રૂપાલાના સમર્થનમાં આવ્યા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર

ક્ષત્રિય સમાજ વિરોધ છે જે એમની લાગણીનો વિષય છે : ભીખુસિંહ માફી સિવાય બીજું શું હોઈ શકે : ભીખુસિંહ હવે તેઓને માફ કરી દેવા જોઈએ : ભીખુસિંહ લોકસભા ચૂંટણી 2024માં રાજકોટની બેઠક ભાજપ માટે જાણે માથાનો દુઃખાવો બની ગઈ છે તેમના અહીંના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા માટે તેમને વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદથી ભાજપ તેમના માટે ડેમેજ કન્ટ્રોલની સ્થિતિમાં છે. જ્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યાં છે. શું કહ્યું ભીખુસિંહ પરમારે ભાજપના અરવલ્લી જિલ્લાના અગ્રણી એવા ભીખુસિંહ પરમારે આજે નર્મદામાં રૂપાલાને લઈ સમર્થન આપ્યું હતું અને કહ્યું કે,રૂપાલાએ ત્રણ વાર માંફી માંગી છે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ,માફી સિવાય બીજુ શુ હોઈ શકે,તો હવે બીજો કોઈ વિકલ્પ નથી,ક્ષત્રિય સમાજ એ માંફી આપે તેવો સમાજ છે જેથી રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ગઈકાલે વિજયરૂપાણીએ શું કહ્યું વિજય રૂપાણીએ પ્રચાર દરમિયાન મીડિયાને કહ્યું કે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે,આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે ,તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તો તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દરેક જિલ્લામાં થશે ક્ષત્રિય સંમેલન આ ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું હતું કે રૂલાલાની ઉમેદવારી રદ કરવા તમામ તાલુકામાં આવેદન પત્ર અપાયા છે અને ગુજરાતના દરેક જિલ્લામાં અમારા સંમેલન થશે તેવી કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ રાજ્યમાં અનેક જગ્યાએ બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી છે.

રૂપાલાના સમર્થનમાં આવ્યા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજ વિરોધ છે જે એમની લાગણીનો વિષય છે : ભીખુસિંહ
  • માફી સિવાય બીજું શું હોઈ શકે : ભીખુસિંહ
  • હવે તેઓને માફ કરી દેવા જોઈએ : ભીખુસિંહ

લોકસભા ચૂંટણી 2024માં રાજકોટની બેઠક ભાજપ માટે જાણે માથાનો દુઃખાવો બની ગઈ છે તેમના અહીંના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા માટે તેમને વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદથી ભાજપ તેમના માટે ડેમેજ કન્ટ્રોલની સ્થિતિમાં છે. જ્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યાં છે.

શું કહ્યું ભીખુસિંહ પરમારે

ભાજપના અરવલ્લી જિલ્લાના અગ્રણી એવા ભીખુસિંહ પરમારે આજે નર્મદામાં રૂપાલાને લઈ સમર્થન આપ્યું હતું અને કહ્યું કે,રૂપાલાએ ત્રણ વાર માંફી માંગી છે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ,માફી સિવાય બીજુ શુ હોઈ શકે,તો હવે બીજો કોઈ વિકલ્પ નથી,ક્ષત્રિય સમાજ એ માંફી આપે તેવો સમાજ છે જેથી રૂપાલાને માફ કરી દેવા જોઈએ.

ગઈકાલે વિજયરૂપાણીએ શું કહ્યું

વિજય રૂપાણીએ પ્રચાર દરમિયાન મીડિયાને કહ્યું કે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે,આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે ,તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તો તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.


દરેક જિલ્લામાં થશે ક્ષત્રિય સંમેલન

આ ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું હતું કે રૂલાલાની ઉમેદવારી રદ કરવા તમામ તાલુકામાં આવેદન પત્ર અપાયા છે અને ગુજરાતના દરેક જિલ્લામાં અમારા સંમેલન થશે તેવી કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ રાજ્યમાં અનેક જગ્યાએ બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી છે.