એબ્યુલન્સ સર્વિસના ધંધાના નામે અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા

અમદાવાદ,શુક્રવારસુરતમાં એમ્બ્યુલન્સ વ્યવસાયમાં રોકાણ કરીને આકર્ષક વળતર આપવાની લાલચ આપીને ત્રણ ગઠિયાઓએ અમદાવાદના બાપુનગરમાં રહેતા વ્યક્તિ સહિત અનેક લોકો પાસેથી રૂપિયા ૫.૭૫ કરોડની રકમ લઇને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  જ્યારે મુખ્ય આરોપી હાર્દિક પટવા ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ સુરતમાં પણ રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. શહેરના બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગરભાઇ શહેરાવાળાએ અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી કે  તેમની સાથે અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં કામ કરતા હાર્દિક પટવા (રહે. અક્ષરધામ એપાર્ટમેન્ટ, મજુરા ગેટ, સુરત) દ્વારા સુરતમાં  આવેલી સનસાઇન અમ્બ્યુલન્સ સર્વિસના હેમંત  પરમાર (રહે.સિદ્વિ વિનાયક રેસીડેન્સી, હજીરા રોડ, સુરત) અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગૌસ્વામી (રહે. એમ બિલ્ડીંગ, સુમન શ્વેત આવાસ,  પીપળોદ, સુરત) સાથે ંમળીને રૂપિયા ૫.૭૫ કરોડની છેતરપિંડી કરી હતી. આ કેસમાં  પોલીસે શુક્રવારે હેમત પરમાર અને મયુર ગોસ્વામીની સુરત ખાતે ધરપકડ કરી હતી. જ્યારે ગુનો નોંધાયા બાદ હાર્દિક પટવા સુરતથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તેમના વિરૂદ્વ અગાઉ સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. હાર્દિક પટવા એમ્બ્યુલન્સ  કંપનીના સંચાલકોને વિશ્વાસમાં લઇને નાણાં લઇને રોકાણ કરાવતો હતો. જેમાં એક એમ્બ્યુલન્સ પર પ્રતિમાસ રૂપિયા ૬૦ હજારનું નિશ્ચિત વળતર અપાવવાનું કહેતો હતો. આ છેતરપિંડીની રકમનો ચોક્કસ ભાગ તે હેેમંત પરમાર અને મયુર ગોસ્વામીને  આપતો હતો.  જ્યારે મોટાભાગનો હિસ્સો પોતે રાખતો હતો. અમદાવાદમાં જીગરભાઇ ઉપરાંત અન્ય લોકો સાથે પણ તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી નાણાં પડાવ્યાની વિગતો સામે આવી છે. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

એબ્યુલન્સ સર્વિસના ધંધાના નામે અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

સુરતમાં એમ્બ્યુલન્સ વ્યવસાયમાં રોકાણ કરીને આકર્ષક વળતર આપવાની લાલચ આપીને ત્રણ ગઠિયાઓએ અમદાવાદના બાપુનગરમાં રહેતા વ્યક્તિ સહિત અનેક લોકો પાસેથી રૂપિયા ૫.૭૫ કરોડની રકમ લઇને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  જ્યારે મુખ્ય આરોપી હાર્દિક પટવા ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ સુરતમાં પણ રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. શહેરના બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગરભાઇ શહેરાવાળાએ અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી કે  તેમની સાથે અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં કામ કરતા હાર્દિક પટવા (રહે. અક્ષરધામ એપાર્ટમેન્ટ, મજુરા ગેટ, સુરત) દ્વારા સુરતમાં  આવેલી સનસાઇન અમ્બ્યુલન્સ સર્વિસના હેમંત  પરમાર (રહે.સિદ્વિ વિનાયક રેસીડેન્સી, હજીરા રોડ, સુરત) અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગૌસ્વામી (રહે. એમ બિલ્ડીંગ, સુમન શ્વેત આવાસપીપળોદ, સુરત) સાથે ંમળીને રૂપિયા ૫.૭૫ કરોડની છેતરપિંડી કરી હતી. આ કેસમાં  પોલીસે શુક્રવારે હેમત પરમાર અને મયુર ગોસ્વામીની સુરત ખાતે ધરપકડ કરી હતી. જ્યારે ગુનો નોંધાયા બાદ હાર્દિક પટવા સુરતથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તેમના વિરૂદ્વ અગાઉ સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. હાર્દિક પટવા એમ્બ્યુલન્સ  કંપનીના સંચાલકોને વિશ્વાસમાં લઇને નાણાં લઇને રોકાણ કરાવતો હતો. જેમાં એક એમ્બ્યુલન્સ પર પ્રતિમાસ રૂપિયા ૬૦ હજારનું નિશ્ચિત વળતર અપાવવાનું કહેતો હતો. આ છેતરપિંડીની રકમનો ચોક્કસ ભાગ તે હેેમંત પરમાર અને મયુર ગોસ્વામીને  આપતો હતો.  જ્યારે મોટાભાગનો હિસ્સો પોતે રાખતો હતો. અમદાવાદમાં જીગરભાઇ ઉપરાંત અન્ય લોકો સાથે પણ તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી નાણાં પડાવ્યાની વિગતો સામે આવી છે. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.