રાજ્યનાં 13.14 લાખ વિદ્યાર્થી આજે CET અને સ્કોલરશિપ પરીક્ષા આપશે

CET માટે 24,723 બ્લોકમાં સ્કોલરશિપ પરીક્ષા માટે 21,042 બ્લોકમાં વ્યવસ્થાપ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 7.12 લાખ વિદ્યાર્થી મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા શનિવારના રોજ લેવાશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ સહિતની પ્રોજેક્ટ સ્કૂલમાં ધોરણ.6થી પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા શનિવારના રોજ લેવાશે. આ બંન્ને પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 13.14 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ અને સ્કોલરશિપ પરીક્ષા માટે 6.02 લાખ વિદ્યાર્થી નોધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કુલ 24,723 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવી છે, જ્યારે સ્કોલરશિપ પરીક્ષા માટે 21,042 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવાનું નક્કી કર્યું છે. આ સિવાય ધોરણ.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળે એ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ બંન્ને પરીક્ષા માટે ગત 29મી જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયાં હતા. આ દરમિયાન ધોરણ-6માં પ્રવેશ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે 6.02 લાખ વિદ્યાર્થીઓ મળી કુલ 13.14 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શનિવારે સવારે પ્રથમ સેશનમાં એટલે કે, સવારે 10:30થી 1 વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવશે.

રાજ્યનાં 13.14 લાખ વિદ્યાર્થી આજે CET અને સ્કોલરશિપ પરીક્ષા આપશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CET માટે 24,723 બ્લોકમાં સ્કોલરશિપ પરીક્ષા માટે 21,042 બ્લોકમાં વ્યવસ્થા
  • પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 7.12 લાખ વિદ્યાર્થી
  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા શનિવારના રોજ લેવાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ સહિતની પ્રોજેક્ટ સ્કૂલમાં ધોરણ.6થી પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા શનિવારના રોજ લેવાશે. આ બંન્ને પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 13.14 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ અને સ્કોલરશિપ પરીક્ષા માટે 6.02 લાખ વિદ્યાર્થી નોધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કુલ 24,723 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવી છે, જ્યારે સ્કોલરશિપ પરીક્ષા માટે 21,042 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવાનું નક્કી કર્યું છે. આ સિવાય ધોરણ.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળે એ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ બંન્ને પરીક્ષા માટે ગત 29મી જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયાં હતા. આ દરમિયાન ધોરણ-6માં પ્રવેશ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7.12 લાખ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે 6.02 લાખ વિદ્યાર્થીઓ મળી કુલ 13.14 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શનિવારે સવારે પ્રથમ સેશનમાં એટલે કે, સવારે 10:30થી 1 વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવશે.