Sanandમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે મામલતદાર સામે કરી દાદાગીરી

મામલતદાર પર ઘાતક હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ વાહનો જપ્ત કરતા મામલતદાર પર હુમલાનો કરાયો પ્રયાસ સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાએ મામલતદાર સામે દાદાગીરી કરી હુમલો કરવાનો પ્રયાસ કરકા સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મામલતદારે રેડ પડતાં વાહનો જપ્ત કરતા મામલતદાર સામે ગુસ્સો રાખી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.માધવનગર ખાતે જમીનમાં ગેર કાનુની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતા હથિયાર સાથે અધિકારીને મારવા પહોચ્યા હતા.સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હતો.તો પોલીસ ફરિયાદ થતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.ભૂતપૂર્વ નેતાનો પાવર તો જુઓ ખનીજ ચોરી કરનારાના સામે JCB અને ડમ્પર મામલતદારે કબજે કર્યા હતાં. ત્યારે સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ તેને છોડાવવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતાં. જ્યાં મામલતદારે કાયદેસર કાર્યવાહીની વાત કરતા અરવિંદસિંહ વાઘેલા મામલતદાર ઓફિસમાં તિક્ષ્ણ હથિયાર લઈને પહોંચ્યા હતાં.રોષે ભરાયેલા નેતાજી અરવિંદસિંહને મામલતદાર ન મળતા તેમના દીકરા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર મામલે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ છે. સાણંદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથધરી છે. પોલીસે હાથધરી તપાસ સાણંદ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે તો અરવિંદસિંહ વાઘેલા કે જેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,મામલતદારને માહિતી મળી હતી કે ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે અને તે ખનન અટકાવવા માટે તેઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને ડમ્પર અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. મામલતદારના પુત્રને પણ આપી ધમકી સાણંદ પોલીસ સ્ટેશનમાં સાણંદ મામલતદાર નવિનચંદ્ર વેલજીભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા.27-05-2024ના રોજ તેઓ સરકારી કામે બહાર હતા. તે અરસામાં તેમના પર સતત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદસિહ રતનસિંહ વાઘેલા(રહે. રતનપુરા, તા.સાણંદ)ના તેમના પર ઘણા ફોન આવેલા. ત્યારબાદ સાંજે 5-5.30ના સુમારે અરવિંદસિહ પોતાના હાથમાં લાકડાના હાથા વાળુ તિક્ષ્ણ હથિયાર તથા અન્ય બે શખ્સો સાથે મામલતદાર કચેરીએ ધસી આવેલ અને મામલતદારને પાડી દેવા ધાક ધમકી આપતા હતા. આ સમયે ઓફીસમાં હાજર જયેશ ચૌહણ, શકિતસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા તથા અન્ય સ્ટાફને ભયભિત કરી ડરનું વાતાવરણ ઉભુ કરેલ તથા આશરે સાંજે 5:45 વાગ્યાના સુમારે મામલતદાર નવિનચંદ્રના પુત્ર મૌર્ય પટેલ પોતાની કાર લઈને મામલતદાર કચેરીએ આવેલ. ત્યારે અરવિંદસિંહ તથા તેમના સાગરિતોએ આડુ બાઈક મુકી તઓને ધરી લીધા હતા તથા તેમને પાડી દેવાની ધમકી આપી હતી. માટી ખનને લઈ વિવાદ જયેશભાઈ ચૌહાણ વચ્ચે પડતા મૌર્ય પટેલને ત્યાથી રવાના કર્યા હતા. ગત તા.31-01-2024 ના રોજ માધવનગરના સર્વે નંબર 170ની 27 વિઘા જમીનમાં માટીનું ગેરકાયદેસર ખનન થતુ અટકાવવાની કામગીરી મામલતદાર નવિનચંદ્ર દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ઉપયોગમાં લેવાયેલા 3 ડમ્પર અને જેસીબી ડિટેઈન કરાયા હતા. જેના માટે ખોટો અહેવાલ રજૂ કરવા અરવિંદસિંહ દ્વારા દબાણ કરાતુ હતુ. જેના વશમાં મામલતદારના થતા અરવિંદસિંહ દ્વારા મામલતદાર પર હુમલો કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જેની ફરિયાદ મામલતદાર નવિનચંદ્રએ સાણંદ પોલીસમાં નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Sanandમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે મામલતદાર સામે કરી દાદાગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મામલતદાર પર ઘાતક હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ
  • પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • વાહનો જપ્ત કરતા મામલતદાર પર હુમલાનો કરાયો પ્રયાસ

સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાએ મામલતદાર સામે દાદાગીરી કરી હુમલો કરવાનો પ્રયાસ કરકા સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મામલતદારે રેડ પડતાં વાહનો જપ્ત કરતા મામલતદાર સામે ગુસ્સો રાખી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.માધવનગર ખાતે જમીનમાં ગેર કાનુની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતા હથિયાર સાથે અધિકારીને મારવા પહોચ્યા હતા.સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હતો.તો પોલીસ ફરિયાદ થતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ભૂતપૂર્વ નેતાનો પાવર તો જુઓ

ખનીજ ચોરી કરનારાના સામે JCB અને ડમ્પર મામલતદારે કબજે કર્યા હતાં. ત્યારે સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ તેને છોડાવવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતાં. જ્યાં મામલતદારે કાયદેસર કાર્યવાહીની વાત કરતા અરવિંદસિંહ વાઘેલા મામલતદાર ઓફિસમાં તિક્ષ્ણ હથિયાર લઈને પહોંચ્યા હતાં.રોષે ભરાયેલા નેતાજી અરવિંદસિંહને મામલતદાર ન મળતા તેમના દીકરા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર મામલે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ છે. સાણંદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથધરી છે.

પોલીસે હાથધરી તપાસ

સાણંદ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે તો અરવિંદસિંહ વાઘેલા કે જેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,મામલતદારને માહિતી મળી હતી કે ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે અને તે ખનન અટકાવવા માટે તેઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને ડમ્પર અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

મામલતદારના પુત્રને પણ આપી ધમકી

સાણંદ પોલીસ સ્ટેશનમાં સાણંદ મામલતદાર નવિનચંદ્ર વેલજીભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા.27-05-2024ના રોજ તેઓ સરકારી કામે બહાર હતા. તે અરસામાં તેમના પર સતત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદસિહ રતનસિંહ વાઘેલા(રહે. રતનપુરા, તા.સાણંદ)ના તેમના પર ઘણા ફોન આવેલા. ત્યારબાદ સાંજે 5-5.30ના સુમારે અરવિંદસિહ પોતાના હાથમાં લાકડાના હાથા વાળુ તિક્ષ્ણ હથિયાર તથા અન્ય બે શખ્સો સાથે મામલતદાર કચેરીએ ધસી આવેલ અને મામલતદારને પાડી દેવા ધાક ધમકી આપતા હતા. આ સમયે ઓફીસમાં હાજર જયેશ ચૌહણ, શકિતસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા તથા અન્ય સ્ટાફને ભયભિત કરી ડરનું વાતાવરણ ઉભુ કરેલ તથા આશરે સાંજે 5:45 વાગ્યાના સુમારે મામલતદાર નવિનચંદ્રના પુત્ર મૌર્ય પટેલ પોતાની કાર લઈને મામલતદાર કચેરીએ આવેલ. ત્યારે અરવિંદસિંહ તથા તેમના સાગરિતોએ આડુ બાઈક મુકી તઓને ધરી લીધા હતા તથા તેમને પાડી દેવાની ધમકી આપી હતી.

માટી ખનને લઈ વિવાદ

જયેશભાઈ ચૌહાણ વચ્ચે પડતા મૌર્ય પટેલને ત્યાથી રવાના કર્યા હતા. ગત તા.31-01-2024 ના રોજ માધવનગરના સર્વે નંબર 170ની 27 વિઘા જમીનમાં માટીનું ગેરકાયદેસર ખનન થતુ અટકાવવાની કામગીરી મામલતદાર નવિનચંદ્ર દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ઉપયોગમાં લેવાયેલા 3 ડમ્પર અને જેસીબી ડિટેઈન કરાયા હતા. જેના માટે ખોટો અહેવાલ રજૂ કરવા અરવિંદસિંહ દ્વારા દબાણ કરાતુ હતુ. જેના વશમાં મામલતદારના થતા અરવિંદસિંહ દ્વારા મામલતદાર પર હુમલો કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જેની ફરિયાદ મામલતદાર નવિનચંદ્રએ સાણંદ પોલીસમાં નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.