સાયલા: રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત, 2ના મોત 7 ઇજાગ્રસ્ત

સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માત કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે સર્જાયો અકસ્માત સુરેન્દ્રનગરના સાયલામાં અકસ્માત થતા 2 લોકોના મોત થયા છે. જેમાં સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે. તેમાં કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા છે તથા 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત સર્જાયો છે. રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા- રાજકોટ હાઈવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા ત્રણ જણાના મોત થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના ચાલકનો પણ સમાવેશ થયો હતો. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ રાત્રીના આપા ગીગાના ઓટલા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એમ્બ્યુલન્સ સાથે ટ્રક ટકરાઇ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક વિજય બાવળિયા તથા તેમાં સવાર 18 વર્ષીય પાયલ મકવાણા અને 45 વર્ષીય ગીતાબેન મિયાત્રાનું મોત થયું હતું. ચોટીલાથી દર્દીઓને લઈ એમ્બ્યુલન્સ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. 

સાયલા: રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત, 2ના મોત 7 ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માત
  • કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા
  • ભજનના કાર્યક્રમમાં જતા સમયે સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગરના સાયલામાં અકસ્માત થતા 2 લોકોના મોત થયા છે. જેમાં સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે. તેમાં કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા છે તથા 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત સર્જાયો છે.

રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો

રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો.

ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો

તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા- રાજકોટ હાઈવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા ત્રણ જણાના મોત થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના ચાલકનો પણ સમાવેશ થયો હતો. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ રાત્રીના આપા ગીગાના ઓટલા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એમ્બ્યુલન્સ સાથે ટ્રક ટકરાઇ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક વિજય બાવળિયા તથા તેમાં સવાર 18 વર્ષીય પાયલ મકવાણા અને 45 વર્ષીય ગીતાબેન મિયાત્રાનું મોત થયું હતું. ચોટીલાથી દર્દીઓને લઈ એમ્બ્યુલન્સ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.