Surat News: સુરતના ઓલપાડની ઓઇલ મિલમાં લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબૂ

સુરતના ઓલપાડના સરસ ગામે મિલમાં આગઓઇલ મિલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ ઓઈલના બેરલમાં બ્લાસ્ટ થતા આગ પ્રસરી રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી આગની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ છે. તેમાં પણ સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે જેને લઈને ફાયર સેફટીને લઈને અનેકવાર સવાલો ઉઠતાં રહે છે. સુરતના તક્ષશીલા દુર્ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં એક ઓઇલ મિલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલ સરસ ગામે આવેલ એક ઓઇલ મિલમાં આગ લાગી હતી જે કલાકો બાદ પણ કાબૂમાં આવી શકી નથી. આ આગ એટલી ભીષણ હતી કે મોરા ભાગળ અને સુરત SMC સહિતના 5 ફાયર વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, ઓઇલ મિલમાં ઓઇલ બેરલ બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોનું માનવું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ પડ્યા હોવાથી આગ વધુને વધુ ભીષણ બની ગઈ હતી. છેલ્લા 3 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો, ઓલપાડ પોલીસના અધિકારીઓની સાથે સાથે પોલીસ વિભાગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat News: સુરતના ઓલપાડની ઓઇલ મિલમાં લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના ઓલપાડના સરસ ગામે મિલમાં આગ
  • ઓઇલ મિલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ
  • ઓઈલના બેરલમાં બ્લાસ્ટ થતા આગ પ્રસરી

રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી આગની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ છે. તેમાં પણ સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે જેને લઈને ફાયર સેફટીને લઈને અનેકવાર સવાલો ઉઠતાં રહે છે. સુરતના તક્ષશીલા દુર્ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં એક ઓઇલ મિલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલ સરસ ગામે આવેલ એક ઓઇલ મિલમાં આગ લાગી હતી જે કલાકો બાદ પણ કાબૂમાં આવી શકી નથી. આ આગ એટલી ભીષણ હતી કે મોરા ભાગળ અને સુરત SMC સહિતના 5 ફાયર વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે, ઓઇલ મિલમાં ઓઇલ બેરલ બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોનું માનવું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ પડ્યા હોવાથી આગ વધુને વધુ ભીષણ બની ગઈ હતી. છેલ્લા 3 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો, ઓલપાડ પોલીસના અધિકારીઓની સાથે સાથે પોલીસ વિભાગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.