Himatnagar News: સાબરકાંઠા જિલ્લાગ્રામ્ય સહિત રાજ્યમાં હવે બફારાસભરની ગરમીનો સામનો કરવો પડશે

આગામી તા. રજીથી તા. 19મી જૂન દરમિયાન ભેજનું પ્રમાણ વધશે, ગરમી અકળાવશેઆખો જૂન મહિનો લોકોને બાફ અને ઉકળાટમાં કાઢવો પડશે જૂન મહિનામાં પણ બાફ અને ઉકળાટને કારણે ગરમીનું પ્રમાણ ઘટવાની શકયતાઓ નહિવત ગુજરાતમાં સમગ્ર મે માસ દરમિયાન આકળો ઉનાળો લોકોને ત્રાહિમામ કરી રહયો છે ત્યારે હજુ પણ આગામી જૂન મહિનામાં પણ બાફ અને ઉકળાટને કારણે ગરમીનું પ્રમાણ ઘટવાની શકયતાઓ નહિવત છે ત્યારે આગામી તા.2જીથી તા.19મી જૂન દરમિયાન સાબરકાંઠા જિલ્લ ગ્રામ્ય સહિત ગુજરાતમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે સુર્યના કિરણોની ગરમી કરતાં ભેજને લીધે લાગતી ગરમી ખુબ જ અકળાવનારી હોય છે ત્યારે તે સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કેટલેક ઠેકાણે વાવાઝોડા સાથે વરસાદ પડવાની શકયતા પણ દર્શાવાઈ રહી છે. આગામી ચોમાસા અંગે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ ગુજરાતમાં અત્યારે જાણે આકાશમાંથી અંગારા વરસી રહયા હોય તેમ આખો દિવસ અને રાત્રે 11 વાગ્યા સુધી ગરમ પવનને લીધે લૂનો અહેસાસ થાય છે ત્યારે આગામી તા.રજી જૂનથી 19મી જૂન દરમિયાન ઉકળાટવાળી ગરમી વધુ પડશે અને સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો વધી શકે તેવી શકયતા દર્શાવાઈ રહી છે. સાથોસાથ જયોતિષ શાસ્ત્રની આગાહી મુજબ આગામી તા.2જી જૂનના રોજ સૂર્ય નારાયણ 17 અંશ 45 કલાક અને 45 વિકળાને વૃષભ પણ કર સ્થાનમાં ભ્રમણ કરશે. જે પૃથ્વી તત્વમાં હોવાથી પૃથ્વી વધુ તપશે. ગુજરાતમાં વરસાદી ઠંડકના અહેસાસ માટે તા.20મીથી 30 જૂન સુધી રાહ જોવી પડશે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જૂન મહિનામાં સારી અસરો જોવા મળશે. શનિ કુર્મ ચક્ર પ્રમાણે તા.6ઠ્ઠી એપ્રિલથી તા.3જી ઓકટોબર દરમિયાન પુર્વભાદ્રપદ નક્ષત્રમાં પરિભ્રમણ કરી રહયા છે. જેથી પુર્વના દેશોમાં તેની અસરો વર્તાશે તથા રાજકીય ક્ષેત્રે પરિવર્તનના યોગ દેખાય છે. કુદરતી પ્રકોપ અને મૃત્યુકાળનો પ્રકોપ સર્જાશે. સાથો સાથ આગામી તા.15મી જૂન પછી દરિયામાં વાવાઝોડાની શકયતાઓ વધુ છે.

Himatnagar News: સાબરકાંઠા જિલ્લાગ્રામ્ય સહિત રાજ્યમાં હવે બફારાસભરની ગરમીનો સામનો કરવો પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી તા. રજીથી તા. 19મી જૂન દરમિયાન ભેજનું પ્રમાણ વધશે, ગરમી અકળાવશે
  • આખો જૂન મહિનો લોકોને બાફ અને ઉકળાટમાં કાઢવો પડશે
  • જૂન મહિનામાં પણ બાફ અને ઉકળાટને કારણે ગરમીનું પ્રમાણ ઘટવાની શકયતાઓ નહિવત

ગુજરાતમાં સમગ્ર મે માસ દરમિયાન આકળો ઉનાળો લોકોને ત્રાહિમામ કરી રહયો છે ત્યારે હજુ પણ આગામી જૂન મહિનામાં પણ બાફ અને ઉકળાટને કારણે ગરમીનું પ્રમાણ ઘટવાની શકયતાઓ નહિવત છે ત્યારે આગામી તા.2જીથી તા.19મી જૂન દરમિયાન સાબરકાંઠા જિલ્લ ગ્રામ્ય સહિત ગુજરાતમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે સુર્યના કિરણોની ગરમી કરતાં ભેજને લીધે લાગતી ગરમી ખુબ જ અકળાવનારી હોય છે ત્યારે તે સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કેટલેક ઠેકાણે વાવાઝોડા સાથે વરસાદ પડવાની શકયતા પણ દર્શાવાઈ રહી છે.

આગામી ચોમાસા અંગે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ ગુજરાતમાં અત્યારે જાણે આકાશમાંથી અંગારા વરસી રહયા હોય તેમ આખો દિવસ અને રાત્રે 11 વાગ્યા સુધી ગરમ પવનને લીધે લૂનો અહેસાસ થાય છે ત્યારે આગામી તા.રજી જૂનથી 19મી જૂન દરમિયાન ઉકળાટવાળી ગરમી વધુ પડશે અને સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો વધી શકે તેવી શકયતા દર્શાવાઈ રહી છે. સાથોસાથ જયોતિષ શાસ્ત્રની આગાહી મુજબ આગામી તા.2જી જૂનના રોજ સૂર્ય નારાયણ 17 અંશ 45 કલાક અને 45 વિકળાને વૃષભ પણ કર સ્થાનમાં ભ્રમણ કરશે. જે પૃથ્વી તત્વમાં હોવાથી પૃથ્વી વધુ તપશે. ગુજરાતમાં વરસાદી ઠંડકના અહેસાસ માટે તા.20મીથી 30 જૂન સુધી રાહ જોવી પડશે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જૂન મહિનામાં સારી અસરો જોવા મળશે. શનિ કુર્મ ચક્ર પ્રમાણે તા.6ઠ્ઠી એપ્રિલથી તા.3જી ઓકટોબર દરમિયાન પુર્વભાદ્રપદ નક્ષત્રમાં પરિભ્રમણ કરી રહયા છે. જેથી પુર્વના દેશોમાં તેની અસરો વર્તાશે તથા રાજકીય ક્ષેત્રે પરિવર્તનના યોગ દેખાય છે. કુદરતી પ્રકોપ અને મૃત્યુકાળનો પ્રકોપ સર્જાશે. સાથો સાથ આગામી તા.15મી જૂન પછી દરિયામાં વાવાઝોડાની શકયતાઓ વધુ છે.