Suratમાં પાવરગ્રીડ વીજ લાઈનને લઈ ખેડૂતોનો કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ

સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઈનને લઈ ખેડૂતો વિરોધ કામરેજના વલથાનમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ વીજ લાઈન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ સુરતમાં ખેડૂતોએ પાવરગ્રીડ વીજ લાઈનને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેકટર ઓફીસ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી કલેકટરને રજૂઆત કરી હતી.છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનો નોંધાવી રહ્યા છે વિરોધ. મંજૂરી વિના જ ખેતરમાં ઊભો પાક નષ્ટ કર્યો : ખેડૂત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અમારો પાક તૈયાર થઈ ગયો હતો જે તંત્રએ નષ્ટ કરી દીધો છે,ખેડૂતોના ખેતરો માંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે.ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ. કાયદા મુજબ વીજલાઈન નાખો : ખેડૂત ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક 765 KVની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતાં ખેડૂતો ચિંતામાં છે.બીજી તરફ 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઉભી કરવા માંગે છે જેનો ખેડૂતોએ વિરોધ છે.જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોની માંગ છે. અગામી સમયમાં આંદોલન કરાશે ઉદ્યોગગૃહો માટે મીઠાં પાણીની મૂળભૂત જરૂરિયાત દક્ષિણ ગુજરાત પૂરું પાડવા સક્ષમ હોવાથી અને દુષિત પાણીના નિકાલ માટે પણ દક્ષિણ ગુજરાતમાં દરિયો ખુબ નજીક હોવાથી દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટે સ્વર્ગ સમાન છે. ઔદ્યોગિક વિકાસના આ પ્રવાહમાં રસ્તાઓ અને વીજલાઈનો ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની ખેડૂતોની સાથે ખેડૂતોનું પણ નિકંદન નીકળી જશે. જેથી સંગઠિત રહી લડત આપવા આહવાન કર્યું હતું. એમણે અમદાવાદથી લઈને નવસારી સુધીના બધા જિલ્લાઓના ખેડૂતોને એકજૂથ કરી વિશાળ જનઆંદોલન ઉભું કરવાની તૈયારી દર્શાવી હતી. શું છે ખેડૂતોની માંગ જો ખેતરમાંથી તાર પસાર થયા હોય તો જંત્રીના માત્ર પંદર ટકા અને ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવે તો જંત્રીના 85 ટકા વળતર આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછું છે. તો તેમણે લાઇન લઈને જવી હોય તો જમીનની અંદરથી લઈ જવી જોઈએ. હાલ 220 KV કેબલ ઉપલબ્ધ છે. એકથી વધુ કેબલની આ લાઇન જમીનની અંદર અથવા દરિયાઈ પટ્ટી પરથી લઈ જવામાં આવે તેવી અમારી માંગ છે. ખેડૂતોને એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સંપાદન મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.  

Suratમાં પાવરગ્રીડ વીજ લાઈનને લઈ ખેડૂતોનો કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઈનને લઈ ખેડૂતો વિરોધ
  • કામરેજના વલથાનમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
  • વીજ લાઈન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ

સુરતમાં ખેડૂતોએ પાવરગ્રીડ વીજ લાઈનને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેકટર ઓફીસ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી કલેકટરને રજૂઆત કરી હતી.છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનો નોંધાવી રહ્યા છે વિરોધ.

મંજૂરી વિના જ ખેતરમાં ઊભો પાક નષ્ટ કર્યો : ખેડૂત

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અમારો પાક તૈયાર થઈ ગયો હતો જે તંત્રએ નષ્ટ કરી દીધો છે,ખેડૂતોના ખેતરો માંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે.ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ.


કાયદા મુજબ વીજલાઈન નાખો : ખેડૂત

ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક 765 KVની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતાં ખેડૂતો ચિંતામાં છે.બીજી તરફ 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઉભી કરવા માંગે છે જેનો ખેડૂતોએ વિરોધ છે.જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોની માંગ છે.

અગામી સમયમાં આંદોલન કરાશે

ઉદ્યોગગૃહો માટે મીઠાં પાણીની મૂળભૂત જરૂરિયાત દક્ષિણ ગુજરાત પૂરું પાડવા સક્ષમ હોવાથી અને દુષિત પાણીના નિકાલ માટે પણ દક્ષિણ ગુજરાતમાં દરિયો ખુબ નજીક હોવાથી દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટે સ્વર્ગ સમાન છે. ઔદ્યોગિક વિકાસના આ પ્રવાહમાં રસ્તાઓ અને વીજલાઈનો ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની ખેડૂતોની સાથે ખેડૂતોનું પણ નિકંદન નીકળી જશે. જેથી સંગઠિત રહી લડત આપવા આહવાન કર્યું હતું. એમણે અમદાવાદથી લઈને નવસારી સુધીના બધા જિલ્લાઓના ખેડૂતોને એકજૂથ કરી વિશાળ જનઆંદોલન ઉભું કરવાની તૈયારી દર્શાવી હતી.


શું છે ખેડૂતોની માંગ

જો ખેતરમાંથી તાર પસાર થયા હોય તો જંત્રીના માત્ર પંદર ટકા અને ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવે તો જંત્રીના 85 ટકા વળતર આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછું છે. તો તેમણે લાઇન લઈને જવી હોય તો જમીનની અંદરથી લઈ જવી જોઈએ. હાલ 220 KV કેબલ ઉપલબ્ધ છે. એકથી વધુ કેબલની આ લાઇન જમીનની અંદર અથવા દરિયાઈ પટ્ટી પરથી લઈ જવામાં આવે તેવી અમારી માંગ છે. ખેડૂતોને એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સંપાદન મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.