Gujarat: 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ

ઉમરગામ અને ભુજમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ અને ભુજમાં પોણા બે ઈંચ વરસાદ સાથે નખત્રાણા અને મહુવામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ ગઢડા અને ભાવનગરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે. મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામગનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

Gujarat: 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમરગામ અને ભુજમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ અને ભુજમાં પોણા બે ઈંચ વરસાદ સાથે નખત્રાણા અને મહુવામાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ ગઢડા અને ભાવનગરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.

મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામગનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.