બોપલ હિટ એન્ડ રન કેસ : અકસ્માત સર્જનાર સગીર બાદ તેના બિલ્ડર પિતાની પણ ધરપકડ, એકનું થયું હતું મોત

Bopal Hit And Run Case : બોપલ હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સર્જનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે બુધવારની રાત્રે શહેરના બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર દિકરાએ પૂર ઝડપે પોતાની મર્સિડીઝ કાર ચલાવી અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મુળ ઉત્તર પ્રદેશના રહેવાસીનું મોત થયું હતું. બોપલ પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે.  સગીરે અકસ્માત કર્યો, પોલીસે પિતાની ધરપકડબોપલમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બિલ્ડર મિલાપ શાહનો સગીર દિકરો પૂર ઝડપે મર્સિડીઝ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીં ગાર્ડ તરીકે નોકરી કરતા ગોવિંદ સિંહ (ઉ.વ. 34 વર્ષ) નામના વ્યક્તિનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને બોપલ પોલીસે તપાસ કરતા કાર બિલ્ડરની નીકળી હતી. જેમાં પોલીસે અકસ્માતને અંજામ આપનાર સગીરને નજરકેદ કરીને પિતાની ધરપકડ કરી હતી.આ પણ વાંચો : અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા 514 EWS આવાસનો AMCએ હજુ સુધી ન કર્યો ડ્રો, હવે તમામ તોડી પડાશેબિલ્ડરે નિવેદનમાં ખુલાસા કર્યાબિલ્ડરે નિવેદનમાં ખુલાસા કર્યા હતા કે, સગીર દિકરાને કાર લઈ જવા તેને પરિવાનગી આપી હતી. ત્યારબાદ સગીર કોફીબારમાં જવા માટે નીકળ્યો હતો, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આરોપીને પકડવા બોપલ પોલીસે એલસીબી, એસઓજી ટીમો બનાવીબોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદન લઈને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને પિતા બે દિવસથી ફરાર હોવાથી બોપલ પોલીસે એલસીબી, એસઓજી ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી. અંતે બોપલ-આમલી રોડ પરથી બિલ્ડર મિલામ શાહની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં પોલીસે રિમાંડની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો : નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથીસગીરની MBAની પરીક્ષા હોવાથી જામીન માટે અરજી કરીસગીર MBAનો અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરુ થવાની હોવાથી વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જ્યારે કોર્ટે સગીરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સગીરને પરીક્ષા આપવા માટે આગામી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીનની મંજૂરી આપી છે.

બોપલ હિટ એન્ડ રન કેસ : અકસ્માત સર્જનાર સગીર બાદ તેના બિલ્ડર પિતાની પણ ધરપકડ, એકનું થયું હતું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bopal Hit And Run Case

Bopal Hit And Run Case : બોપલ હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સર્જનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે બુધવારની રાત્રે શહેરના બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર દિકરાએ પૂર ઝડપે પોતાની મર્સિડીઝ કાર ચલાવી અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મુળ ઉત્તર પ્રદેશના રહેવાસીનું મોત થયું હતું. બોપલ પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે.  

સગીરે અકસ્માત કર્યો, પોલીસે પિતાની ધરપકડ

બોપલમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બિલ્ડર મિલાપ શાહનો સગીર દિકરો પૂર ઝડપે મર્સિડીઝ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીં ગાર્ડ તરીકે નોકરી કરતા ગોવિંદ સિંહ (ઉ.વ. 34 વર્ષ) નામના વ્યક્તિનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને બોપલ પોલીસે તપાસ કરતા કાર બિલ્ડરની નીકળી હતી. જેમાં પોલીસે અકસ્માતને અંજામ આપનાર સગીરને નજરકેદ કરીને પિતાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા 514 EWS આવાસનો AMCએ હજુ સુધી ન કર્યો ડ્રો, હવે તમામ તોડી પડાશે

બિલ્ડરે નિવેદનમાં ખુલાસા કર્યા

બિલ્ડરે નિવેદનમાં ખુલાસા કર્યા હતા કે, સગીર દિકરાને કાર લઈ જવા તેને પરિવાનગી આપી હતી. ત્યારબાદ સગીર કોફીબારમાં જવા માટે નીકળ્યો હતો, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. 

આરોપીને પકડવા બોપલ પોલીસે એલસીબી, એસઓજી ટીમો બનાવી

બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદન લઈને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને પિતા બે દિવસથી ફરાર હોવાથી બોપલ પોલીસે એલસીબી, એસઓજી ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી. અંતે બોપલ-આમલી રોડ પરથી બિલ્ડર મિલામ શાહની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં પોલીસે રિમાંડની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો : નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

સગીરની MBAની પરીક્ષા હોવાથી જામીન માટે અરજી કરી

સગીર MBAનો અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરુ થવાની હોવાથી વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જ્યારે કોર્ટે સગીરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સગીરને પરીક્ષા આપવા માટે આગામી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીનની મંજૂરી આપી છે.