Ahmedabadમાં તાંત્રિક વિધિના બહાને મિત્રએ પાંચ લાખ રૂપિયા પડાવી લેતા યુવકનો આપઘાત

અસલાલી પોલીસે ગુનો દાખલ કરી મિત્રની ધરપકડ કરી દેવાના ડુંગર નીચે ફસાઈ જતા યુવકે આત્મહત્યા કરી યુવકના મોતના એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ અમદાવાદના લાંભા ગામમાં રહેતા દર્શન કાછિયા નામના 23 વર્ષીય યુવકે 29 મે 2023 ના રોજ પોતાના ઘરે આપઘાત કર્યો હતો,જોકે આપઘાતના એક વર્ષ બાદ મૃતકનો ફોન ચાલુ કરતા એક વ્યક્તિ સાથે થયેલા સંખ્યાબંધ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. જે અંગે મૃતકના મિત્ર લલિત ગુપ્તાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે રૂપિયા પડાવનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતકનો મિત્ર લલિત જ હતો. પ્રેમમાં માણસ કઈ પણ કરી શકે છે રૂપિયાના વ્યવહારો અંગે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, લલિતે મૃતકને તાંત્રિક વિધિ કરાવી તેની પ્રેમિકાને વશમાં કરી આપવાનું વચન આપી રૂપિયા પડાવ્યા હતા.જોકે 5 લાખ 16 હજાર રૂપિયા ચૂકવવા છતાં તેનું ધાર્યું કામ ન થતાં મૃતક દર્શન રૂપિયા પરત માગતો હતો.જે રૂપિયા ન મળતા યુવક દેવામાં ડૂબી ગયો હતો અને આપઘાત કરતા અસલાલી પોલીસે મૃત્યુના એક વર્ષ બાદ દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી લલિતની ધરપકડ કરી છે. મોતના એક વર્ષબાદ ગુનો નોંધાયો અસલાલી પોલીસે લલિત ગુપ્તાની ધરપકડ કરી મૃતક દર્શન અને તેની વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા લલિતે જણાવ્યું કે દર્શન એક યુવતીના પ્રેમમાં હતો અને તેને પામવા માટે કોઈપણ હદે જવા તૈયાર થયો હતો.તે જ સમયે લલિતને રૂપિયાની જરૂર હોવાથી દર્શન પાસેથી રૂપિયા માંગ્યા હતા.અને રૂપિયા મળ્યા બાદ દર્શન પાસેથી રૂપિયા નિકળી જશે તે જાણી રૂપિયા પડાવવા માટે આ કારસો રચ્યો હતો.જેમાં તાંત્રિક વિધિ કરી તેની પ્રેમિકાને વશમાં કરી આપશે જે બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા.જોકે મૃતક ના ફોનમાંથી મૃતક દર્શન ના કેટલાક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે.જેથી તે ફોટા અનુસંધાને તેને બ્લેકમેલ કરવામાં આવતુ હતુ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાથધરી તપાસ 29 મે ના રોજ યુવકે કરેલ આપઘાત બાદ તેના કપડામાંથી એક નોટ મળી આવી હતી.પરંતુ તે નોટમાં કોઈનું નામ ન હોવાથી તેની બહેને તે નોટ પોતાની પાસે સાચવી રાખી હતી.અને પોતાના ભાઈના મોત પાછળ જવાબદાર કોણ છે તે જાણવા માટે તપાસ કરતી હતી.તેવામાં મૃતકના ફોનમાંથી મળેલા નાણાકીય વ્યવહારોની માહિતી સામે આવતા મૃતકની બહેને સ્યુસાઈડ નોટ પણ પોલીસને સોંપી હતી.જેથી પોલીસે તેને પુરાવા તરીકે કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલી આપી છે. 

Ahmedabadમાં તાંત્રિક વિધિના બહાને મિત્રએ પાંચ લાખ રૂપિયા પડાવી લેતા યુવકનો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસલાલી પોલીસે ગુનો દાખલ કરી મિત્રની ધરપકડ કરી
  • દેવાના ડુંગર નીચે ફસાઈ જતા યુવકે આત્મહત્યા કરી
  • યુવકના મોતના એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ

અમદાવાદના લાંભા ગામમાં રહેતા દર્શન કાછિયા નામના 23 વર્ષીય યુવકે 29 મે 2023 ના રોજ પોતાના ઘરે આપઘાત કર્યો હતો,જોકે આપઘાતના એક વર્ષ બાદ મૃતકનો ફોન ચાલુ કરતા એક વ્યક્તિ સાથે થયેલા સંખ્યાબંધ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. જે અંગે મૃતકના મિત્ર લલિત ગુપ્તાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે રૂપિયા પડાવનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતકનો મિત્ર લલિત જ હતો.

પ્રેમમાં માણસ કઈ પણ કરી શકે છે

રૂપિયાના વ્યવહારો અંગે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, લલિતે મૃતકને તાંત્રિક વિધિ કરાવી તેની પ્રેમિકાને વશમાં કરી આપવાનું વચન આપી રૂપિયા પડાવ્યા હતા.જોકે 5 લાખ 16 હજાર રૂપિયા ચૂકવવા છતાં તેનું ધાર્યું કામ ન થતાં મૃતક દર્શન રૂપિયા પરત માગતો હતો.જે રૂપિયા ન મળતા યુવક દેવામાં ડૂબી ગયો હતો અને આપઘાત કરતા અસલાલી પોલીસે મૃત્યુના એક વર્ષ બાદ દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી લલિતની ધરપકડ કરી છે.

મોતના એક વર્ષબાદ ગુનો નોંધાયો

અસલાલી પોલીસે લલિત ગુપ્તાની ધરપકડ કરી મૃતક દર્શન અને તેની વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા લલિતે જણાવ્યું કે દર્શન એક યુવતીના પ્રેમમાં હતો અને તેને પામવા માટે કોઈપણ હદે જવા તૈયાર થયો હતો.તે જ સમયે લલિતને રૂપિયાની જરૂર હોવાથી દર્શન પાસેથી રૂપિયા માંગ્યા હતા.અને રૂપિયા મળ્યા બાદ દર્શન પાસેથી રૂપિયા નિકળી જશે તે જાણી રૂપિયા પડાવવા માટે આ કારસો રચ્યો હતો.જેમાં તાંત્રિક વિધિ કરી તેની પ્રેમિકાને વશમાં કરી આપશે જે બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા.જોકે મૃતક ના ફોનમાંથી મૃતક દર્શન ના કેટલાક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે.જેથી તે ફોટા અનુસંધાને તેને બ્લેકમેલ કરવામાં આવતુ હતુ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે હાથધરી તપાસ

29 મે ના રોજ યુવકે કરેલ આપઘાત બાદ તેના કપડામાંથી એક નોટ મળી આવી હતી.પરંતુ તે નોટમાં કોઈનું નામ ન હોવાથી તેની બહેને તે નોટ પોતાની પાસે સાચવી રાખી હતી.અને પોતાના ભાઈના મોત પાછળ જવાબદાર કોણ છે તે જાણવા માટે તપાસ કરતી હતી.તેવામાં મૃતકના ફોનમાંથી મળેલા નાણાકીય વ્યવહારોની માહિતી સામે આવતા મૃતકની બહેને સ્યુસાઈડ નોટ પણ પોલીસને સોંપી હતી.જેથી પોલીસે તેને પુરાવા તરીકે કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલી આપી છે.