PSI, લોકરક્ષક ભરતીને લઈ મહત્વના સમાચાર, શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ યોજાશે

રાજ્યમાં PSI, લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતીને લઈને મોટા સમાચાર આપ્યા છે. હસમુખ પટેલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું કે PSI અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે.બીજા તબક્કામાં લગભગ 1.54 લાખ અરજીઓ કરવામાં આવી હતી આ માહિતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ કરવામાં આવી છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં લગભગ 1.54 લાખ અરજીઓ કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે બીજા તબક્કાની અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે 12,472 પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે.શારીરિક પરીક્ષા બાદ ડિસેમ્બરમાં PSIની લેખિત પરિક્ષા લેવામાં આવશે ત્યારે આ દરમિયાન પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ઉમેદવારો ધૂતારાથી દૂર રહે અને ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા આપે અને પાસ થાય. નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન થશે. સાથે જ હસમુખ પટેલે કહ્યું હતું કે PSIમાં બે પેપર લેવાશે, PSIની બે લેખિત પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારે શારીરિક પરીક્ષા બાદ ડિસેમ્બરમાં PSIની લેખિત પરિક્ષા લેવામાં આવશે. 12,472 પદો પર ભરતી જાહેર કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે કાયમી ધોરણે સ્થાપવામાં આવેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર- PSI સહિત વર્ગ- 3ની 12,472ની જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનામાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ ભરતીની જાહેરાત બાદ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને શાંતિથી તૈયારી કરવાનું કહીને આ ભરતી હેઠળ પરીક્ષા ચોમાસા પછી યોજવાનું બોર્ડનું આયોજન હોવાનું કહ્યું હતું.

PSI, લોકરક્ષક ભરતીને લઈ મહત્વના સમાચાર, શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં PSI, લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતીને લઈને મોટા સમાચાર આપ્યા છે. હસમુખ પટેલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું કે PSI અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે.

બીજા તબક્કામાં લગભગ 1.54 લાખ અરજીઓ કરવામાં આવી હતી

આ માહિતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ કરવામાં આવી છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં લગભગ 1.54 લાખ અરજીઓ કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે બીજા તબક્કાની અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે 12,472 પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે.


શારીરિક પરીક્ષા બાદ ડિસેમ્બરમાં PSIની લેખિત પરિક્ષા લેવામાં આવશે

ત્યારે આ દરમિયાન પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ઉમેદવારો ધૂતારાથી દૂર રહે અને ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા આપે અને પાસ થાય. નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન થશે. સાથે જ હસમુખ પટેલે કહ્યું હતું કે PSIમાં બે પેપર લેવાશે, PSIની બે લેખિત પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારે શારીરિક પરીક્ષા બાદ ડિસેમ્બરમાં PSIની લેખિત પરિક્ષા લેવામાં આવશે.

12,472 પદો પર ભરતી જાહેર કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે કાયમી ધોરણે સ્થાપવામાં આવેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર- PSI સહિત વર્ગ- 3ની 12,472ની જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનામાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ ભરતીની જાહેરાત બાદ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને શાંતિથી તૈયારી કરવાનું કહીને આ ભરતી હેઠળ પરીક્ષા ચોમાસા પછી યોજવાનું બોર્ડનું આયોજન હોવાનું કહ્યું હતું.