ડબલ ટ્રેકના કામને લઈ કેટલીક ટ્રેનોના સમયમાં પુનઃ ફેરફાર

- રાજકોટ ડિવિઝનમાં ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલતા- કેટલીક ટ્રેન રી-શેડયુલ કરાઈ તો કેટલીક રી-શેડયૂલ કરાયેલ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશેભાવનગર : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં પુનઃ ફેરફાર કરવામાં આવ્યો છે.   આ રી-શેડયુલ કરાયેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૬૩૩૩ વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસને તા.૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળથી ૫ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે.  ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ને ૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૨ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૩૫ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને ૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૧ કલાક ૪૦ મિનિટ મોડી એટલે કે ૧૩.૪૦ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ૫ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે ૧૯.૦૦ કલાકે ઉપડવા માટે રી-શેડયુલ કરવામાં આવી છે. અગાઉ રી-શેડયૂલ કરાયેલ ટ્રેનો જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે, તેમાં તા.૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. ૧૯૩૨૦ ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડયુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.  રેલવે તંત્રએ મુસાફરોને અનુરોધ કરેલ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

ડબલ ટ્રેકના કામને લઈ કેટલીક ટ્રેનોના સમયમાં પુનઃ ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રાજકોટ ડિવિઝનમાં ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલતા

- કેટલીક ટ્રેન રી-શેડયુલ કરાઈ તો કેટલીક રી-શેડયૂલ કરાયેલ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે

ભાવનગર : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં પુનઃ ફેરફાર કરવામાં આવ્યો છે.  

 આ રી-શેડયુલ કરાયેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૬૩૩૩ વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસને તા.૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળથી ૫ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે.  ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ને ૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૨ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૩૫ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે.

 ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને ૨૭.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૧ કલાક ૪૦ મિનિટ મોડી એટલે કે ૧૩.૪૦ કલાકે ઉપડવા માટે રીશેડયુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ૫ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે ૧૯.૦૦ કલાકે ઉપડવા માટે રી-શેડયુલ કરવામાં આવી છે.

 અગાઉ રી-શેડયૂલ કરાયેલ ટ્રેનો જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે, તેમાં તા.૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. ૧૯૩૨૦ ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડયુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.

  રેલવે તંત્રએ મુસાફરોને અનુરોધ કરેલ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.