Gujarat By-Election: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની શકયતા નહીંવત

હર્ષદ રિબડીયાની અરજી પર સુનાવણી ન થઇ 1 મેના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી અરજી પેન્ડીંગ હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં આગામી સુનાવણી 1 મેના રોજ હાથ ધરવામાં આવી હોવાના કારણે હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ તેવી શક્યતા નહીંવત રહેલી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની 7 મેના રોજ યોજાઈ રહી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર આ પાંચ બેઠક પર ચૂંટણી યોજાશે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું કોકડું ગુંચવાયું છે. જેમાં હાઈકોર્ટમાં હર્ષદ રિબડીયાએ અરજી કરી છે. શું છે સમગ્ર ઘટના જેમાં ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. આ અરજ પેન્ડીંગ હોવાના કારણે ચૂંટણી પંચે તારીખ જાહેર ન કરી હતી. જ્યારે હવે તેની સુનાવણી 1મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે 7 મેના રોજ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેથી હાલમાં વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાવાની શક્યતા નહીંવત લાગી રહી છે. જોકે, વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કોઈ જાહેરાત કરી ન હતી. જેને લઈને આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હજી રાહ જોવી પડશે. જેમાં ચૂંટણી અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Gujarat By-Election: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની શકયતા નહીંવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હર્ષદ રિબડીયાની અરજી પર સુનાવણી ન થઇ
  • 1 મેના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી
  • અરજી પેન્ડીંગ હોવાથી પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં આગામી સુનાવણી 1 મેના રોજ હાથ ધરવામાં આવી હોવાના કારણે હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ તેવી શક્યતા નહીંવત રહેલી છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની 7 મેના રોજ યોજાઈ રહી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર આ પાંચ બેઠક પર ચૂંટણી યોજાશે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું કોકડું ગુંચવાયું છે. જેમાં હાઈકોર્ટમાં હર્ષદ રિબડીયાએ અરજી કરી છે.

શું છે સમગ્ર ઘટના 

જેમાં ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. આ અરજ પેન્ડીંગ હોવાના કારણે ચૂંટણી પંચે તારીખ જાહેર ન કરી હતી. જ્યારે હવે તેની સુનાવણી 1મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે 7 મેના રોજ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેથી હાલમાં વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાવાની શક્યતા નહીંવત લાગી રહી છે.

જોકે, વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કોઈ જાહેરાત કરી ન હતી. જેને લઈને આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હજી રાહ જોવી પડશે. જેમાં ચૂંટણી અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.