Ahmedabadના SVPI એરપોર્ટને નવા પાર્કિંગ સ્ટેન્ડ સાથે અપગ્રેડ કરાયું

ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો SVPI એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઈ ગઈ જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છેસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.આ વિસ્તરણ SVPIAની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે.નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છેએરપોર્ટનો પણ વિકાસ વધ્યો ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) પણ લાગુ કરી છે.બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.5 વાઈડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, B744, બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા સંચાલિત છે. અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરાશે બોર્ડિંગ ગેટ સુધી પહોંચવા માટે આ સુવિધા ઉપલબ્ધ થતા જ પેસેન્જર્સ મલ્ટિપલ ગેટ્સતી એન્ટ્રી કરી શકે છે. અત્યારે ચેક ઈન કાઉન્ટર પર લાગતી લાંબી લાઈનો અને જે વેઈટિંગ ટાઈમ છે તેને જોતા આ નિર્ણય પેસેન્જર્સની લાંબી લાઈનો ઘટાડી દેશે. વળી બધી જ સિસ્ટમ ઓટોમેટિક થઈ જવા આવી છે અને બીજી બાજુ જે પેસેન્જર્સ છે તેમને આગામી સમયમાં ફુલ બોડી સ્કેનરથી પણ ચેકિંગ થશે. આ તમામ સુવિધાઓથી સજ્જ અમદાવાદ એરપોર્ટ ભવિષ્યમાં એટલે કે આગામી વર્ષ 2026 સુધીમાં તેની કાયાપલટ થઈ જશે. અલગ બજેટ ફળવાયું અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે આ માટે 3,130 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેનાથી ન્યૂ ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ યર 2026 સુધીમાં બનીને તૈયાર થઈ જાય એવું પ્લાનિંગ કરાયું છે. NITB માટે માર્ગ બનાવવા માટે ગુજસેલ ટર્મિનલને અલગ જગ્યાએ ખસેડવામાં આવશે. “T1 અને T2 હાલમાં લગભગ 1 કરોડ મુસાફરોને સમાવવાની સંયુક્ત ક્ષમતા ધરાવે છે. NITB પાસે તેની વિશાળ જગ્યા, મોટી બેઠક ક્ષમતા અને કડક સુરક્ષા હોલ્ડ વિસ્તાર સાથે 2 કરોડ મુસાફરોને સમાવવાની ક્ષમતા હશે. એરપોર્ટમાં અપગ્રેડેશન થયું ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટસ સાથે ટેક્નિકલ હોલ્ટ માટે દરવાજા ખોલે છે.SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે.

Ahmedabadના SVPI એરપોર્ટને નવા પાર્કિંગ સ્ટેન્ડ સાથે અપગ્રેડ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો
  • SVPI એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઈ ગઈ
  • જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.આ વિસ્તરણ SVPIAની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે.નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છે

એરપોર્ટનો પણ વિકાસ વધ્યો

ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) પણ લાગુ કરી છે.બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.5 વાઈડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, B744, બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા સંચાલિત છે.


અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરાશે

બોર્ડિંગ ગેટ સુધી પહોંચવા માટે આ સુવિધા ઉપલબ્ધ થતા જ પેસેન્જર્સ મલ્ટિપલ ગેટ્સતી એન્ટ્રી કરી શકે છે. અત્યારે ચેક ઈન કાઉન્ટર પર લાગતી લાંબી લાઈનો અને જે વેઈટિંગ ટાઈમ છે તેને જોતા આ નિર્ણય પેસેન્જર્સની લાંબી લાઈનો ઘટાડી દેશે. વળી બધી જ સિસ્ટમ ઓટોમેટિક થઈ જવા આવી છે અને બીજી બાજુ જે પેસેન્જર્સ છે તેમને આગામી સમયમાં ફુલ બોડી સ્કેનરથી પણ ચેકિંગ થશે. આ તમામ સુવિધાઓથી સજ્જ અમદાવાદ એરપોર્ટ ભવિષ્યમાં એટલે કે આગામી વર્ષ 2026 સુધીમાં તેની કાયાપલટ થઈ જશે.


અલગ બજેટ ફળવાયું

અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે આ માટે 3,130 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેનાથી ન્યૂ ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ યર 2026 સુધીમાં બનીને તૈયાર થઈ જાય એવું પ્લાનિંગ કરાયું છે. NITB માટે માર્ગ બનાવવા માટે ગુજસેલ ટર્મિનલને અલગ જગ્યાએ ખસેડવામાં આવશે. “T1 અને T2 હાલમાં લગભગ 1 કરોડ મુસાફરોને સમાવવાની સંયુક્ત ક્ષમતા ધરાવે છે. NITB પાસે તેની વિશાળ જગ્યા, મોટી બેઠક ક્ષમતા અને કડક સુરક્ષા હોલ્ડ વિસ્તાર સાથે 2 કરોડ મુસાફરોને સમાવવાની ક્ષમતા હશે.

એરપોર્ટમાં અપગ્રેડેશન થયું

ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટસ સાથે ટેક્નિકલ હોલ્ટ માટે દરવાજા ખોલે છે.SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે.