Ambajiના ભાદરવી પૂનમના મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા, વાંચો ફુલ સ્ટોરી

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. ભકતોને અપાય છે પાણી મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેર ડી. એમ. બુંબડીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે. 11 પાર્કિગ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરડી. એમ. બુંબડીયાએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળાને નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત રોજનું 40 લાખ લીટર પાણી પૂરું રોજે અંબાજી શહેર અને મેળામાં રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવે છે. ટેન્કર મારફતે અપાય છે પાણી દાંતાથી અંબાજી સુધી 11પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. હડાદથી અંબાજી સુધી 09 પાર્કિંગ સ્થળો એ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવ જગ્યાએ પાણી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત 50 ટેન્કર જેમાં 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટર ટેન્કર દ્વારા મેળામાં અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયાસ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભકતોએ વખાણી પાણીની સેવા માં ના ધામે દર્શન કરવા આવતા યાત્રી સુમિતે જણાવ્યું હતું કે, અમે ખેડબ્રભાથી પગપાળા માના દર્શન કરવા આવ્યા છે. આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા પીવા તેમજ વપરાશના પાણી માટે બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ હું સરકારશ્રી તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ધન્યવાદ વ્યક્ત કરું છું. ભાદરવી પૂનમના મેળામાં પગપાળા દર્શને પધારેલા ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે, અમે માં ના ધામે આવ્યા છીએ. મને તરસ લાગી ત્યાં જ પાણીની વ્યવસ્થા ! પાણી માટે આવી સરસ વ્યવસ્થા કરવા બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનું છું. યાત્રાળુ મધુબેને જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષથી માં ના દર્શન માટે ભાદરવી પૂનમના મેળામાં આવું છું. અહીંયા પાણીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા બહુ જ સારી રીતે કરી છે જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.

Ambajiના ભાદરવી પૂનમના મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા, વાંચો ફુલ સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે.

ભકતોને અપાય છે પાણી

મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેર ડી. એમ. બુંબડીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે.


11 પાર્કિગ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા

અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરડી. એમ. બુંબડીયાએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળાને નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત રોજનું 40 લાખ લીટર પાણી પૂરું રોજે અંબાજી શહેર અને મેળામાં રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવે છે.

ટેન્કર મારફતે અપાય છે પાણી

દાંતાથી અંબાજી સુધી 11પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. હડાદથી અંબાજી સુધી 09 પાર્કિંગ સ્થળો એ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવ જગ્યાએ પાણી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત 50 ટેન્કર જેમાં 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટર ટેન્કર દ્વારા મેળામાં અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયાસ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.


ભકતોએ વખાણી પાણીની સેવા

માં ના ધામે દર્શન કરવા આવતા યાત્રી સુમિતે જણાવ્યું હતું કે, અમે ખેડબ્રભાથી પગપાળા માના દર્શન કરવા આવ્યા છે. આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા પીવા તેમજ વપરાશના પાણી માટે બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ હું સરકારશ્રી તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ધન્યવાદ વ્યક્ત કરું છું. ભાદરવી પૂનમના મેળામાં પગપાળા દર્શને પધારેલા ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે, અમે માં ના ધામે આવ્યા છીએ. મને તરસ લાગી ત્યાં જ પાણીની વ્યવસ્થા ! પાણી માટે આવી સરસ વ્યવસ્થા કરવા બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનું છું. યાત્રાળુ મધુબેને જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષથી માં ના દર્શન માટે ભાદરવી પૂનમના મેળામાં આવું છું. અહીંયા પાણીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા બહુ જ સારી રીતે કરી છે જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.