Amreli: લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી, 3 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ
અમરેલીમાં લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરજમાં બેદરકારી બદલ SPએ 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને SPએ સસ્પેન્ડ કર્યા છે.સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા તમને જણાવી દઈએ કે આજે સુરતમાંથી 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને વિવિધ માગણીઓ કરી છે. 200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટ કાર્ડ લખીને પાયલ પર આરોપ છે ત્યારના CCTV તપાસવા માગ કરી છે અને આ સાથે જ આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી છે. સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે, જો આ માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અમરેલી બંધનું કોંગ્રેસે આપ્યું હતું એલાન રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ગઈકાલે અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી ગઈકાલે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીમાં લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરજમાં બેદરકારી બદલ SPએ 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને SPએ સસ્પેન્ડ કર્યા છે.
સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા
તમને જણાવી દઈએ કે આજે સુરતમાંથી 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને વિવિધ માગણીઓ કરી છે. 200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટ કાર્ડ લખીને પાયલ પર આરોપ છે ત્યારના CCTV તપાસવા માગ કરી છે અને આ સાથે જ આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી છે. સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે, જો આ માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
અમરેલી બંધનું કોંગ્રેસે આપ્યું હતું એલાન
રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ગઈકાલે અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી ગઈકાલે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહ્યા હતા.