Jamnagarના કોર્પોરેટર કુસુમ પંડયા ફસાયા હતા લિફટમાં,ફાયર વિભાગે દરવાજો તોડી બહાર કાઢયા

જ્યોત ટાવરમાં કુસુમ પંડયા લિફટમાં ફસાયા હતા વીજળી ગુલ થતા લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હતા ફાયર વિભાગે દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા જામનગરના મહિલા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી,કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર કુસુમ પંડયા સહિત અન્ય ત્રણ લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢયા હતા.શહેરના ટાઉનહોલ પાસે આવેલ જ્યોત ટાવરમાં આ ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વીજળી ગુલ થતા બની ઘટના જામનગર શહેરના કોર્પોરેટર કુસુમ પંડયા આજે સવારે લિફટમાં ફસાયા હોવાની ઘટના બની હતી,બહેન લિફટમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજળી ગુલ થતા આ ઘટના બની હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને બહાર કાઢયા હતા.આ ઘટનામાં કોઈ જાનહાની ઘટના બની નથી. વોર્ડ નંબર 9 ના છે કોર્પોરેટર જામનગરના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા ઉપરાંત ચિરાગભાઈ કોઠારી અને વિજય નામના ત્રણ વ્યક્તિ કે જેઓ આજે સવારે જ્યોત ટાવર બિલ્ડીંગની લીફ્ટમાં ચોથા માળે જઈ રહ્યા હતા, જે દરમિયાન એકાએક લાઈટ જતાં લિફ્ટ બંધ પડી ગઈ હતી. જેથી ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી, લિફ્ટનો કાચના દરવાજાનો ભાગ વગેરે તોડી લિફ્ટની અંદર સ્ટુલ મૂકીને એક પછી એક ત્રણેયને સલામત રીતે બહાર કાઢી લેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. 1 મહિના અગાઉ પાટણમાં લિફટમાં લોકો ફસાયા હતા પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરીમાં મોડીસાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને શ્વાસ અધ્ધર થયા હતા. વાંચન માટે લાઈબ્રેરીમાં આવતા-જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ચડયા હતા અને અધવચ્ચે એકાએક લિફટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કેમ્પસમાં ભારે અફડા-તફડી સાથે શ્વાસ અધ્ધર થયા હતા.ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્કયુ કરાયું હતું. 22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. 27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.

Jamnagarના કોર્પોરેટર કુસુમ પંડયા ફસાયા હતા લિફટમાં,ફાયર વિભાગે દરવાજો તોડી બહાર કાઢયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જ્યોત ટાવરમાં કુસુમ પંડયા લિફટમાં ફસાયા હતા
  • વીજળી ગુલ થતા લિફ્ટમાં ત્રણ લોકો ફસાયા હતા
  • ફાયર વિભાગે દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા

જામનગરના મહિલા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી,કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર કુસુમ પંડયા સહિત અન્ય ત્રણ લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢયા હતા.શહેરના ટાઉનહોલ પાસે આવેલ જ્યોત ટાવરમાં આ ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વીજળી ગુલ થતા બની ઘટના

જામનગર શહેરના કોર્પોરેટર કુસુમ પંડયા આજે સવારે લિફટમાં ફસાયા હોવાની ઘટના બની હતી,બહેન લિફટમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજળી ગુલ થતા આ ઘટના બની હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને બહાર કાઢયા હતા.આ ઘટનામાં કોઈ જાનહાની ઘટના બની નથી.


વોર્ડ નંબર 9 ના છે કોર્પોરેટર

જામનગરના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા ઉપરાંત ચિરાગભાઈ કોઠારી અને વિજય નામના ત્રણ વ્યક્તિ કે જેઓ આજે સવારે જ્યોત ટાવર બિલ્ડીંગની લીફ્ટમાં ચોથા માળે જઈ રહ્યા હતા, જે દરમિયાન એકાએક લાઈટ જતાં લિફ્ટ બંધ પડી ગઈ હતી. જેથી ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી, લિફ્ટનો કાચના દરવાજાનો ભાગ વગેરે તોડી લિફ્ટની અંદર સ્ટુલ મૂકીને એક પછી એક ત્રણેયને સલામત રીતે બહાર કાઢી લેતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

1 મહિના અગાઉ પાટણમાં લિફટમાં લોકો ફસાયા હતા

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરીમાં મોડીસાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને શ્વાસ અધ્ધર થયા હતા. વાંચન માટે લાઈબ્રેરીમાં આવતા-જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ચડયા હતા અને અધવચ્ચે એકાએક લિફટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કેમ્પસમાં ભારે અફડા-તફડી સાથે શ્વાસ અધ્ધર થયા હતા.ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્કયુ કરાયું હતું.


22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના

કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના

લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.