Dabhoi: નગર પાલિકા હસ્તકની પાણીની પરબોની સફાઇ શરૂ કરાઇ

નગર પાલિકા પ્રમુખના પ્રયત્નોથી એજન્સીને કામગીરી સોંપાઇનગરમાં ટૂંક સમયમાં જ પરબો પુનઃ ધમધમતી થશે તેવી આશા ડભોઇમાં પીવાના પાણીની પરબોની સફાઈ કરતાં પાલિકા કર્મચારીઓ. ડભોઇ નગરપાલિકા હસ્તકની નગરમાં આવેલ પીવાના પાણીની પરબો છેલ્લા ઘણા સમયથી સફાઈની રાહ જોઈ રહી હતી. ડભોઇ પાલિકા પ્રમુખ બીરેન શાહનાં પ્રયત્નોને પગલે એજન્સી બોલાવી તમામ પાણીની પરબોની સાફ્ સફાઈ શરૂ કરાઇ છે. હવે ટુંક સમયમાં આં પરબોને પુનઃ જીવિત કરાય તેવી આશા નગરજનોમાં બંધાઈ છે. ડભોઇ નગર હદ વિસ્તારમાં ટાવર, એસ.ટી.ડેપો, લાલ બજાર, કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યા ને જળ મળે તે હેતુ થી પાણીની પરબો બનાવી પાલિકા ને હસ્તગત કરવામાં આવી હતી પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી હાલ પ્રમુખ બીરેન ભાઈ શાહ દ્વારા આં પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબો ની ટાંકીઓ ની સાફ્ સફાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી સમય માં આં પાણીની પરબો પુનઃ જીવિત થસે તેવી આશા ડભોઇ નગરની જનતા માં બંધાઈ છે. સ્વચ્છ પાલિકાનાં સૂત્ર સાથે ડભોઇ નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે નગરની સ્વચ્છતા તરફ્ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવીરહ્યું છે.

Dabhoi: નગર પાલિકા હસ્તકની પાણીની પરબોની સફાઇ શરૂ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નગર પાલિકા પ્રમુખના પ્રયત્નોથી એજન્સીને કામગીરી સોંપાઇ
  • નગરમાં ટૂંક સમયમાં જ પરબો પુનઃ ધમધમતી થશે તેવી આશા
  • ડભોઇમાં પીવાના પાણીની પરબોની સફાઈ કરતાં પાલિકા કર્મચારીઓ.

ડભોઇ નગરપાલિકા હસ્તકની નગરમાં આવેલ પીવાના પાણીની પરબો છેલ્લા ઘણા સમયથી સફાઈની રાહ જોઈ રહી હતી. ડભોઇ પાલિકા પ્રમુખ બીરેન શાહનાં પ્રયત્નોને પગલે એજન્સી બોલાવી તમામ પાણીની પરબોની સાફ્ સફાઈ શરૂ કરાઇ છે. હવે ટુંક સમયમાં આં પરબોને પુનઃ જીવિત કરાય તેવી આશા નગરજનોમાં બંધાઈ છે.

ડભોઇ નગર હદ વિસ્તારમાં ટાવર, એસ.ટી.ડેપો, લાલ બજાર, કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યા ને જળ મળે તે હેતુ થી પાણીની પરબો બનાવી પાલિકા ને હસ્તગત કરવામાં આવી હતી પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી હાલ પ્રમુખ બીરેન ભાઈ શાહ દ્વારા આં પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબો ની ટાંકીઓ ની સાફ્ સફાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી સમય માં આં પાણીની પરબો પુનઃ જીવિત થસે તેવી આશા ડભોઇ નગરની જનતા માં બંધાઈ છે. સ્વચ્છ પાલિકાનાં સૂત્ર સાથે ડભોઇ નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે નગરની સ્વચ્છતા તરફ્ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવીરહ્યું છે.