

શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર આ કિસ્સાની વિગત એવી છે કે, દારૃના ધંધા સાથે સંકળાયેલા એક શખ્સની પત્ની  એક  બૂટલેગરના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે અવાર - નવાર વાતચીત થતી હતી. આ વાતચીત બૂટલેગરના ફોનમાં રેકોર્ડ થતી હતી. આ પ્રેમ પ્રકરણ અંગે બૂટલેગરની  પત્નીને શંકા ગઇ હતી. તેણે વોચ  રાખવાની શરૃ કરી હતી. એક દિવસ પતિનો મોબાઇલ હાથમાં આવી જતા તેણે પતિની અન્ય મહિલા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી લીધું હતું. જેના કારણે પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.  પતિની પ્રેમિકાના પતિનો  કોન્ટેક્ટ નંબર શોધી કાઢ્યો હતો. પત્નીએ બંનેના રેકોર્ડિંગની વાતચીત પતિની  પ્રેમિકાના  પતિ ને મોકલી આપી હતી.

પત્નીની પ્રેમ પ્રકરણની વાતચીત સાંભળીને પતિ  ઉશ્કેરાયો હતો. તેણે પત્નીને પિયરમાં કાઢી મૂકી હતી. તેમજ તાબડતોબ છૂટાછેડા માટેનું લખાણ તૈયાર કરાવ્યું હતું. પતિ - પત્ની સહી કરવા માટે કોર્ટમાં ભેગા થયા હતા. ત્યાં પણ બંને વચ્ચે ભારે તકરાર થઇ હતી. વાત એટલી હદે વણસી કે  સાસુએ પોલીસને જાણ કરવી પડી. પોલીસે છૂટાછેડા માટે આવેલા પતિ  સામે કાર્યવાહી પણ કરી હતી. જોકે, ત્યારબાદ સમાજના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડયો હતો. સંતાનોના ભવિષ્યની સામે જોવાનું કહી સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ, હજી છૂટાછેડાનું લખાણ રદ્દ થયું નથી.