Loksabha Result 2024 : સવારે 8 કલાકથી મતગણતરી થશે શરૂ,લોકોમાં અનેરો ઉત્સાહ

વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ મત ગણતરી થશે મતગણતરી કેન્દ્ર થી 100 મીટર સુધી કોઈને પ્રવેશ નહીં અપાય ઇલેક્શન એજન્ટ,અને ચૂંટણી સ્ટાફ ને જ મળશે એન્ટ્રી આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે,ત્યારે સવારે 8 કલાકથી મતગણતરીની શરૂઆત થશે વડોદરા લોકસભાની બેઠકની સાથે વિધાનસભાની બેઠકનુ પણ પરિણામ જાહેર થશે ત્યારે અધિકારી અને નેતાઓ સૌ મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. વિધાનસભા અને લોકસભાનું પરિણામ આવશે પોલીસ, સી.આર.પી.એફ.ફાયર અને મેડિકલ ટીમ મતગણતરી કેન્દ્ર પર તૈનાત છે.ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક હોલમાં ફક્ત બે જ અધિકરીઓ પાસે મોબાઈલ રહેશે આ સિવાય કોઈ પણ અધિકારી ફોન અંદર નહીં લઈ જઈ શકે સાથે સાથે મત ગણતરીની વિડીયો ગ્રાફી નહીં કરી શકાય લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જશલાલસિંહ પઢીયાર વચ્ચે ટક્કર છે.વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે ટક્કર છે.અમદાવાદમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત લોકસભા ચૂંટણીની મત ગણતરી અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે થવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ, એસઆરપીના જવાનો તેમ જ બીએસએફના જવાનોની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.આજે ડીજી લો એન્ડ ઓર્ડર શમશેર સિંહ દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમિક્ષા કરવામાં આવી હતી. વડોદરા લોકસભા બેઠક પર કેવું મતદાન થયું? વડોદરા લોકસભા બેઠક પર આ વખતે 61.59 ટકા મતદાન નોંધાયું છે. તો અગાઉની ત્રણ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, 2009 માં 49.02 ટકા, 2014માં 70.94 ટકા તો 2019માં 68.18 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય વડોદરા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોના મતદાની વાત કરીએ તો એકોટામાં 60.30 ટકા, માંજલપુરમાં 60.47 ટકા, રાઓપુરામાં 57.95 ટકા મતદાન, સાવલીમાં 65.39 ટકા મતદાન, સયાજીગંજમાં 59.16 ટકા, વડોદરા શહેરમાં 59.76 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા મતદાન થયું હતું.

Loksabha Result 2024 : સવારે 8 કલાકથી મતગણતરી થશે શરૂ,લોકોમાં અનેરો ઉત્સાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ મત ગણતરી થશે
  • મતગણતરી કેન્દ્ર થી 100 મીટર સુધી કોઈને પ્રવેશ નહીં અપાય
  • ઇલેક્શન એજન્ટ,અને ચૂંટણી સ્ટાફ ને જ મળશે એન્ટ્રી

આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે,ત્યારે સવારે 8 કલાકથી મતગણતરીની શરૂઆત થશે વડોદરા લોકસભાની બેઠકની સાથે વિધાનસભાની બેઠકનુ પણ પરિણામ જાહેર થશે ત્યારે અધિકારી અને નેતાઓ સૌ મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે.

વિધાનસભા અને લોકસભાનું પરિણામ આવશે

પોલીસ, સી.આર.પી.એફ.ફાયર અને મેડિકલ ટીમ મતગણતરી કેન્દ્ર પર તૈનાત છે.ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક હોલમાં ફક્ત બે જ અધિકરીઓ પાસે મોબાઈલ રહેશે આ સિવાય કોઈ પણ અધિકારી ફોન અંદર નહીં લઈ જઈ શકે સાથે સાથે મત ગણતરીની વિડીયો ગ્રાફી નહીં કરી શકાય લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જશલાલસિંહ પઢીયાર વચ્ચે ટક્કર છે.વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે ટક્કર છે.

અમદાવાદમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

લોકસભા ચૂંટણીની મત ગણતરી અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે થવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ, એસઆરપીના જવાનો તેમ જ બીએસએફના જવાનોની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.આજે ડીજી લો એન્ડ ઓર્ડર શમશેર સિંહ દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમિક્ષા કરવામાં આવી હતી.

વડોદરા લોકસભા બેઠક પર કેવું મતદાન થયું?

વડોદરા લોકસભા બેઠક પર આ વખતે 61.59 ટકા મતદાન નોંધાયું છે. તો અગાઉની ત્રણ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, 2009 માં 49.02 ટકા, 2014માં 70.94 ટકા તો 2019માં 68.18 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય વડોદરા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોના મતદાની વાત કરીએ તો એકોટામાં 60.30 ટકા, માંજલપુરમાં 60.47 ટકા, રાઓપુરામાં 57.95 ટકા મતદાન, સાવલીમાં 65.39 ટકા મતદાન, સયાજીગંજમાં 59.16 ટકા, વડોદરા શહેરમાં 59.76 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા મતદાન થયું હતું.