વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો, ચાર સભ્યો થઈ શકે છે સસ્પેન્ડ

Sinor Taluka Panchayat : વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાની જૂથબંધીને કારણે પ્રમુખ સામે બળવો થયો હતો. પરંતુ ભાજપના આગેવાનોએ હાલ પૂરતી સ્થિતિ સંભાળી લીધી છે. પરંતુ બળવો કરનારા ભાજપના ચાર સભ્યો સામે હવે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.આ પણ વાંચો : નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથીઅવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરીઆજે ગુરુવારે ભાજપના ચાર બળવાખોર તેમજ કોંગ્રેસના ચાર સભ્યોએ ભેગા મળીને શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી હતી. જોકે આ દરખાસ્ત માટે દસ સભ્યોની સહી જરૂરી હોવાથી અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાર બળવાખોરોને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ મોવડીઓને જાણ કરવામાં આવી છે.મહત્વનું છે કે ગઈકાલે બુધવારે શિનોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી પરંતુ તે દરમિયાન કોઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ ન થઈ હતી. આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધાભાજપના આંતરીક રાજકારણમાં ગરમાવોવડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં કુલ 15 સભ્યોમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ તે જ વખતે જૂથબંધીનુ પ્રદર્શન થયું હતું. પરંતુ તે વખતે બળવાખોરોને મનાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના બળવાખોરો ફરી સક્રિય થતા વડોદરા જિલ્લા ભાજપના આંતરીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો, ચાર સભ્યો થઈ શકે છે સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Sinor Taluka Panchayat : વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાની જૂથબંધીને કારણે પ્રમુખ સામે બળવો થયો હતો. પરંતુ ભાજપના આગેવાનોએ હાલ પૂરતી સ્થિતિ સંભાળી લીધી છે. પરંતુ બળવો કરનારા ભાજપના ચાર સભ્યો સામે હવે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.

આ પણ વાંચો : નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી

આજે ગુરુવારે ભાજપના ચાર બળવાખોર તેમજ કોંગ્રેસના ચાર સભ્યોએ ભેગા મળીને શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી હતી. જોકે આ દરખાસ્ત માટે દસ સભ્યોની સહી જરૂરી હોવાથી અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાર બળવાખોરોને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ મોવડીઓને જાણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગઈકાલે બુધવારે શિનોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી પરંતુ તે દરમિયાન કોઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ ન થઈ હતી. 

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધા

ભાજપના આંતરીક રાજકારણમાં ગરમાવો

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં કુલ 15 સભ્યોમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ તે જ વખતે જૂથબંધીનુ પ્રદર્શન થયું હતું. પરંતુ તે વખતે બળવાખોરોને મનાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના બળવાખોરો ફરી સક્રિય થતા વડોદરા જિલ્લા ભાજપના આંતરીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.