Dahod Rain: દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત

દાહોદ શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે હળવો વરસાદકમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાકેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિહવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ શહેરમાં કમોસમી માવઠું પડ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દાહોદ શહેર સહિત છાપરી, રામપુરા, ગલાલીયા વાડ, રળીયાતી સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે. દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી વચ્ચે હળવો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિં ખેડૂતોમાં સેવાઇ રહી છે.રાજ્યમાં કેમ પડશે કમોસી વરસાદરાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતી કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે વરસાદની આગાહી છે.અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે.

Dahod Rain: દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાહોદ શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે હળવો વરસાદ
  • કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા
  • કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ શહેરમાં કમોસમી માવઠું પડ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દાહોદ શહેર સહિત છાપરી, રામપુરા, ગલાલીયા વાડ, રળીયાતી સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે. 

દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી વચ્ચે હળવો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિં ખેડૂતોમાં સેવાઇ રહી છે.

રાજ્યમાં કેમ પડશે કમોસી વરસાદ

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતી કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે.