Suratમાં પોલીસે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ રાખી અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ શરૂ કર્યુ
સુરતમાં 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ પણ સતર્ક બની ગઈ છે,પોલીસે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ રાખી વાહન ચેકિંગ શરૂ કર્યુ છે સાથે સાથે 15 લાખ રૂપિયામાં વિશેષ મશીન લાવવામાં આવ્યું છે જેના કારણે જે લોકોએ ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો હશે તો તે લોકો ઝડપાઈ જશે,1 મિનિટની અંદર આ મશીન તમામ રીપોર્ટ આપી દે છે.ત્યારે પોલીસ પણ આ મામલે વધુ સતર્ક બની છે. ડ્રગ્સ લેનારની માત્ર 1 મિનિટમાં ખબર પડે સુરતમાં ડ્રગ્સ અને ગાંજાના વેચાણને લઈ પોલીસ પણ સતર્ક બની છે સાથે સાથે નવી કીટથી પાનના ગલ્લા ઉપર પણ ચેકિંગ કરાઈ રહ્યું છે,સુરત શહેર SOGની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,સાથે સાથે દરેક મોટા ચાર રસ્તા પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.નશો કરેલા ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે,આજે પાલ રોડ પર પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે,15 લાખનું આ મશીન ખાસ બહારથી મંગાવામાં આવ્યું છે.પોલીસ બની વધુ સતર્ક રાજ્યભરની પોલીસ થર્ટી ફર્સ્ટને લઈને સતર્ક થઈ ગઈ છે. સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધુ છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં? તે જણાવી શકે છે. ડ્રગ્સને લઈ એક યુનિટ પણ શરૂ કરાયું આ રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રૅપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને Drugs Detection Analyzer કહેવામાં આવે છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે Drugs Detection Analyzer મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જવામાં આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ પણ સતર્ક બની ગઈ છે,પોલીસે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ રાખી વાહન ચેકિંગ શરૂ કર્યુ છે સાથે સાથે 15 લાખ રૂપિયામાં વિશેષ મશીન લાવવામાં આવ્યું છે જેના કારણે જે લોકોએ ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો હશે તો તે લોકો ઝડપાઈ જશે,1 મિનિટની અંદર આ મશીન તમામ રીપોર્ટ આપી દે છે.ત્યારે પોલીસ પણ આ મામલે વધુ સતર્ક બની છે.
ડ્રગ્સ લેનારની માત્ર 1 મિનિટમાં ખબર પડે
સુરતમાં ડ્રગ્સ અને ગાંજાના વેચાણને લઈ પોલીસ પણ સતર્ક બની છે સાથે સાથે નવી કીટથી પાનના ગલ્લા ઉપર પણ ચેકિંગ કરાઈ રહ્યું છે,સુરત શહેર SOGની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,સાથે સાથે દરેક મોટા ચાર રસ્તા પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.નશો કરેલા ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે,આજે પાલ રોડ પર પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે,15 લાખનું આ મશીન ખાસ બહારથી મંગાવામાં આવ્યું છે.
પોલીસ બની વધુ સતર્ક
રાજ્યભરની પોલીસ થર્ટી ફર્સ્ટને લઈને સતર્ક થઈ ગઈ છે. સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધુ છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં? તે જણાવી શકે છે.
ડ્રગ્સને લઈ એક યુનિટ પણ શરૂ કરાયું
આ રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રૅપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને Drugs Detection Analyzer કહેવામાં આવે છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે Drugs Detection Analyzer મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જવામાં આવી શકે છે.