પ્રવેશ વંચિતો સોમવારથી GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે

- બી.એડ્.ના પ્રવેશાર્થીઓ વિષયથી લઈ શૈક્ષણિક વિગતોમાં કોલેજ કક્ષાએથી ફેરફાર કરી શકાશે- ૧લી જુલાઈથી અનુસ્નાતક,ચોથીથી સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા ઈચ્છુકો રજિસ્ટ્રેશન કરી શકશે ભાવનગર : સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થી પ્રવેશમાં એકસૂત્રતા લાવવા માટે આ વર્ષથી અમલી બનાવાયેલાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ લોન્ચ કર્યા બાદ અનેક સમસ્યા અને અડચણો સામે આવી છે. એક તરફ સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ એક વિશાળ વિદ્યાર્થી વર્ગઆ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ન કરાવી શકતાં પ્રવેશથી વંચિત રહ્યો છે. તો, બીજી તરફ કૉલેજ-ભવનોમાં પણ બેઠકો ખાલી રહી હોવાની ગંભીર ફરિયાદ ધ્યાને આવતાં સરકાર એકશનમાં આવી છે. પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે જીકાસ પોર્ટલ પર આગામી તા.૧લી જુલાઈથી અનુસ્નાતક કક્ષા તો, આગામી તા.૪થી જુલાઈથી સ્નાતક કક્ષાએ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે તે માટે ખુલ્લું મુકવામાં આવશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત અને સંલગ્ન વિનયન, વાણિજ્ય, વિજ્ઞાાન, મેનેજમેન્ટ અને ગ્રામ વિદ્યાશાળા અંતર્ગત સ્નાતક અને ડિપ્લોમાની સાથે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા કોમન પોર્ટલ જીકાસ દ્વારા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું.અને તેમાં નોંધાયેલાં વિદ્યાર્થીઓના ડેટાનાઆધારે મેરિટ તૈયાર કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનો પ્રથમ રાઉન્ડ પણ આજે પૂર્ણ થયો હતો.જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં બી.એ.ની ૧૪૪૯૦, બી.કોમ.ની ૯૨૭૦, બી.એસસી.ની ૩૪૫૦, બી.એસસી. આઇ.ટી.ની ૭૫, બી.સી.એ.ની ૨૦૭૦, બી.બી.એ.ની ૯૬૦, બી.એસ.ડબલ્યુ.ની ૨૮૫, બી.આર.એસ.ની ૭૫, યુ.જી. ડિપ્લોમાની એમ કુલ મળી ૨૭,૬૭૫ વિદ્યાર્થી બેઠકો પર પ્રથમ રાઉન્ડના અંતે ૫,૬૨૨વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિંત કર્યો હોવાનું યુનિ. સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું. જ્યારે, અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અત્યારસુધીમાં ૧૬૬૦ પ્રવેશ નિશ્ચિત થયા હોવાનું પણ તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું. જા કે, સરેરાશ ૨૧ ટકા જેટલી જ બેઠકો ભરાવવા પાછળ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને પણ વ્યાપક તકલીફ હોવાની ફરિયાદ સામે આવી છે. તેમને પણ સુધારાની તક આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું યુનિ. સૂત્રોએ ઉમેર્યું હતું. યુનિ.ના સતાવાર સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું કે જીકાસ દ્વારા સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી શકે તે માટે આગામી સમયમાં તબક્કાવાર સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. જેમાં આગામી તા.૧થી ૩ જુલાઈ દરમિયાન અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વિકારવા તથા અગાઉની અરજીમાં સુધારો કરવા પોર્ટલ ખુલશે. જ્યારે તા.૪થી ૭ જુલાઈ દરમિયાન સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી અથવા સુધારા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાંઆવશે. ઉપરાંત, બી.એડ. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ  વિદ્યાર્થી પોતાના વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઇચ્છતા હોય તો તે કોલેજ ટેકનિકલ બાબતો માટે જીઆઇપીએલ સાથે સંકલનમાં રહી કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.

પ્રવેશ વંચિતો સોમવારથી GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બી.એડ્.ના પ્રવેશાર્થીઓ વિષયથી લઈ શૈક્ષણિક વિગતોમાં કોલેજ કક્ષાએથી ફેરફાર કરી શકાશે

- ૧લી જુલાઈથી અનુસ્નાતક,ચોથીથી સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા ઈચ્છુકો રજિસ્ટ્રેશન કરી શકશે 

ભાવનગર : સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થી પ્રવેશમાં એકસૂત્રતા લાવવા માટે આ વર્ષથી અમલી બનાવાયેલાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ લોન્ચ કર્યા બાદ અનેક સમસ્યા અને અડચણો સામે આવી છે. એક તરફ સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ એક વિશાળ વિદ્યાર્થી વર્ગઆ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ન કરાવી શકતાં પ્રવેશથી વંચિત રહ્યો છે. તો, બીજી તરફ કૉલેજ-ભવનોમાં પણ બેઠકો ખાલી રહી હોવાની ગંભીર ફરિયાદ ધ્યાને આવતાં સરકાર એકશનમાં આવી છે. પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે જીકાસ પોર્ટલ પર આગામી તા.૧લી જુલાઈથી અનુસ્નાતક કક્ષા તો, આગામી તા.૪થી જુલાઈથી સ્નાતક કક્ષાએ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે તે માટે ખુલ્લું મુકવામાં આવશે. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત અને સંલગ્ન વિનયન, વાણિજ્ય, વિજ્ઞાાન, મેનેજમેન્ટ અને ગ્રામ વિદ્યાશાળા અંતર્ગત સ્નાતક અને ડિપ્લોમાની સાથે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા કોમન પોર્ટલ જીકાસ દ્વારા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું.અને તેમાં નોંધાયેલાં વિદ્યાર્થીઓના ડેટાનાઆધારે મેરિટ તૈયાર કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનો પ્રથમ રાઉન્ડ પણ આજે પૂર્ણ થયો હતો.જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં બી.એ.ની ૧૪૪૯૦, બી.કોમ.ની ૯૨૭૦, બી.એસસી.ની ૩૪૫૦, બી.એસસી. આઇ.ટી.ની ૭૫, બી.સી.એ.ની ૨૦૭૦, બી.બી.એ.ની ૯૬૦, બી.એસ.ડબલ્યુ.ની ૨૮૫, બી.આર.એસ.ની ૭૫, યુ.જી. ડિપ્લોમાની એમ કુલ મળી ૨૭,૬૭૫ વિદ્યાર્થી બેઠકો પર પ્રથમ રાઉન્ડના અંતે ૫,૬૨૨વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિંત કર્યો હોવાનું યુનિ. સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું. જ્યારે, અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અત્યારસુધીમાં ૧૬૬૦ પ્રવેશ નિશ્ચિત થયા હોવાનું પણ તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું. જા કે, સરેરાશ ૨૧ ટકા જેટલી જ બેઠકો ભરાવવા પાછળ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને પણ વ્યાપક તકલીફ હોવાની ફરિયાદ સામે આવી છે. તેમને પણ સુધારાની તક આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું યુનિ. સૂત્રોએ ઉમેર્યું હતું. 

યુનિ.ના સતાવાર સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું કે જીકાસ દ્વારા સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી શકે તે માટે આગામી સમયમાં તબક્કાવાર સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. જેમાં આગામી તા.૧થી ૩ જુલાઈ દરમિયાન અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વિકારવા તથા અગાઉની અરજીમાં સુધારો કરવા પોર્ટલ ખુલશે. જ્યારે તા.૪થી ૭ જુલાઈ દરમિયાન સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી અથવા સુધારા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાંઆવશે. ઉપરાંત, બી.એડ. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ  વિદ્યાર્થી પોતાના વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઇચ્છતા હોય તો તે કોલેજ ટેકનિકલ બાબતો માટે જીઆઇપીએલ સાથે સંકલનમાં રહી કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.