વડોદરામાં ઉંડેરાની જૂની સ્કૂલમાં પરપ્રાંતીય યુવકની ઘાતકી હત્યા

Murder in Vadodara : વડોદરાના ઉંડેરા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અંગે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરી હતી. ઉંડેરા વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં જૂની ગાયત્રી વિદ્યાલયમાં હાલમાં લોકો ભાડે થી રહે છે. આ સ્થળે રહેતા ધીરજ સુરેશ દાસ નામના યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા ભારે ચકચાર વ્યાપી હતી.બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી અને સ્થાનિક રહીશોની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તબક્કે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આસપાસના રહેવાસીઓને પોલીસ સ્ટેશનને લઈ જઈ હત્યાનું કારણ જાણવા તેમજ મૃતક યુવકની વધુ વિગતો જાણવા માટે પૂછપરછ કરી રહી છે.

વડોદરામાં ઉંડેરાની જૂની સ્કૂલમાં પરપ્રાંતીય યુવકની ઘાતકી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Murder in Vadodara : વડોદરાના ઉંડેરા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અંગે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરી હતી. 

ઉંડેરા વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં જૂની ગાયત્રી વિદ્યાલયમાં હાલમાં લોકો ભાડે થી રહે છે. આ સ્થળે રહેતા ધીરજ સુરેશ દાસ નામના યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા ભારે ચકચાર વ્યાપી હતી.

બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી અને સ્થાનિક રહીશોની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તબક્કે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ આસપાસના રહેવાસીઓને પોલીસ સ્ટેશનને લઈ જઈ હત્યાનું કારણ જાણવા તેમજ મૃતક યુવકની વધુ વિગતો જાણવા માટે પૂછપરછ કરી રહી છે.