ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી: ચારના નિધન, પરિજનોનું હૈયાફાટ રુદન

ભાવનગરના બોરતળાવમાં ડૂબવાના કારણે ચાર બાળકીઓના નિધન થયા છે. ચારેય બાળકીઓ બોર તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એક બાળકી હાલ સારવાર હેઠળ છે. કઈ રીતે થઈ દુર્ઘટના? ભાવનગરના બોરતળાવની આસપાસ જ રહેતી બાળકીઓ અને કિશોરી કપડાં ધોવા માટે એકત્રિત થઈ હતી. જે બાદ એક બાળકી અચાનક તળાવમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકીઓ પણ પાણીમાં કૂદી પડી હોવાનું જાણવા મળ્યું છે. તમામ બાળકીઓ ડૂબવા લાગતાં આસપાસના લોકોએ બચાવવા માટે પ્રયાસ કર્યા. હોસ્પિટલ લઈ ગયા બાદ ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે. મૃતકોના નામ: ૧. અર્ચનાબેન હરેશભાઈ ડાભી   ઉ.વ.આ.૧૭૨. રાશીબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૯ ૩. કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.૧૨ ૪. કોમલબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૩સારવાર હેઠળ૧. કિંજલ મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૨ 

ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી: ચારના નિધન, પરિજનોનું હૈયાફાટ રુદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભાવનગરના બોરતળાવમાં ડૂબવાના કારણે ચાર બાળકીઓના નિધન થયા છે. ચારેય બાળકીઓ બોર તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એક બાળકી હાલ સારવાર હેઠળ છે. 

કઈ રીતે થઈ દુર્ઘટના? 

ભાવનગરના બોરતળાવની આસપાસ જ રહેતી બાળકીઓ અને કિશોરી કપડાં ધોવા માટે એકત્રિત થઈ હતી. જે બાદ એક બાળકી અચાનક તળાવમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકીઓ પણ પાણીમાં કૂદી પડી હોવાનું જાણવા મળ્યું છે. તમામ બાળકીઓ ડૂબવા લાગતાં આસપાસના લોકોએ બચાવવા માટે પ્રયાસ કર્યા. હોસ્પિટલ લઈ ગયા બાદ ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે. મૃતકોના નામ: 

૧. અર્ચનાબેન હરેશભાઈ ડાભી   ઉ.વ.આ.૧૭

૨. રાશીબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૯ 

૩. કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.૧૨ 

૪. કોમલબેન મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૩

સારવાર હેઠળ

૧. કિંજલ મનીષભાઈ ચારોલીયા  ઉ.વ.આ.૧૨