Gujarat News : વર્ષ 2024-25 માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર

રાજયમાં 3 દિવસ ચાલશે શાળા પ્રવેશોત્સવ 27, 28 અને 29 જૂને યોજાશે પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું પણ થશે આયોજન શિક્ષણવિભાગે વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કર્યો છે.રાજયમાં 27,28,29 જૂન એટલે કે ત્રણ દિવસ આ શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાશે સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.21 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે.ગત વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ પર શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. વર્ષ 2003 થી આ શાળા પ્રવોત્સવ યોજાય છે સૌ ભણે, ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા.વડાપ્રધાનએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષ 2023 મા તા.12 થી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 20 મો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. નરેન્દ્રમોદીએ કરી હતી શરૂઆત શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ 2002-03માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75.05 ટકા હતો. ધોરણ-1માં વિદ્યાર્થીઓના નામાંકન દરને 100 ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે. વાલીઓમાં આવી જાગૃતિ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો. કન્યા કેળવણીને પ્રોત્સાહન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.   

Gujarat News : વર્ષ 2024-25  માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં 3 દિવસ ચાલશે શાળા પ્રવેશોત્સવ
  • 27, 28 અને 29 જૂને યોજાશે પ્રવેશોત્સવ
  • કન્યા કેળવણી મહોત્સવનું પણ થશે આયોજન

શિક્ષણવિભાગે વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કર્યો છે.રાજયમાં 27,28,29 જૂન એટલે કે ત્રણ દિવસ આ શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાશે સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.21 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે.ગત વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ પર શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

વર્ષ 2003 થી આ શાળા પ્રવોત્સવ યોજાય છે

સૌ ભણે, ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા.વડાપ્રધાનએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષ 2023 મા તા.12 થી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 20 મો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

નરેન્દ્રમોદીએ કરી હતી શરૂઆત

શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરુ થયો તે પહેલા વર્ષ 2002-03માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75.05 ટકા હતો. ધોરણ-1માં વિદ્યાર્થીઓના નામાંકન દરને 100 ટકા સુધી પહોંચાડવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.

વાલીઓમાં આવી જાગૃતિ

શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. એ સમય હતો જ્યારે અનેક બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ નો ડ્રોપઆઉટ રેટ ૧૮.૭૯ ટકા હતો, અને ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ ૧૦.૧૬ ટકા હતો. પરંતુ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

કન્યા કેળવણીને પ્રોત્સાહન

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને ત્યારબાદ કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળ્યું અને વર્ષ ૨૦૦૪-૦૫માં ધોરણ ૧ થી ૮ની કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ ૨૨.૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૦૧ ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ ૧ થી ૫ નો ગર્લ ચાઈલ્ડ ડ્રોપઆઉટ રેટ ૧૧.૭૭ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧.૧૬ ટકાએ પહોંચ્યો છે.