માધાપરના હનીટ્રેપ-આપઘાત કેસમાં આરોપીના જામીન અરજી નામંજુર

અમદાવાદની યુવતીને દુષ્કર્મની ખોટી ફરિયાદ કેમ કરી તેની સમજ આપી હતી ભુજ: માધાપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માગી મરવા મજબુર કરવાના કેસમાં ચાર્જ સીટ મુકાયા બાદ અગ્યાર માસ પછી ભુજના આરોપી અજીજ સમાએ કરેલી રેગ્યુલર જામની અરજી અદાલતે ના મંજુર કરી હતી. માધાપરના આહિર દિલીપ આહિર નામના યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબુર કરવાના કેસમા પકડાયેલા ભુજના અજીજ સાલેમામદ સમાએ કેસની ચાર્જસીટ દાખલ થયા બાદ અગીયાર માસ પછી ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. આરોપી અજીજ સમાએ પાલારા જેલમા રહેલ કેસની મુખ્ય નાયીકા મનિષા ગોસ્વામી સાથે સતત સંપર્કમા રહી આરોપી અજીજ સમાએ અમદાવાદની આરોપણ મહિલા દિવ્યા ચૌહાણને તમામ પ્લાનને કઇ રીતે અંજામ આપવો અને દિવ્યાને સહ આરોપી અંજારના અડવોકેટ આકાશ મકાવાણાની ઓફિસ લઇ ગયો હતો. અને સહ આરોપીઓ સાથે રહીને ગુનાને કેવી રીતે અંજામ આપવો તેનુ પ્લાન ઘડયો હતો. ત્યારબાદ પ્લાન મુજબ સેવન સ્કાય હોટલથી જી.કે.જનરલ હોસ્પીટલ પણ આરોપી અજીજ સમા દિવ્યાને લઇ જઇને જી.કે.જનરલ હોસ્પીટલમાં દિવ્યાને ખોટી ફરીયાદ કેમ કરવી તેની તમામ માહિતી અને માર્ગદશન આપ્યું હતું. ભુજના છઠા અધિક સેસન્સ જજે આરોપી અજીજ સમાની જામીન અરજી નામંજુર કરી હતી. આ કેસમાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ તરીકે ડી.જે.ઠકકર તથા ગુજરનાર પક્ષે વકીલ તરીકે માવજી.ડી.છાંગા (આહિર) હાજર રહીને દલીલો કરેલ હતી.

માધાપરના હનીટ્રેપ-આપઘાત કેસમાં આરોપીના જામીન અરજી નામંજુર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદની યુવતીને દુષ્કર્મની ખોટી ફરિયાદ કેમ કરી તેની સમજ આપી હતી 

ભુજ: માધાપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માગી મરવા મજબુર કરવાના કેસમાં ચાર્જ સીટ મુકાયા બાદ અગ્યાર માસ પછી ભુજના આરોપી અજીજ સમાએ કરેલી રેગ્યુલર જામની અરજી અદાલતે ના મંજુર કરી હતી. 

માધાપરના આહિર દિલીપ આહિર નામના યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબુર કરવાના કેસમા પકડાયેલા ભુજના અજીજ સાલેમામદ સમાએ કેસની ચાર્જસીટ દાખલ થયા બાદ અગીયાર માસ પછી ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. આરોપી અજીજ સમાએ પાલારા જેલમા રહેલ કેસની મુખ્ય નાયીકા મનિષા ગોસ્વામી સાથે સતત સંપર્કમા રહી આરોપી અજીજ સમાએ અમદાવાદની આરોપણ મહિલા દિવ્યા ચૌહાણને તમામ પ્લાનને કઇ રીતે અંજામ આપવો અને દિવ્યાને સહ આરોપી અંજારના અડવોકેટ આકાશ મકાવાણાની ઓફિસ લઇ ગયો હતો. અને સહ આરોપીઓ સાથે રહીને ગુનાને કેવી રીતે અંજામ આપવો તેનુ પ્લાન ઘડયો હતો. ત્યારબાદ પ્લાન મુજબ સેવન સ્કાય હોટલથી જી.કે.જનરલ હોસ્પીટલ પણ આરોપી અજીજ સમા દિવ્યાને લઇ જઇને જી.કે.જનરલ હોસ્પીટલમાં દિવ્યાને ખોટી ફરીયાદ કેમ કરવી તેની તમામ માહિતી અને માર્ગદશન આપ્યું હતું. ભુજના છઠા અધિક સેસન્સ જજે આરોપી અજીજ સમાની જામીન અરજી નામંજુર કરી હતી. આ કેસમાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ તરીકે ડી.જે.ઠકકર તથા ગુજરનાર પક્ષે વકીલ તરીકે માવજી.ડી.છાંગા (આહિર) હાજર રહીને દલીલો કરેલ હતી.