જાણો નવસારી લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલની રાજકીય સફર

વર્ષ 2019ની ચૂંટણીમાં નવસારી બેઠકે રચ્યો હતો ઈતિહાસ નવસારીની બેઠક ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતનારી બેઠક બની ગઇ હતી સી.આર.પાટીલે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાનું મિશન ઉપાડયુ છે નવસારી લોકસભા બેઠક માટે 12મીએ જાહેરનામું બહાર પડવાની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આમ તો ચૂંટણીની જાહેરાત કરાઈ ત્યારથી ચૂંટણી આચારસંહિતા નવસારી બેઠક માટે પણ અમલી બની ગઈ હતી. જોકે વિધિવત જાહેરનામું બહાર પડ્યું ન હતું. ચૂંટણી પંચે જાહેર કરેલ તારીખ મુજબ નવસારી બેઠક માટે પણ 12મીને શુક્રવારે જાહેરનામું બહાર પડશે અને તેની સાથે જ ઉમેદવારીપત્રકો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 19મી સુધી ફોર્મ ભરી શકાશે, ત્યારબાદ 20મી એ ફોર્મ ચકાસણી અને 22મી એ ફોર્મ ખેંચવાનો અંતિમ દિન નક્કી કરાયો છે. જાણો કોણ છે સી.આર.પાટીલ સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ આવી ગઈ છે જેમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે.નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મ થી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા.2019 માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું.2014 માં, તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા જ્યારે વર્ષ 2009માં તેઓએ 4.23413 મતો મેળવ્યા હતા. સી.આર.પાટીલનુ ભણતર જાણો સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો , ગુજરાતમાં નોન-ગુજરાતી વ્યક્તિને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. . કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફરએકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો.પાટીલે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું પાટીલે વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે.પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં. સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત કરીએ તો, 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. રાજપૂતને 2.90 લાખ મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જેમને પાટીલ પાસેથી 2.62 લાખ મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોળી પટેલને પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. ધર્મેશ પટેલને 2.83 લાખ મત મળ્યા હતા. શું છે નવસારી બેઠકનું ગણિત નવસારીમાં સાત વિધાનસભા બેઠક છે, ત્યારે ભાજપનો વ્યૂહ છે કે તમામ વિધાનસભામાં એક એક લાખની લીડ મળે. તેની તૈયારીઓમાં ધારાસભ્ય વ્યસ્ત પણ બન્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલે 6,89,688 વોટથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં 21 લાખથી વધુ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે.2019માં ભાજપે નવસારીની બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર.પાટીલે ડંકો વગાડ્યો હતો, ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર.પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે. નવસારીનો ઈતિહાસ નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે. ગાંધીજીની અમદાવાદથી આરંભાયેલી દાંડીયાત્રાનો અંતિમ મૂકામ દાંડીનો દરિયા કિનારો હતો. નવસારી લોકસભા મતક્ષેત્રમાં દાંડી તીર્થનો સમાવેશ થાય છે. 1977માં દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન અને જનતા પક્ષના અગ્રણી મોરારજી દેસાઇ સુરત બેઠકથી સાંસદ બન્યા હતા. આરંભમાં કોંગ્રેસ અને છેલ્લાં 35 વર્ષોથી ભાજપનો મૂળ સુરત અને નવ-રચિત નવસારી બેઠક પર 2009થી દબદબો રહ્યો છે. 2008માં નવા સીમાંકન બાદ રચાયેલી નવસારી લોકસભા બેઠક પર 2009, 2014 અને 2019ની સળંગ ત્રણ ચૂંટણી મૂળ મરાઠી અને ભૂતપુર્વ પોલીસકર્મી ચંદ્રકાંત રઘુનાથ પાટીલે હાંસલ કરી છે.2009માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં જ ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1,32,634 મતે હરાવ્યા હતા. તો 2014માં મોદીવેવમાં સી. આર. પાટીલનો કોંગ્રેસના મકસુદ મીર્ઝા સામે 5,58,116 મતે વિજય થયો હતો. 2019માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને વિક્રમી મત તફાવતથી હરાવીને સમગ્ર દેશનું ઘ્યાન ખ

જાણો નવસારી લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલની રાજકીય સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષ 2019ની ચૂંટણીમાં નવસારી બેઠકે રચ્યો હતો ઈતિહાસ
  • નવસારીની બેઠક ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતનારી બેઠક બની ગઇ હતી
  • સી.આર.પાટીલે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાનું મિશન ઉપાડયુ છે

નવસારી લોકસભા બેઠક માટે 12મીએ જાહેરનામું બહાર પડવાની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આમ તો ચૂંટણીની જાહેરાત કરાઈ ત્યારથી ચૂંટણી આચારસંહિતા નવસારી બેઠક માટે પણ અમલી બની ગઈ હતી. જોકે વિધિવત જાહેરનામું બહાર પડ્યું ન હતું. ચૂંટણી પંચે જાહેર કરેલ તારીખ મુજબ નવસારી બેઠક માટે પણ 12મીને શુક્રવારે જાહેરનામું બહાર પડશે અને તેની સાથે જ ઉમેદવારીપત્રકો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 19મી સુધી ફોર્મ ભરી શકાશે, ત્યારબાદ 20મી એ ફોર્મ ચકાસણી અને 22મી એ ફોર્મ ખેંચવાનો અંતિમ દિન નક્કી કરાયો છે.

જાણો કોણ છે સી.આર.પાટીલ

સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ આવી ગઈ છે જેમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે.નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મ થી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા.2019 માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું.2014 માં, તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા જ્યારે વર્ષ 2009માં તેઓએ 4.23413 મતો મેળવ્યા હતા.


સી.આર.પાટીલનુ ભણતર જાણો

સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો , ગુજરાતમાં નોન-ગુજરાતી વ્યક્તિને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. . કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફરએકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો.પાટીલે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો.

પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું પાટીલે

વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે.પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત કરીએ તો, 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. રાજપૂતને 2.90 લાખ મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જેમને પાટીલ પાસેથી 2.62 લાખ મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોળી પટેલને પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. ધર્મેશ પટેલને 2.83 લાખ મત મળ્યા હતા.

શું છે નવસારી બેઠકનું ગણિત

નવસારીમાં સાત વિધાનસભા બેઠક છે, ત્યારે ભાજપનો વ્યૂહ છે કે તમામ વિધાનસભામાં એક એક લાખની લીડ મળે. તેની તૈયારીઓમાં ધારાસભ્ય વ્યસ્ત પણ બન્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલે 6,89,688 વોટથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં 21 લાખથી વધુ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે.2019માં ભાજપે નવસારીની બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર.પાટીલે ડંકો વગાડ્યો હતો, ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર.પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે.

નવસારીનો ઈતિહાસ

નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે. ગાંધીજીની અમદાવાદથી આરંભાયેલી દાંડીયાત્રાનો અંતિમ મૂકામ દાંડીનો દરિયા કિનારો હતો. નવસારી લોકસભા મતક્ષેત્રમાં દાંડી તીર્થનો સમાવેશ થાય છે. 1977માં દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન અને જનતા પક્ષના અગ્રણી મોરારજી દેસાઇ સુરત બેઠકથી સાંસદ બન્યા હતા. આરંભમાં કોંગ્રેસ અને છેલ્લાં 35 વર્ષોથી ભાજપનો મૂળ સુરત અને નવ-રચિત નવસારી બેઠક પર 2009થી દબદબો રહ્યો છે. 2008માં નવા સીમાંકન બાદ રચાયેલી નવસારી લોકસભા બેઠક પર 2009, 2014 અને 2019ની સળંગ ત્રણ ચૂંટણી મૂળ મરાઠી અને ભૂતપુર્વ પોલીસકર્મી ચંદ્રકાંત રઘુનાથ પાટીલે હાંસલ કરી છે.2009માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં જ ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1,32,634 મતે હરાવ્યા હતા. તો 2014માં મોદીવેવમાં સી. આર. પાટીલનો કોંગ્રેસના મકસુદ મીર્ઝા સામે 5,58,116 મતે વિજય થયો હતો. 2019માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને વિક્રમી મત તફાવતથી હરાવીને સમગ્ર દેશનું ઘ્યાન ખેંચ્યું હતુ. 2019માં સી. આર. પાટીલનું વિજય માર્જન 6,89,688 રહ્યું હતુ. આમ 2008માં નવ-રચિત નવસારી લોકસભા બેઠક પર સતત ત્રણ ચૂંટણીમાં ભાજપ પક્ષ તરીકે તો સી. આર પાટીલે ઉમેદવાર તરીકે વિક્રમી વિજય પ્રાપ્ત કરીનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે.

2024માં સૌથી મોટો પ્રશ્ન, વિજય કરતાં લીડનો ચર્ચાય છે

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે જે 195 ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરી છે એમાં નવસારીના ત્રણ ટર્મથી જીતતા આવતા સાંસદ સી. આર. પાટીલને ચોથી વારના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નવસારી બેઠકના વર્તમાન સાંસદ સી. આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પણ પુરી થશે ત્યારે 2024ની ચૂંટણીમાં વિજેતા થયા બાદ સી. આર. પાટીલને રાજ્યથી કેન્દ્ર ખાતે મંત્રી બનાવીને લઈ જવાય એવી પણ લોકચર્ચાઓ જામી છે. પક્ષમાં આંતરિક જૂથવાદને ડામી ન શકવાની ફરીયાદ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની કેન્દ્રીય મોવડી મંડળ સુધી પહોંચી છે. આ સંજોગોમાં પણ સી. આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભાજપે 2022માં 156 બેઠકો હાંસલ કરી અને અનેક કોંગ્રેસ-આપના નેતાઓને ભાજપમા સમાવિષ્ઠ કરાવીને ભાજપને પહેલા કરતા વધુ સશક્ત બનાયો છે. 2009ની પહેલી લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલની 1,32,643 મતોની લીડ, 2014માં 5,58,116 મતો સુધી પહોંચી. 2019માં તો સી. આર. પાટીલની વિજયી લીડ 6,89,688ના વિક્રમે પહોંચી હતી. સાંસદ તરીકે હાઇટેક સુવિધાના ઉપભોક્તા અને સી. આર. પાટીલની અદ્યતન ટેકનોલોજીથી સંપન્ન ઓફિસ દેશમાં મોખરામાં સ્થાન પામે છે. 2024માં એવું મનાય છે કે સી. આર. પાટીલની જીત તો નિશ્ચિંત છે, પણ સવાલ માત્ર કેટલાં મતોની લીડનો છે એ રહેવાનો છે.

નવસારી બેઠક પર કોગ્રેસે લોકસભા 2024ના ઉમેદવાર જાહેર કર્યા નથી