Ahmedabad News: AMCનું મેગા એક્શન, એક જ દિવસમાં 52 એકમો સીલ માર્યા

AMC તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં તાબડતોબ કાર્યવાહી AMC દ્વારા કુલ 244 એકમની તપાસ કરવામાં આવી244 એકમો માંથી એકજ દિવસમાં 52 એકમો સીલ રાજકોટ અગ્નિ કાંડ બાદ સફાળું જાગેલું અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સમગ્ર શહેરમાં તાબડતોબ કાર્યવાહી કરી રહ્યું છે. પહેલા ગેમઝોન, ત્યારબાદ હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ આજે હોસ્પિટલોમાં તપાસ કરીને ફાયર સેફટીનો અભાવ હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, AMC દ્વારા આજે માત્ર એક જ દિવસમાં 52 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, AMC દ્વારા એક જ દિવસમાં 52 એકમો સિલ કરીને ઉદાહરણ સિદ્ધ કરતું હોય તેમ કાર્યવાહી કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલ 52 એકમોમાં 11 ગેમઝોન, 25 હોસ્પિટલ, 11 ટ્યુશન ક્લાસીસ, 2 પાર્ટી પ્લોટ, 2 ગેસ્ટ હાઉસ અને 1 કોમર્શિયલ એકમ સામે કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે AMC દ્વારા કુલ 244 એકમની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 52 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 25 બાંધકામ સાઇટ્સ પણ સીલ કરાઇ AMCના દબાણ ખાતા દ્વારા પણ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલી સાઇટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ AMCના દબાણ ખાતા દ્વારા અમદાવાદની 25 જેટલી બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા નિયમોના ભંગ બદલ સાઇટ્સને સિલ કરવામાં આવી છે. ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરિકેટિંગ સહિતના નિયમોના ભંગ બદલ બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.ગેમઝોન માલિકો અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ અમદાવાદના ગોતામાં આવેલા 2 ગેમઝોન અને આનંદનગર આવેલ 1 ગેમઝોન તેમજ નિકોલમાં આવેલ 1 ગેમઝોન એમ કુલ 4 ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિત મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ફન ગ્રીટોના સંચાલક પિનાકીન દશરત પટેલ અને ડિકેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો સાથે સાથે, ગોતામાં આવેલ જોય એન્ડ જોય ગેમ ઝોન, આનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિજય પટેલ અને નિકોલ વિસ્તાર ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ ગેમ ઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને પોલીસ પરવાનો નહિ હોવાથી ફરિયાદ નોંધાઈ છે. 

Ahmedabad News: AMCનું મેગા એક્શન, એક જ દિવસમાં 52 એકમો સીલ માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMC તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં તાબડતોબ કાર્યવાહી 
  • AMC દ્વારા કુલ 244 એકમની તપાસ કરવામાં આવી
  • 244 એકમો માંથી એકજ દિવસમાં 52 એકમો સીલ 

રાજકોટ અગ્નિ કાંડ બાદ સફાળું જાગેલું અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સમગ્ર શહેરમાં તાબડતોબ કાર્યવાહી કરી રહ્યું છે. પહેલા ગેમઝોન, ત્યારબાદ હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ આજે હોસ્પિટલોમાં તપાસ કરીને ફાયર સેફટીનો અભાવ હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, AMC દ્વારા આજે માત્ર એક જ દિવસમાં 52 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, AMC દ્વારા એક જ દિવસમાં 52 એકમો સિલ કરીને ઉદાહરણ સિદ્ધ કરતું હોય તેમ કાર્યવાહી કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલ 52 એકમોમાં 11 ગેમઝોન, 25 હોસ્પિટલ, 11 ટ્યુશન ક્લાસીસ, 2 પાર્ટી પ્લોટ, 2 ગેસ્ટ હાઉસ અને 1 કોમર્શિયલ એકમ સામે કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે AMC દ્વારા કુલ 244 એકમની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 52 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

25 બાંધકામ સાઇટ્સ પણ સીલ કરાઇ 

AMCના દબાણ ખાતા દ્વારા પણ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલી સાઇટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ AMCના દબાણ ખાતા દ્વારા અમદાવાદની 25 જેટલી બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા નિયમોના ભંગ બદલ સાઇટ્સને સિલ કરવામાં આવી છે. ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરિકેટિંગ સહિતના નિયમોના ભંગ બદલ બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

ગેમઝોન માલિકો અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ 

અમદાવાદના ગોતામાં આવેલા 2 ગેમઝોન અને આનંદનગર આવેલ 1 ગેમઝોન તેમજ નિકોલમાં આવેલ 1 ગેમઝોન એમ કુલ 4 ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિત મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ફન ગ્રીટોના સંચાલક પિનાકીન દશરત પટેલ અને ડિકેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો સાથે સાથે, ગોતામાં આવેલ જોય એન્ડ જોય ગેમ ઝોન, આનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિજય પટેલ અને નિકોલ વિસ્તાર ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ ગેમ ઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને પોલીસ પરવાનો નહિ હોવાથી ફરિયાદ નોંધાઈ છે.