Trainમાં ધ્રુમપાન કરવાને લઈ મુસાફરો સ્મોક ડિટેક્શન સિસ્ટમને લઈ કરે છે ચેડા

ટ્રેનમાં ધ્રુમપાન કરવુ એ જોખમી અને દંડનીય છે ટ્રેનમાં કેટલાક મુસાફરો ધ્રુમપાન કરી ફાયરની સિસ્ટમને પહોંચાડે છે નુકસાન સ્મોક ડિટેકશન સિસ્ટમ પર કેટલાક મુસાફરો સ્ટીકર લગાવે છે જેના કારણે ફાયર એલાર્મ ના વાગે રાજકોટ અગ્નિકાંડની હજુ શ્યાહી પણ સુકાઈ નથી ત્યારે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરો તેમના મોજમસ્તી માટે સુરક્ષાના સાધનો સાથે છેડછાડ કરી રહ્યા છે જે ક્યારેક મોટા દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.કેવી રીતે મુસાફરો ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ સાથે ચેડા કરે છે કેવી રીતે તેનાથી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાઈટેક ફાયર એલાર્મ સિસ્ટમ ટ્રેનમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને તંત્રએ કવાયત હાથધરી છે તેવામાં ભારતીય રેલ્વેના તમામ એસી ક્લાસમાં આધુનિક ટેક્નોલોજી વાળી ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવાવમાં આવી રહી છે.જેનાથી ટ્રેનમાં આગ લાગવાથી અથવા ધુમાડો ઉત્પન્ન થતાની માત્ર દોઢ મિનિટમાં જ ટ્રેન થંભી જાય છે.હાલ આ સિસ્ટમ 300થી વધુ ટ્રેનોમાં લગાવવામાં આવી છે અને આગામી દિવસોમાં તમામ કોચ આ સિસ્ટમથી સજ્જ કરી દેવામાં આવશે. તમારા કારણે અન્યના જીવ જોખમમાં ના મૂકો ટ્રેનોમાં લગાવવામાં આવેલ આ સિસ્ટમ એટલી પાવરફૂલ છે કે સામાન્ય આગની ઘટનામાં પણ આ સિસ્ટમ સ્મોક ડિટેક્ટ કરીને એલાર્મ વગાડે છે અને જો ઓપરેટર દોઢ મિનિટમાં આ એલાર્મ પર કોઈ કાર્યવાહી નથી કરતા તો તુરંત ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક વાગી જાય છે.જો કે કેટલાક બેદરકાર મુસાફરો ચાલુ ટ્રેનમાં બીડી કે સીગારેટ પીવા માટે આ સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમના સેન્સર પર સ્ટિકર લગાડીને સિસ્ટમને નિષ્ક્રિય કરી દે છે જેનાથી મોટી આગમાં પણ આ સેન્સર કામ કરતા નથી.છેલ્લા એક વર્ષમાં સ્મોક ડિટેક્શન સિસ્મટ દ્વારા ચાલુ ટ્રેનમાં 20થી વધુ સ્મોકના કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે જે બીડી સીગારેટ પીવાના કારણે થયા હતા.આવા કેસોના કારણે અન્ય મુસાફરોનો પણ સમયનો વ્યય થતો હોય છે. રેલવે લઈ શકે છે કડક પગલાં એક તરફ ભારતીય રેલ્વે તરફથી મુસાફરોની સુરક્ષા વધારવા ટ્રેનોમાં ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવીને મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બેદરકાર નાગરિકોએ પોતાના મોજશોખ માટે અન્ય મુસાફરોના જીવ જોખમમાં ન મૂકવા જોઈએ.

Trainમાં ધ્રુમપાન કરવાને લઈ મુસાફરો સ્મોક ડિટેક્શન સિસ્ટમને લઈ કરે છે ચેડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેનમાં ધ્રુમપાન કરવુ એ જોખમી અને દંડનીય છે
  • ટ્રેનમાં કેટલાક મુસાફરો ધ્રુમપાન કરી ફાયરની સિસ્ટમને પહોંચાડે છે નુકસાન
  • સ્મોક ડિટેકશન સિસ્ટમ પર કેટલાક મુસાફરો સ્ટીકર લગાવે છે જેના કારણે ફાયર એલાર્મ ના વાગે

રાજકોટ અગ્નિકાંડની હજુ શ્યાહી પણ સુકાઈ નથી ત્યારે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરો તેમના મોજમસ્તી માટે સુરક્ષાના સાધનો સાથે છેડછાડ કરી રહ્યા છે જે ક્યારેક મોટા દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.કેવી રીતે મુસાફરો ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ સાથે ચેડા કરે છે કેવી રીતે તેનાથી દુર્ઘટના સર્જાઈ શકે છે.

હાઈટેક ફાયર એલાર્મ સિસ્ટમ ટ્રેનમાં

રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને તંત્રએ કવાયત હાથધરી છે તેવામાં ભારતીય રેલ્વેના તમામ એસી ક્લાસમાં આધુનિક ટેક્નોલોજી વાળી ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવાવમાં આવી રહી છે.જેનાથી ટ્રેનમાં આગ લાગવાથી અથવા ધુમાડો ઉત્પન્ન થતાની માત્ર દોઢ મિનિટમાં જ ટ્રેન થંભી જાય છે.હાલ આ સિસ્ટમ 300થી વધુ ટ્રેનોમાં લગાવવામાં આવી છે અને આગામી દિવસોમાં તમામ કોચ આ સિસ્ટમથી સજ્જ કરી દેવામાં આવશે.


તમારા કારણે અન્યના જીવ જોખમમાં ના મૂકો

ટ્રેનોમાં લગાવવામાં આવેલ આ સિસ્ટમ એટલી પાવરફૂલ છે કે સામાન્ય આગની ઘટનામાં પણ આ સિસ્ટમ સ્મોક ડિટેક્ટ કરીને એલાર્મ વગાડે છે અને જો ઓપરેટર દોઢ મિનિટમાં આ એલાર્મ પર કોઈ કાર્યવાહી નથી કરતા તો તુરંત ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક વાગી જાય છે.જો કે કેટલાક બેદરકાર મુસાફરો ચાલુ ટ્રેનમાં બીડી કે સીગારેટ પીવા માટે આ સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમના સેન્સર પર સ્ટિકર લગાડીને સિસ્ટમને નિષ્ક્રિય કરી દે છે જેનાથી મોટી આગમાં પણ આ સેન્સર કામ કરતા નથી.છેલ્લા એક વર્ષમાં સ્મોક ડિટેક્શન સિસ્મટ દ્વારા ચાલુ ટ્રેનમાં 20થી વધુ સ્મોકના કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે જે બીડી સીગારેટ પીવાના કારણે થયા હતા.આવા કેસોના કારણે અન્ય મુસાફરોનો પણ સમયનો વ્યય થતો હોય છે.


રેલવે લઈ શકે છે કડક પગલાં

એક તરફ ભારતીય રેલ્વે તરફથી મુસાફરોની સુરક્ષા વધારવા ટ્રેનોમાં ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવીને મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બેદરકાર નાગરિકોએ પોતાના મોજશોખ માટે અન્ય મુસાફરોના જીવ જોખમમાં ન મૂકવા જોઈએ.