Mahisagar: જિલ્લામાં ડાંગરનો પાક નષ્ટ

ચોમાસાના અંતિમ રાઉન્ડમાં વરસાદ અને ભારે પવનમાં મહીસાગર જિલ્લાના લુણાવાડાના મલેકપુર પંથક તેમજ ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં 400 એકરથી વધુ જમીનમાં કરાયેલું ડાંગરનું વાવેતર જમીનદોસ્ત થઈ ગયું છે. પહેલેથી ખેતરમાં પાણી હતું ત્યાં ત્રણ દિવસ સતત વરસેલા વરસાદના કારણે ડાંગર પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતો સરવે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે. મલેકપુર તેમજ ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં ખેડૂતોએ સૌથી વધુ ડાંગરનો પાક અને તે સિવાય સોયાબીન, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ વર્ષે જિલ્લામાં કુલ 142 ટકા વરસાદ થયો છે, વરસાદ અને ભારે પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. પાણીમાં ડાંગર ગરકાવ થવાથી પાન અને પાકીને તૈયાર થયેલા દાણા પણ સડી ગયા છે. તે ઉપરાંત પશુઓને ખવડાવવા માટે ઘાસ પણ કામ લાગે તેમ નથી. જેથી ખેડૂતો વહેલીતકે સરવે કરાવી સહાય માટે માગ કરી રહ્યા છે. ખેડૂતોએ ગ્રામસેવકને જાણ કરવા છતાં કોઈ જોવા પણ આવ્યું નહીં હોવાની ફરિયાદો કરી રહ્યા છે. જિલ્લામાં સરેરાશ 90 ટકા પાકમાં નુકસાન 1) મહીસાગર જિલ્લામાં આ વર્ષે કુલ 1,15,825 હેક્ટરમાં વાવેતર થયું છે. 2) જિલ્લામાં કુલ વાવેતરમાંથી 41,354 હેક્ટરમાં માત્ર ડાંગરનું વાવેતર કરાયું છે. 3) ખાનપુર તાલુકામાં 3100 હેક્ટરમાં ડાંગરનું વાવેતર છે. 4) જિલ્લામાં 142 ટકા વરસાદ થતાં ડાંગરનો પાક સડી ગયો છે. 5) સરેરાશ 90 ટકા પાકમાં નુકશાની છે. લુણાવાડા કિસાન સંઘ દ્વારા સહાયની માગ લુણાવાડા : લુણાવાડા તાલુકાના કિસાન સંઘ દ્વારા ડાંગર મકાઈ સોયાબીન તથા અન્ય પાકોને નુકસાનીના સર્વે તથા વળતર માટે મામલતદાર તથા જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં કિસાન સંઘકના મંત્રી એ.એસ.પટેલ, જિલ્લા કિસાન સંઘ મંત્રી અંબાલાલ તથા એન.એસ. પટેલ, મણીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, જે. આર. પટેલ, જે.એચ. પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

Mahisagar: જિલ્લામાં ડાંગરનો પાક નષ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસાના અંતિમ રાઉન્ડમાં વરસાદ અને ભારે પવનમાં મહીસાગર જિલ્લાના લુણાવાડાના મલેકપુર પંથક તેમજ ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં 400 એકરથી વધુ જમીનમાં કરાયેલું ડાંગરનું વાવેતર જમીનદોસ્ત થઈ ગયું છે. પહેલેથી ખેતરમાં પાણી હતું ત્યાં ત્રણ દિવસ સતત વરસેલા વરસાદના કારણે ડાંગર પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતો સરવે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે.

 મલેકપુર તેમજ ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં ખેડૂતોએ સૌથી વધુ ડાંગરનો પાક અને તે સિવાય સોયાબીન, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ વર્ષે જિલ્લામાં કુલ 142 ટકા વરસાદ થયો છે, વરસાદ અને ભારે પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. પાણીમાં ડાંગર ગરકાવ થવાથી પાન અને પાકીને તૈયાર થયેલા દાણા પણ સડી ગયા છે. તે ઉપરાંત પશુઓને ખવડાવવા માટે ઘાસ પણ કામ લાગે તેમ નથી. જેથી ખેડૂતો વહેલીતકે સરવે કરાવી સહાય માટે માગ કરી રહ્યા છે. ખેડૂતોએ ગ્રામસેવકને જાણ કરવા છતાં કોઈ જોવા પણ આવ્યું નહીં હોવાની ફરિયાદો કરી રહ્યા છે.

જિલ્લામાં સરેરાશ 90 ટકા પાકમાં નુકસાન

1) મહીસાગર જિલ્લામાં આ વર્ષે કુલ 1,15,825 હેક્ટરમાં વાવેતર થયું છે.

2) જિલ્લામાં કુલ વાવેતરમાંથી 41,354 હેક્ટરમાં માત્ર ડાંગરનું વાવેતર કરાયું છે.

3) ખાનપુર તાલુકામાં 3100 હેક્ટરમાં ડાંગરનું વાવેતર છે.

4) જિલ્લામાં 142 ટકા વરસાદ થતાં ડાંગરનો પાક સડી ગયો છે.

5) સરેરાશ 90 ટકા પાકમાં નુકશાની છે.

લુણાવાડા કિસાન સંઘ દ્વારા સહાયની માગ લુણાવાડા : લુણાવાડા તાલુકાના કિસાન સંઘ દ્વારા ડાંગર મકાઈ સોયાબીન તથા અન્ય પાકોને નુકસાનીના સર્વે તથા વળતર માટે મામલતદાર તથા જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં કિસાન સંઘકના મંત્રી એ.એસ.પટેલ, જિલ્લા કિસાન સંઘ મંત્રી અંબાલાલ તથા એન.એસ. પટેલ, મણીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, જે. આર. પટેલ, જે.એચ. પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.