Vadodara News: શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ, વધુ બિલ આવ્યાની ફરિયાદ

સમા GEBમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ જુના મીટર પાછા આપો તેવી માગ લોકોએ કરી છે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ શરૂ થયો છે. જેમાં સમા GEBમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે. જુના મીટર પાછા આપો, ગુજરાતને લૂંટવાનું બંધ કરોની માગ થઇ રહી છે. MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવા ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં સમા વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. તેમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ થઇ છે. જેમાં સમા વિસ્તારની વિવિધ સોસાયટીઓના લોકો જીઈબી ઓફિસ પહોંચ્યા હતા. સમા કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અને સ્માર્ટ વિજ મીટરને લઇને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વિરોધ કરતી મહિલા જણાવે છે કે, મારા ઘરે સ્માર્ટ વિજ મીટર લાગી ગયું છે. કાલે 5 હજાર ભર્યા તો તેમાંથી રૂ. 2700 રૂપિયા કપાઇ ગયા છે. અમારે બે મહિનાનું રૂ. 3500 બીલ આવે છે. તેની સામે કાલે જ રૂ. 2700 કપાઇ ગયા અમારે બે મહિનાનું રૂ. 3500 બીલ આવે છે. તેની સામે કાલે જ રૂ. 2700 કપાઇ ગયા છે. અમે તો ઘરે ઘરે કામ કરીને મહેનત કરીએ છીએ. મોબાઇલ પણ નથી, અમને ખબર કેવી રીતે પડે. અમને જુનુ મીટર આપો. ભલે મહિનાનું બીલ આવે. પૈસા ક્યાંથી લાવીએ. સાદા મોબાઇલમાં સ્માર્ટ વિજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ. વિજ કંપનીના કર્મચારી જણાવે છે કે, વિરોધ થઇ રહ્યો છે તેને લઇને ગઇકાલે એમડી સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અમે લોકોની અરજી સામે તપાસ કરવા તૈયાર છે. લોકોની રજૂઆત છે કે, રાત્રે લાઇટ બંધ થઇ જાય છે. અમે રાત્રે લાઇટ બંધ કરતા નથી. ઓફિસકાર્યના સમયમાં જ તે કરવામાં આવશે. કોઇ ગ્રાહકને જાણ ન હોય તો અમે સમજ આપીએ છીએ. અમારે વિજ મીટરને લઇને ઉપરની કચેરીથી માર્ગદર્શન લેવું પડશે. તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરીશું. સમા વિસ્તારમાં 950 સ્માર્ટ મીટર લાગ્યા છે. 

Vadodara News: શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ, વધુ બિલ આવ્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમા GEBમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ
  • સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ
  • જુના મીટર પાછા આપો તેવી માગ લોકોએ કરી છે

વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ શરૂ થયો છે. જેમાં સમા GEBમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે. જુના મીટર પાછા આપો, ગુજરાતને લૂંટવાનું બંધ કરોની માગ થઇ રહી છે. MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવા ચીમકી ઉચ્ચારી છે.

શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે

શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં સમા વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. તેમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ થઇ છે. જેમાં સમા વિસ્તારની વિવિધ સોસાયટીઓના લોકો જીઈબી ઓફિસ પહોંચ્યા હતા. સમા કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અને સ્માર્ટ વિજ મીટરને લઇને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વિરોધ કરતી મહિલા જણાવે છે કે, મારા ઘરે સ્માર્ટ વિજ મીટર લાગી ગયું છે. કાલે 5 હજાર ભર્યા તો તેમાંથી રૂ. 2700 રૂપિયા કપાઇ ગયા છે.

અમારે બે મહિનાનું રૂ. 3500 બીલ આવે છે. તેની સામે કાલે જ રૂ. 2700 કપાઇ ગયા

અમારે બે મહિનાનું રૂ. 3500 બીલ આવે છે. તેની સામે કાલે જ રૂ. 2700 કપાઇ ગયા છે. અમે તો ઘરે ઘરે કામ કરીને મહેનત કરીએ છીએ. મોબાઇલ પણ નથી, અમને ખબર કેવી રીતે પડે. અમને જુનુ મીટર આપો. ભલે મહિનાનું બીલ આવે. પૈસા ક્યાંથી લાવીએ. સાદા મોબાઇલમાં સ્માર્ટ વિજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ. વિજ કંપનીના કર્મચારી જણાવે છે કે, વિરોધ થઇ રહ્યો છે તેને લઇને ગઇકાલે એમડી સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અમે લોકોની અરજી સામે તપાસ કરવા તૈયાર છે. લોકોની રજૂઆત છે કે, રાત્રે લાઇટ બંધ થઇ જાય છે. અમે રાત્રે લાઇટ બંધ કરતા નથી. ઓફિસકાર્યના સમયમાં જ તે કરવામાં આવશે. કોઇ ગ્રાહકને જાણ ન હોય તો અમે સમજ આપીએ છીએ. અમારે વિજ મીટરને લઇને ઉપરની કચેરીથી માર્ગદર્શન લેવું પડશે. તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરીશું. સમા વિસ્તારમાં 950 સ્માર્ટ મીટર લાગ્યા છે.