Surat Rain: સુરતમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ

સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં હિરા ઉદ્યોગ-અને કાપડ ઉદ્યોગમાં જતા નોકરીયાતોને વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તોનંનસાડ, કોળી ભરથાણા, દિગસ સહિતના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગે શું કરી આગાહી વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

Surat Rain: સુરતમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. 

સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં હિરા ઉદ્યોગ-અને કાપડ ઉદ્યોગમાં જતા નોકરીયાતોને વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. 

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તોનંનસાડ, કોળી ભરથાણા, દિગસ સહિતના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે શું કરી આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી

વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.

આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.