Surat: બાઈક ટો કરતાં મહિલા વિફરી, ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી કર્યો

મહિલા ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી ગઈ અને વાયપરની તોડફોડ કરી ભારે હંગામો મચાવ્યોમહિલા અને તેના પતિ વિરૂદ્ધ ગુનો નોંધાયો બાઈક ખોટી રીતે ટો કરી હોવાના આક્ષેપ સાથે હંગામો શરૂ કર્યોસુરતમાં એક મહિલા ટ્રાફિક પોલીસ પર રોષે ભરાઈ છે. ટ્રાફિક પોલીસની ક્રેઈન દ્વારા પતિના બાઈકને ખોટી રીતે ટો કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ડીંડોલીમાં મહિલા રણચંડી બની હતી. મહિલા ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી ગઈ અને વાયપરની તોડફોડ કરી ભારે હંગામો મચાવતા લોકોનું ટોળું જમા થયું હતું, ત્યારબાદ સ્થાનિક પોલીસને મદદ માટે બોલાવાઈ હતી અને પોલીસે આ મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. હેડ કોન્સ્ટેબલે દંડ ભરી બાઈક છોડાવવાનું કહેતાં મહિલા ઉશ્કેરાઈ ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસની ક્રેઈન નંબર-09ના ઈન્ચાર્જ ડીંડોલી વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી બાઈક કબજે લઈ રહ્યા હતા. માર્ક પોઈન્ટ એસ.બી.આઈ. બેન્ક પાસે નો પાર્કિંગમાંથી એક બાઈક તેમણે ટો કરી હતી. તે વખતે એક દંપતિ ત્યાં દોડી આવ્યું હતું અને પોતાની બાઈક પરત આપી દેવા માટે જીદ કરી હતી. કેઈન ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રોહિત કંચને દંડ ભરી છોડાવવાનું કહેતાં મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ક્રેઈનના બોનટ ઉપર ઉભી રહી હતી. પોતાની બાઈક ખોટી રીતે ટો કરી હોવાના આક્ષેપ સાથે હંગામો શરૂ કરતાં આસપાસની ભીડ ભેગી થઈ ગઈ હતી. મહિલાએ ક્રેઈનના કાચ ઉપર મુક્કા મારી વાય૫ર તોડી નાખ્યું મહિલાએ બૂમાબૂમ કરવાની સાથે ક્રેઈનના કાચ ઉપર મુક્કા મારી વાય૫ર પણ તોડી નાખ્યું અને ઉતરવાનો ઈન્કાર કરતાં ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલ રૂમને કોલ કરીને ડીંડોલી પોલીસની મદદ લેવાઈ હતી. પોલીસે મહા મહેનતે આ મહિલાને ક્રેઈન ઉપરથી ઉતારી હતી. હંગામો કરવા બદલ ક્રેઈન ઈન્ચાર્જ દ્વારા ડીંડોલી પોલીસ મથકે સીમાબેન શરદ પટેલ અને શરદ પરશુરામ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવતાં ધરપકડ કરવામાં આવી હતી.

Surat: બાઈક ટો કરતાં મહિલા વિફરી, ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલા ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી ગઈ અને વાયપરની તોડફોડ કરી ભારે હંગામો મચાવ્યો
  • મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ગુનો નોંધાયો
  • બાઈક ખોટી રીતે ટો કરી હોવાના આક્ષેપ સાથે હંગામો શરૂ કર્યો
સુરતમાં એક મહિલા ટ્રાફિક પોલીસ પર રોષે ભરાઈ છે. ટ્રાફિક પોલીસની ક્રેઈન દ્વારા પતિના બાઈકને ખોટી રીતે ટો કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ડીંડોલીમાં મહિલા રણચંડી બની હતી. મહિલા ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉપર ચઢી ગઈ અને વાયપરની તોડફોડ કરી ભારે હંગામો મચાવતા લોકોનું ટોળું જમા થયું હતું, ત્યારબાદ સ્થાનિક પોલીસને મદદ માટે બોલાવાઈ હતી અને પોલીસે આ મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

હેડ કોન્સ્ટેબલે દંડ ભરી બાઈક છોડાવવાનું કહેતાં મહિલા ઉશ્કેરાઈ

ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસની ક્રેઈન નંબર-09ના ઈન્ચાર્જ ડીંડોલી વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી બાઈક કબજે લઈ રહ્યા હતા. માર્ક પોઈન્ટ એસ.બી.આઈ. બેન્ક પાસે નો પાર્કિંગમાંથી એક બાઈક તેમણે ટો કરી હતી. તે વખતે એક દંપતિ ત્યાં દોડી આવ્યું હતું અને પોતાની બાઈક પરત આપી દેવા માટે જીદ કરી હતી. કેઈન ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રોહિત કંચને દંડ ભરી છોડાવવાનું કહેતાં મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ક્રેઈનના બોનટ ઉપર ઉભી રહી હતી. પોતાની બાઈક ખોટી રીતે ટો કરી હોવાના આક્ષેપ સાથે હંગામો શરૂ કરતાં આસપાસની ભીડ ભેગી થઈ ગઈ હતી.

મહિલાએ ક્રેઈનના કાચ ઉપર મુક્કા મારી વાય૫ર તોડી નાખ્યું

મહિલાએ બૂમાબૂમ કરવાની સાથે ક્રેઈનના કાચ ઉપર મુક્કા મારી વાય૫ર પણ તોડી નાખ્યું અને ઉતરવાનો ઈન્કાર કરતાં ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલ રૂમને કોલ કરીને ડીંડોલી પોલીસની મદદ લેવાઈ હતી. પોલીસે મહા મહેનતે આ મહિલાને ક્રેઈન ઉપરથી ઉતારી હતી. હંગામો કરવા બદલ ક્રેઈન ઈન્ચાર્જ દ્વારા ડીંડોલી પોલીસ મથકે સીમાબેન શરદ પટેલ અને શરદ પરશુરામ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવતાં ધરપકડ કરવામાં આવી હતી.