Gujarat Weather Updates: 24 કલાકમાં તોફાની વરસાદ પડશે: પરેશ ગોસ્વામી

સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે: પરેશ ગોસ્વામી રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે : પરેશ ગોસ્વામી સમય કરતાં વહેલું આવશે ચોમાસું રાજ્યમાં એકતરફ ભરઉનાળો ચાલી રહ્યો છે અને સાથે જ ગઈકાલે માવઠાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં અનેક જગ્યાઓએ વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક અતિશય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હાલમાં જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયને લઈને વરસાદની આગાહી જાહેર કરી છે. તો જાણો ક્યારે આવી શકે છે વરસાદ. 24 કલાકમાં તોફાની વરસાદ પડશે: પરેશ ગોસ્વામી પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેઓએ કહ્યું કે તાપમાન અત્યારે 41થી લઇને 43 ડિગ્રીની રેન્જમાં છે. લોકો હાલમાં હીટવેવનો માહોલ પસાર કરી રહ્યા છે. સામાન્ય કરતા થોડી વધારે ગરમી છે. આ વધારે ગરમીને કારણે થોડા ઝાપટાં પડી રહ્યા છે. હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પણ પડી રહ્યા છે. આપણે ગભરાવાવનું નથી કારણ કે, આ જે ઝાપટાં છે તેની ચોમાસા પર કોઇ ખરાબ અસર નહીં થાય. આ ઝાપટાં પડવા પ્રિમોન્સુન એક઼્ટિવિટી છે. આવા ઝાપટાં દરવર્ષે પડતા હોય છે. ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવે છે પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂને અને કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસતું હોય છે. હવે 12 દિવસમાં શ્રીલંકા સહિતના ટાપુઓ પર ચોમાસું એન્ટર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે તે તો નિયત સમય કે કદાચ થોડું વહેલું પણ આવી શકે છે.

Gujarat Weather Updates: 24 કલાકમાં તોફાની વરસાદ પડશે: પરેશ ગોસ્વામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે: પરેશ ગોસ્વામી
  • રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે : પરેશ ગોસ્વામી
  • સમય કરતાં વહેલું આવશે ચોમાસું

રાજ્યમાં એકતરફ ભરઉનાળો ચાલી રહ્યો છે અને સાથે જ ગઈકાલે માવઠાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં અનેક જગ્યાઓએ વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક અતિશય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હાલમાં જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયને લઈને વરસાદની આગાહી જાહેર કરી છે. તો જાણો ક્યારે આવી શકે છે વરસાદ.

24 કલાકમાં તોફાની વરસાદ પડશે: પરેશ ગોસ્વામી

પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેઓએ કહ્યું કે તાપમાન અત્યારે 41થી લઇને 43 ડિગ્રીની રેન્જમાં છે. લોકો હાલમાં હીટવેવનો માહોલ પસાર કરી રહ્યા છે. સામાન્ય કરતા થોડી વધારે ગરમી છે. આ વધારે ગરમીને કારણે થોડા ઝાપટાં પડી રહ્યા છે. હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પણ પડી રહ્યા છે. આપણે ગભરાવાવનું નથી કારણ કે, આ જે ઝાપટાં છે તેની ચોમાસા પર કોઇ ખરાબ અસર નહીં થાય. આ ઝાપટાં પડવા પ્રિમોન્સુન એક઼્ટિવિટી છે. આવા ઝાપટાં દરવર્ષે પડતા હોય છે.

ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવે છે

પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂને અને કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસતું હોય છે. હવે 12 દિવસમાં શ્રીલંકા સહિતના ટાપુઓ પર ચોમાસું એન્ટર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે તે તો નિયત સમય કે કદાચ થોડું વહેલું પણ આવી શકે છે.