Ahmedabad: ખ્યાતિકાંડમાં સૌથી મોટા સમાચાર, આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ

ખ્યાતિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે આરોપીના 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ખ્યાતિ હોસ્પિટલકાંડના સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ બાદ તપાસ તે જ ગતિથી ધમધમી રહી છે. ત્યારે ફરી ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપીઓમાંથી એક ડૉ. સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ કાંડના આરોપી ડૉ. સંજય પટોળિયા દ્વારા આગોતરા જામીનની અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું નિર્દોષ છું, અને તમામ પ્રકારની પોલીસ તપાસમાં હું સહકાર આપીશ. જોકે, તેમના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી અપરાધિક કલમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે આરોપીના 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.કોણ છે ડૉ. સંજય પટોળિયા ?આરોપી ડૉ. સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલનો સ્થાપક છે. તેમના દ્વારા જ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી અને 2021માં નવા ભાગીદાર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુતને પોતાની સાથે સામેલ કરીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી. ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરોમાના એક છે. હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવતા હતા. તથા હોસ્પિટલમાં નવા વિભાગ શરૂ કરવા અને તેના માટે ડોક્ટર લાવવાની કામગીરી પણ તેમના દ્વારા જ કરવામાં આવતી હતી.

Ahmedabad: ખ્યાતિકાંડમાં સૌથી મોટા સમાચાર, આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે આરોપીના 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલકાંડના સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ બાદ તપાસ તે જ ગતિથી ધમધમી રહી છે. ત્યારે ફરી ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપીઓમાંથી એક ડૉ. સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ કાંડના આરોપી ડૉ. સંજય પટોળિયા દ્વારા આગોતરા જામીનની અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું નિર્દોષ છું, અને તમામ પ્રકારની પોલીસ તપાસમાં હું સહકાર આપીશ. જોકે, તેમના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી અપરાધિક કલમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે આરોપીના 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કોણ છે ડૉ. સંજય પટોળિયા ?

આરોપી ડૉ. સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલનો સ્થાપક છે. તેમના દ્વારા જ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી અને 2021માં નવા ભાગીદાર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપુતને પોતાની સાથે સામેલ કરીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી. ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરોમાના એક છે. હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવતા હતા. તથા હોસ્પિટલમાં નવા વિભાગ શરૂ કરવા અને તેના માટે ડોક્ટર લાવવાની કામગીરી પણ તેમના દ્વારા જ કરવામાં આવતી હતી.