Kutch news: 10 હજાર ટ્રક માલિકોના સંગઠનની બેઠકમાં બે પક્ષો વચ્ચે બબાલ

10 હજાર ટ્રક માલિકોના હિતોને લઇ સંગઠનની બેઠક યોજાઇટ્રક ઓનર્સ એસો.ના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ઘર્ષણબેઠકમાં ગરમાગરમી બાદ પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા કર્યા પ્રયાસકચ્છમાં 10 હજાર ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજ રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હોદ્દેદારો બદલવાને લઇ બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.મળતી માહિતી મુજબ, કચ્છમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા છે. જેમાં ખાસ કરીને ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બેઠકમાં ગરમાગરમી બાદ પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયત્નો કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે 10 હજાર ટ્રક માલિકોના હિતો માટે નિર્ણય શું આવે તે હાલ આવનારો સમય બતાવશે.

Kutch news: 10 હજાર ટ્રક માલિકોના સંગઠનની બેઠકમાં બે પક્ષો વચ્ચે બબાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 હજાર ટ્રક માલિકોના હિતોને લઇ સંગઠનની બેઠક યોજાઇ
  • ટ્રક ઓનર્સ એસો.ના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ઘર્ષણ
  • બેઠકમાં ગરમાગરમી બાદ પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા કર્યા પ્રયાસ

કચ્છમાં 10 હજાર ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજ રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હોદ્દેદારો બદલવાને લઇ બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.


મળતી માહિતી મુજબ, કચ્છમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા છે. જેમાં ખાસ કરીને ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બેઠકમાં ગરમાગરમી બાદ પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયત્નો કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે,


અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે 10 હજાર ટ્રક માલિકોના હિતો માટે નિર્ણય શું આવે તે હાલ આવનારો સમય બતાવશે.